બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / deepika padukone honored at the 26th crystal awards by the world economic forum 2020
ADVERTISEMENT
દર 40 સેકન્ડે ડિપ્રેશનથી જાય છે જિંદગી : દીપિકા પાદુકોણ
દીપિકાએ કહ્યું કે, ''આ એવોર્ડ મારા માટે ખુબજ મોટો છે. જ્યારે હું આ સન્માન લઇ રહી છું, એ દરમિયાન કોઇના પિતા, ભાઇ, સહયોગી, માતા અથવા મિત્ર સુસાઇડથી પોતાના જીવનનો ત્યાગ કરી દીધો હશે. દર 40 સેકન્ડે દુનિયાના કોઇ ખુણામાં કોઇ માનવી ડિપ્રેશનને કારણે સુસાઇડ કરે છે. 15 ફેબ્રુઆરી 2014ના દિવસે મેં ખુદને ડિપ્રેશનથી ઘેરાયેલી પામી. હું સતત રડી રહી હતી. દરેક સવારે હું વિચારતી હતી કે હું ખતમ થઇ ગઇ છું. એન્ઝાયટી અને ડિપ્રેશન અન્ય બીમારીઓની જેમ છે. જાગરુકતાની કમીને કારણે જ મારી આ હાલત થઇ હતી, તેના બાદ મેં વિચાર્યું કે કંઇક એવું કરુ જેથી ઓછામાં ઓછુ એક જીવ બચાવી શકું.''
ADVERTISEMENT
As #wef20 gets underway, @deepikapadukone stresses the importance of addressing mental health issues when building a more sustainable and inclusive world.@TLLLFoundation
— World Economic Forum (@wef) January 20, 2020
Find out more: https://t.co/yja3lFKDLN #healthyfutures pic.twitter.com/7p0U3AoDpR
ADVERTISEMENT
દીપિકાએ જણાવ્યું કે ''લિવ, લવ એન્ડ લૉફ ફાઉન્ડેશન દ્વારા બીજા લોકોને આ સમસ્યાઓથી મુક્ત કરાવવામાં આવે છે. 11 શહેરોની સ્કૂલોમાં તેના દ્વારા અવેરનેસ પ્રોગ્રામ પણ ચલાવવામાં આવ્યા. માનસિક સ્વાસ્થ્ય માટે દેશભરમાં તેના કેમ્પેન ચલાવવામાં આવી રહ્યા છે.''
ADVERTISEMENT
દીપિકાએ પોતાની સ્પીચના અંતમાં માર્ટિન લ્યૂથર કિંગનો સુવિચાર શૅર કર્યો અને કહ્યું, ''આ દુનિયામાં જે કંઇ પણ થાય છે, તે આશાને પગલે જ સંભવ છે.''
ADVERTISEMENT
ADVERTISEMENT
રણવીરે કહ્યું -તે મને ગૌરવાન્વિત કર્યો
દીપિકાએ એવોર્ડની સાથે પોતાની તસવીર સોશિયલ મીડિયામાં શૅર કરી હતી. રણવીર સિંહે તેના પર કમેન્ટ કરી, ''અદભૂત, તે મને ગૌરવાન્વિત કર્યો.'' રણવીર અને દીપિકા ઇન્ડિયન ક્રિકેટ ટીમની 1983 વર્લ્ડ કપ જીત પર બની રહેલી ફિલ્મ '83'માં નજર પડશે.
હાલમાં જ દીપિકાની ફિલ્મ 'છપાક' રિલીઝ થઇ છે. એસિડ એટેક સર્વાઇવર્સ પર બનેલી ફિલ્મમાં લક્ષ્મી અગ્રવાલની લાઇફ સ્ટોરી બતાવાઇ છે. ફિલ્મનુ ડાયરેક્શન મેઘના ગુલઝારે કર્યું છે. આ દીપિકાના પ્રોડક્શનમાં બનેલી પહેલી ફિલ્મ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.