બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Deepika Padukone Diet Deepika Padukone eats 6 times a day, yet why is she so fit, here is the diet chart of the actress

Deepika Padukone Diet / દિપીકા પાદુકોણ દિવસમાં 6-6 વાર જમે છે, છતાંય કેમ આટલી ફીટ, આ રહ્યો એક્ટ્રેસનો ડાયટ ચાર્ટ

Megha

Last Updated: 08:46 AM, 5 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દીપિકા પાદુકોણે ફિટનેસના મામલે બધાને પાછળ છોડી દીધા છે, એવામાં દરેક ચાહકો જાણવા માંગે છે કે દિપીકાની આ ફિટનેસનું રહસ્ય શું છે.. તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ..

  • બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ આજે 38 વર્ષની થઈ ગઈ છે. 
  • દીપિકાને ખાવાનો ખૂબ જ શોખ છે અને દિવસમાં 6 વખત જમે છે. 
  • દરેક ચાહકો જાણવા માંગે છે કે દિપીકાની આ ફિટનેસનું રહસ્ય શું છે. 

ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક એવી એક્ટ્રેસ છે જેની પહેલી બોલીવુડ ફિલ્મે જ કિસ્મત ચમકાવી દીધી હતી અને આજ સુધી તે લોકોના દિલ પર રાજ કરી રહી છે. આપણે વાત કરી રહ્યાં છીએ દીપિકા પાદુકોણની.. એક્ટ્રેસે છેલ્લાં 17 વર્ષોમાં પોતાના કામથી જોરદાર કમાણી કરી છે પછી તે સંપત્તિરૂપી હોય કે પછી લોકોનાં પ્રેમરૂપી. 

બોલીવુડ સુપરસ્ટાર દીપિકા પાદુકોણ આજે 38 વર્ષની થઈ ગઈ છે અને અભિનેત્રીએ 2008માં ફિલ્મ ઓમ શાંતિ ઓમથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારથી તેણીએ અત્યાર સુધીની કારકિર્દીમાં બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન હાંસલ કર્યું છે. સાથે જ અભિનેત્રી ફિટનેસના મામલે બધાને પાછળ છોડી દે છે. દરેક ચાહકો જાણવા માંગે છે કે દિપીકાની આ ફિટનેસનું રહસ્ય શું છે.. તો ચાલો અમે તમને તેના વિશે જણાવીએ.. 

દિવસમાં 6 વખત ખાય છે દિપીકા 
જણાવી દઈએ કે દીપિકા પાદુકોણને ખાવાનો ખૂબ જ શોખ છે અને પોતાની ફિટનેસને ધ્યાનમાં રાખીને હેલ્ધી ફૂડ ખાવાનું પસંદ કરે છે. જો આપણે દીપિકાના આહાર વિશે વાત કરીએ તો તે દિવસમાં 6 વખત ખાય છે. સામાન્ય લોકો પણ તેના ડાયટ પ્લાન અને ફિટનેસ રૂટીનને ફોલો કરી શકે છે.

નાસ્તો
દીપિકા પાદુકોણ એક એવી અભિનેત્રી છે જે પોતાની ફિટનેસને ટોચ પર રાખે છે. દીપિકા સૌથી પહેલા મધ અને લીંબુ મિક્સ કરીને ગરમ પાણી પીવે છે. આ પછી નાસ્તામાં બે અને બે બદામ સાથે બે ઈડલી અથવા સાદા ઢોસા અથવા ઉપમા ખાઈ છે. આ સિવાય તે રોજ એક કપ લો ફેટ દૂધ પણ પીવે છે.

લંચ
દીપિકા લંચમાં સાદું ખાવાનું પસંદ કરે છે. જે પ્રોટીનથી ભરપૂર હોય છે. તે દરરોજ કઠોળ, રોટલી અને શાક લે છે. આ સાથે દહીંનો પણ તેના આહારમાં સમાવેશ કરે છે. આ તમામ ખોરાક મર્યાદિત માત્રામાં લે છે અને પોતાની જાતને હાઇડ્રેટ રાખવા માટે જ્યુસ, નાળિયેર પાણી અથવા સ્મૂધી પીવાનું પસંદ કરે છે.

નાસ્તો
નાસ્તાની વાત કરીએ તો દીપિકા સાંજે બદામ સાથે અખરોટ ખાય છે. આ સિવાય તેને ફિલ્ટર કોફી પણ પીવે છે. 

ડિનર 
દીપિકા ડિનરમાં રોટલી, લીલા શાકભાજી અને સલાડ ખાવાનું પસંદ કરે છે. આ સાથે તે ફળોનું સેવન પણ કરે છે.

વધુ વાંચો: બોલીવુડની એ હિરોઇન કે જે મોડલમાંથી બની એક્ટ્રેસ, આજે કમાય છે કરોડોમાં, પહેલી જ ફિલ્મે બનાવી દીધી સુપરસ્ટાર

મીઠાઈ
દીપિકાને મીઠાઈઓ ખૂબ જ પસંદ છે અને તેની ફિટનેસને ધ્યાનમાં રાખીને તેને ડેઝર્ટમાં ચોકલેટ ખાવાનું પસંદ છે. હેલ્ધી ડાયટની સાથે તે ઘણી કસરત પણ કરે છે અને પોતાને શેપમાં રાખે છે. તે દરરોજ યોગા કરવાનું પણ પસંદ કરે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Deepika Padukone Deepika Padukone Birthday Deepika Padukone Diet દીપિકા પાદુકોણ દીપિકા પાદુકોણનો બર્થડે deepika padukone
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ