બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Death toll rises to 24 as eight more die in Botad's alleged lynching, many families mourn

ટ્રેજેડી / બોટાદના કથિત લઠ્ઠાકાંડમાં મોતનું તાંડવ, વધુ આઠ લોકોના મોત નીપજતાં મૃત્યુઆંક 24 પર પહોંચ્યો, અનેક પરિવારોમાં માતમ

ParthB

Last Updated: 08:54 AM, 26 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોટાદના રોજિદ ગામમાં ગત રોજ બનેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ નીપજ્યું છે.

  • બોટાદમાં લઠ્ઠાકાંડમાં તાંડવ મચાવતું મોત
  • બરવાળા CHCમાં એકનું મોત નિપજ્યું
  • અત્યાર સુધીમાં 24 લોકોના મૃત્યુ

બોટાદના બરવાળાના રોજિદ ગામે ઝેરી દારૂ પી જવાથી 18 થી વધુ લોકોના મોત અને અન્યની હાલત ગંભીર થતાં ખળભળાટ મચ્યો છે.જો કે,આજે આ લઠ્ઠાકાંડમાં વધુ 8 લોકોના મોત થતાં મૃતાંક વધીને 24 થઈ જવા પામ્યો છે. બીજી તરફ હજી પણ કેટલાક દર્દીઓની હાલત ગંભીર છે. 

ભાવનગરમાં પણ સારવાર લઈ રહેલા લોકોના મૃત્યુ

તો વળી આ તરફ કેટલાક દર્દીઓને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભાવનગરની સરકાર હોસ્પિટલમાં તો કેટલાકને બોટાદ ખાતે દાખલ કરાયા છે.જેમાં બરવાળા સીએચસી સેન્ટરમાં એકનું મોત નીપજ્યું હતું જ્યારે બાકી લોકોનું મોત ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

ઘટનાને પગલે  SIT ની રચના કરવામાં આવી

આ બનાવને પગલે દારૂ બનાવનાર અને દારૂ વેચનારની પોલીસે તાત્કાલિક ધરપકડ કરી હતી. જો કે આ સમગ્ર ઘટનાને પગલે DySPની અધ્યક્ષતામાં SIT ની રચના કરવામાં આવી છે, જે તપાસ કરી સરકારને રીપોર્ટ સોંપશે. FSLને પણ દારૂની અસર થયેલા લોકોના તેમજ મૃતકોના સેમ્પલ આપવામાં આવ્યા છે જે બાદ જ મૃત્યુનું સાચુ કારણ આધિકારિક રીતે બહાર આવી શકે છે

બોટાદમાં કથિત લઠ્ઠાકાંડ બાદ વહીવટી તંત્ર દોડતું થયું

બોટાદના રોજિદ ગામે ગત રોજ કથિત લઠ્ઠાકાંડ બાદ જિલ્લા વહીવટી તંત્ર દોડતું થયું છે. બોટાદ કલેકટરે ગત મોડી રાત્રે બરવાળા સામૂહિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લીધી હતી.અને આ સાથે કલેક્ટરે મોડી રાત્રે અધિકારીઓ સાથે બેઠક યોજીને સમીક્ષા કરી હતી.આ સાથે ઝેરી દારૂથી અસરગ્રસ્ત દર્દીઓની સારવાર અંગે મેળવી માહિતી મેળવી હતી. ઉલ્લેખનીય છે કે,લઠ્ઠાકાંડને લઈને સોમવાર મોડી રાત સુધી સીએચસી અને સરકારી દવાખાનાઓમાં અસરગ્રસ્તોનો ધસારો આવી રહ્યો હતો

કથિત લઠ્ઠાકાંડનો ઘટનાક્રમ શું હતો?

  • 2 દિવસ પહેલા દારૂ પીધો હતો
  • ગઈકાલે રાત્રે 8 લોકોના મૃત્યુ થયા
  • બીજા અન્ય ચાર લોકોના મૃત્યુ થયા
  • જે લોકોના મૃત્યુ થયા તે બુટલેગરોને પોલીસે શોધ્યા
  • 3 ગામના લોકોના મૃત્યુ મામલે તપાસ થઈ
  • ચોકડી ગામે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તપાસમાં
     

સંકળાયેલા મુદ્દાઓ

Botad Death Lattha Kand બોટાદ મૃતાંક મૃત્યુ લઠ્ઠાકાંડ Botad
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ