ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / રજનીકાંતની ‘જેલર 2’ના શૂટિંગ દરમિયાન થયું ફિલ્મ સાથે જોડાયેલા સદસ્યનું મોત- પોલીસ કરી રહી છે તપાસ
Last Updated: 02:30 PM, 15 May 2026
ADVERTISEMENT
‘થલાઈવા’ એટલે કે સુપરસ્ટાર રજનીકાંત હાલમાં તેમની આગામી ફિલ્મ 'જેલર 2'ના શૂટિંગમાં વ્યસ્ત છે. દર્શકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જોકે, આ વચ્ચે જેલર 2 ના સેટ પરથી દુઃખદ સમાચાર આવ્યા છે. અહેવાલો દર્શાવે છે કે, સેટ પર અકસ્માતમાં એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું છે. પોલીસે આ ઘટના અંગે FIR પણ નોંધી છે. પરિણામે ફિલ્મના નિર્માણ પર હવે અનિશ્ચિતતાના વાદળો છવાઈ ગયા છે.
ADVERTISEMENT
વિજળીના ઝટકા લાગવાથી થયુ મોત
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, પનૈયુરના એક ખાનગી સ્ટુડિયોમાં 'જેલર 2'ના શૂટિંગ દરમિયાન ઘર જેવો સેટ બનાવતી વખતે ઇલેક્ટ્રિક શોક લાગવાથી એક ક્રૂ મેમ્બરનું મૃત્યુ થયું હતું. આ અકસ્માત ઇસ્ટ કોસ્ટ રોડ પર સ્થિત આદિત્યરામ ફિલ્મ સિટીમાં ચાલી રહેલા શૂટિંગ દરમિયાન થયો હતો. પોલીસે તપાસ શરૂ કરી છે.
ADVERTISEMENT
ખબરો અનુસાર, મૃતકની ઓળખ કાર્તિકેય તરીકે થઈ છે, જે સેલમનો રહેવાસી હતો અને ફિલ્મના ક્રૂનો સભ્ય હતો. કહેવાય છે કે આ ઘટના ECR પર સ્થિત એક ખાનગી સ્ટુડિયોમાં બની હતી, જ્યાં મુખ્ય શેડ્યૂલ પૂર્ણ થયા પછી પણ ફિલ્મના અમુક ભાગોનું શૂટિંગ ચાલુ હતું.

ADVERTISEMENT
પોલિસે શરુ કરી ઘટનાસ્થળની તપાસ
કનાથુર પોલીસ સ્ટેશનના અધિકારીઓએ અકસ્માતની તપાસ શરૂ કરી છે. અધિકારીઓ હાલમાં ઘટનાસ્થળની તપાસ કરી રહ્યા છે કે સેટ પર તમામ જરૂરી સુરક્ષા પ્રોટોકોલ અને વિજળી સંબંધી સાવચેતીઓનું યોગ્ય રીતે પાલન કરવામાં આવ્યું હતું કે નહીં.
ADVERTISEMENT
અહેવાલો અનુસાર, ઘટના પછી તરત જ FIR નોંધવામાં આવી ન હતી. જોકે, આ જીવલેણ અકસ્માતના ચોક્કસ કારણો શોધવા માટે તપાસ ચાલી રહી છે. ફિલ્મ 'જેલર 2' ના નિર્માતાઓએ હજુ સુધી આ દુર્ઘટના અંગે કોઈ ઓફિશિયલ નિવેદન જાહેર કર્યુ નથી.
આ પણ વાંચોઃ મૌની રોય અને સૂરજ નાંબિયારના લગ્નજીવનનો અંત, 4 વર્ષના સાથ બાદ અલગ થવાનો નિર્ણય
ADVERTISEMENT
જોવા મળશે મોટી સ્ટારકાસ્ટ
નેલ્સન દિલીપકુમાર દ્વારા દિગ્દર્શિત 'જેલર 2'માં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં તેમની સાથે રામ્યા કૃષ્ણન પહેલી ફિલ્મની ભૂમિકા ફરીથી ભજવશે. આ સિક્વલમાં શિવરાજકુમાર અને મોહનલાલ પણ નાનકડી ભૂમિકામાં જોવા મળશે.
ADVERTISEMENT
આ ઉપરાંત ફિલ્મમાં જતીન સરના, મિથુન ચક્રવર્તી, સંથાનમ, સૂરજ વેંજારામુડુ, વિજય સેતુપતિ, મેઘના રાજ સરજા અને અન્ના રાજન જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જો કે, ફિલ્મની સ્ટોરીલાઈન અંગે હજુ વધુ માહિતી સામે આવી નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT