બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / ભાવનગર / રાજકોટ / Death of popular retired IPS RD Jhala from Gujarat, Jatan Ashwana was informed

શોકાતુર / ગુજરાતના લોકપ્રિય નિવૃત્ત IPS આર.ડી ઝાલાનું નિધન, જાતાન અશ્વના હતા જાણકાર

Vishal Khamar

Last Updated: 10:47 PM, 19 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત પોલીસનાં નિવૃત આઈપીએસ ઓફિસર આર.ડી.ઝાલાનું આજે રાજકોટ ખાતે દુઃખદ નિધન થતા સમગ્ર આઈપીએસ તેમજ પોલીસ બેડામાં શોક વ્યાપી ગયો હતો. ત્યારે આર.ડી.ઝાલા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. તેમની અંતિમયાત્રા નીલ સીટી ક્લબ યુનિવર્સીટી રોડ પરથી નીકળશે

  • ગુજરાતના લોકપ્રિય નિવૃત્ત આઈપીએસ આર.ડી ઝાલા નું નિધન
  • રાજકોટના નીલ સીટી ક્લબ ખાતે તેમના નિવાસ્થાને નિધન થયું
  • હોર્સ રાઇડિંગમાં તેમને દેશભરમાં નામના મેળવી હતી

 ગુજરાત પોલીસમાં પોતાની એક આગવી ઓળખ ઉભી કરનાર રીટાયર્ડ આઈપીએસ આર.ડી. ઝાલાનું રાજકોટ ખાતે દુઃખદ નિધન થતા સમગ્ર પોલીસ બેડામાં ગમગીની છવાઈ જવા પામી હતી. ત્યારે આઈપીએસ આર.ડી.ઝાલા છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. ત્યારે આજે બપોરનાં સુમારે યુનિવર્સિટી રોડ પરનાં નીલ સિટી તેમનાં નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા હતા. 28 વર્ષ પહેલા નિવૃત થયેલ આર.ડી.ઝાલા 88 વર્ષની ઉંમરે નિધન થયું હતું.  આઈપીએસ તરીકે છેલ્લે તેમણે ગોધરા ખાતે પોતાની એસપી તરીકેની ફરજ નિભાવી હતી.
હોર્સ રાઈડીંગ ક્લબ પણ શરૂ કરી
અશ્વોને પારખવાની કળામાં માહેર એવા ગુજરાત પોલીસનાં નિવૃત આઈપીએસ રઘુરાજસિંહ દિલીપસિંહ ઝાલા પોતાની આગવી સુઝથી અશ્વોને પારખી લેતા હતા. ત્યારે આર.ડી.ઝાલા હોર્સ રાઈડીંગ ક્લબમાં ઘણા યુવક-યુવતીઓએ તાલીમ મેળવી રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે સિદ્ધિઓ પ્રાપ્ત કરી નામના મેળવી છે. ત્યારે ગુજરાત પોલીસનાં જવાન સહિત અન્ય લોકોને  અશ્વોની તાલીમ તેમજ જાણકારી મળે તે માટે તેઓએ આર.ડી.ઝાલા હોર્સ રાઈડિંગ ક્લબની પણ શરૂ કરી હતી. ત્યારે ઘોડે સવારી શું છે?  તેમજ ઘોડે સવારી કેવી રીતે કરવી તેની તાલીમ પણ આપવામાં આવતી હતી.

DGP  વિકાસ સહાયે ટ્વિટ કરી શોકની લાગણી વ્યક્ત કરી

આર.ડી.ઝાલાનાં નિધનની જાણ પોલીસ બેડામાં થતા સમગ્ર પોલીસ બેડામાં ગમગીનીનો માહોલ છવાઈ ગયો હતો.  ત્યારે ગુજરાત રાજ્યનાં DGP  વિકાસ સહાયે ટ્વિટ કરી શોકની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ તેમણે લખ્યું હતું કે, નિવૃત્ત IPS શ્રી આર.ડી.ઝાલાના નિધનથી ખૂબ જ દુઃખ થયું. દોષરહિત વ્યાવસાયિક અને નાણાકીય અખંડિતતા ધરાવતા અધિકારી, સર એક આદર્શ પોલીસ અધિકારી હતા. થોડા મહિનાઓ પહેલા હું ગુજરાતના ડીજીપી તરીકેનો ચાર્જ સંભાળ્યા બાદ તેમને મળ્યો હતો. RIP સર.

લૂંટારૂ, ધાડપાડુઓની અનેક ગેંગને પકડી સળીયા પાછળ ધકેલ્યા
વર્ષ 1958 માં જ્યારે ગુજરાત મહારાષ્ટ્ર સાથે જોડાયેલું હતું. ત્યારે નિવૃત આઈપીએસ આર.ડી.ઝાલાનો જન્મ ભાવનગર જીલ્લામાં થયો હતો. ત્યારે આર.ડી.ઝાલાએ તેમના કાર્યકાળ દરમ્યાન લૂંટારૂ, ધાડપાડુઓની અનેક ગેંગને પકડી સળીયા પાછળ ધકેલ્યા હતા. આઈપીએસ અધિકારીઓ આજે પણ અધિકારીઓ એમની હિંમત તેમજ કાર્યશૈલીનાં વખાણ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ