બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / death continues in the government hospital of Maharashtra, 31 patients died in 48 hours, 16 were newborns

મહારાષ્ટ્ર / સરકારની વ્યવસ્થા 'વેન્ટિલેટર' પર: 48 કલાકમાં 16 બાળકો સહિત 31ના મોત થતાં હડકંપ, કોંગ્રેસ અને રાજ ઠાકરેએ ઉઠાવ્યા સવાલ

Megha

Last Updated: 03:45 PM, 3 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 2 દિવસમાં 16 બાળકો સહિત 31 લોકોએ જીવ ગુમાવ્યા, હવે કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ લોકોના મોત માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે

  • મહારાષ્ટ્રની હોસ્પિટલમાં 48 કલાકમાં 16 બાળકો સહિત 31 લોકોના મોત 
  • શું છે મામલો અને શું કહેવામાં આવી રહ્યું છે મોતનું કારણ?
  • મૃત્યુ પામેલ મોટાભાગના દર્દીઓ ગંભીર બીમારીથી પીડિત હતા - પ્રશાસન 

મહારાષ્ટ્રના નાંદેડની સરકારી હોસ્પિટલમાં છેલ્લા 48 કલાકમાં 16 બાળકો સહિત 31 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ કોંગ્રેસ સહિત વિવિધ પક્ષોના નેતાઓએ સરકારી હોસ્પિટલોમાં એક પછી એક લોકોના મોત માટે મહારાષ્ટ્ર સરકારને જવાબદાર ગણાવી છે. આવો જાણીએ શું છે આ સમગ્ર મામલો અને આ મોત પાછળનું કારણ શું છે.

શું છે મામલો અને શું કહેવામાં આવી રહ્યું છે મોતનું કારણ?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ઘટના નાંદેડની શંકરરાવ ચવ્હાણ સરકારી હોસ્પિટલમાં બની હતી. અહીં છેલ્લા 2 દિવસમાં 16 બાળકો સહિત 31 લોકોએ જીવ ગુમાવ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે મહારાષ્ટ્ર સરકારે હાફકાઈન ટ્રેનિંગ રિસર્ચ એન્ડ ટેસ્ટિંગ ઈન્સ્ટિટ્યૂટમાંથી દવાઓ ખરીદવાનું બંધ કરી દીધું છે, જેના કારણે સરકારી હોસ્પિટલોમાં દવાઓની ભારે અછત છે. આ ઉપરાંત મૃતકના પરિજનોએ હોસ્પિટલના તબીબો પર સારવારમાં બેદરકારીનો આરોપ પણ લગાવ્યો છે.

હોસ્પિટલ પ્રશાસને શું કહ્યું?
હોસ્પિટલના અધિક્ષક ડૉ શ્યામરાવ વાકોડેએ તબીબી બેદરકારીના તમામ આરોપોને ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં દવાઓ કે ડોક્ટરોની કોઈ અછત નથી અને યોગ્ય સારવાર આપવામાં આવતી હોવા છતાં દર્દીઓ પર સારવારની કોઈ અસર થતી નથી. તેમનો દાવો છે કે મૃત્યુ પામેલા મોટાભાગના દર્દીઓને અંતિમ ક્ષણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેઓ દૂરના વિસ્તારોમાંથી હોસ્પિટલમાં સારવાર માટે આવ્યા હતા.

મૃત્યુ પામેલ મોટાભાગના દર્દીઓ ગંભીર બીમારીથી પીડિત હતા 
ડૉ. વાકોડેએ જણાવ્યું હતું કે, "30 સપ્ટેમ્બરથી 1 ઑક્ટોબરની વચ્ચે હૉસ્પિટલમાં મૃત્યુ પામેલા 12 શિશુઓ 1-3 દિવસના હતા અને તેમનું જન્મનું વજન ખૂબ જ ઓછું હતું. બાળરોગ વિભાગમાં 142 દાખલ છે, જેમાંથી 42ની હાલત હજુ પણ ગંભીર છે. "જે 12 પુખ્ત વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો, તેમાં 5 પુરૂષો અને 7 સ્ત્રીઓ હતા. તેમાંથી મોટા ભાગના ગંભીર બીમારીથી પીડાતા હતા, જ્યારે એકને સાપ કરડ્યો હતો અને 3 અકસ્માતના કેસ હતા.

સરકારે 3 સભ્યોની તપાસ સમિતિની રચના કરી
મહારાષ્ટ્ર સરકારના મેડિકલ એજ્યુકેશન મિનિસ્ટર હસન મુશરિફે કહ્યું કે આ મામલે છત્રપતિ સંભાજીનગર જિલ્લામાંથી 3 સભ્યોની એક્સપર્ટ કમિટીની રચના કરવામાં આવી છે, જે તપાસ બાદ પોતાનો રિપોર્ટ સરકારને સુપરત કરશે. તેમણે કહ્યું, "અમે આ મામલાની વિગતવાર તપાસ કરીશું અને આ સંદર્ભમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને પણ જાણ કરવામાં આવી છે. હું ટૂંક સમયમાં જ વ્યક્તિગત રીતે શંકરરાવ ચવ્હાણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલની મુલાકાત લઈશ."

રાહુલ ગાંધીએ મહારાષ્ટ્ર સરકાર પર સવાલ ઉઠાવ્યા 
હોસ્પિટલમાં મૃત્યુ બાદ વિપક્ષે મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભાજપ ગઠબંધન સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું ભાજપની નજરમાં ગરીબોના જીવની કોઈ કિંમત નથી. પ્રિયંકા ગાંધીએ લખ્યું કે, 'જવાબદાર વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ અને પીડિત પરિવારોને વળતર આપવામાં આવે.'

NCP ચીફ પવારે કહ્યું- આ સરકારી તંત્રની નિષ્ફળતાનું પરિણામ છે
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના વડા શરદ પવારે સરકારી હોસ્પિટલમાં બાળકો સહિત મોટી સંખ્યામાં લોકોના મોતને દુર્ભાગ્યપૂર્ણ ઘટના ગણાવી અને તેને સરકારની નિષ્ફળતા ગણાવી. તેમણે ટ્વીટર પર લખ્યું, 'માત્ર બે મહિના પહેલા થાણે મ્યુનિસિપલ કોર્પોરેશનની કાલવા હોસ્પિટલમાં 18 લોકોના મોતની કમનસીબ ઘટના બની હતી, પરંતુ પછી નાંદેડની સરકારી હોસ્પિટલમાં આવી જ દુર્ભાગ્યપૂર્ણ ઘટનાનું પુનરાવર્તન થયું છે. આ સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ