બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / Dearness Allowance DA hike to 31 Percent effective from 1 July 2021 Finance Ministry

ફાયદો / સરકારી કર્મચારીઓની દિવાળી મોદી સરકારે સુધારી, જાણો શું કર્યું મોટું એલાન

ParthB

Last Updated: 05:21 PM, 26 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત વર્તમાન 28 ટકાથી વધારીને 3 ટકા કરવાની મંજૂરી આપી હતી.

  • કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ, 2021થી 31 ટકા કરાયું 
  • આ નિર્ણયથી  47.14 લાખ કર્મીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે
  • ભારતમાં મોંઘવારી ભથ્થું સૌપ્રથમ 1972માં મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું હતું

કેન્દ્રીય કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1લી જુલાઈ, 2021થી 31 ટકા કરાયું 

નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2021 થી મૂળ પગારના 28 ટકાથી વધારીને 31 ટકા કરવામાં આવ્યું છે. નાણા મંત્રાલય હેઠળના ખર્ચ વિભાગે ઓફિસ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે 'મૂળભૂત પગાર' નો અર્થ 7મા પગાર પંચ મુજબ મળેલો પગાર છે અને તેમાં કોઈ અન્ય વિશેષ પગાર અથવા ભથ્થાનો સમાવેશ થતો નથી.

આ નિર્ણયથી 47.14 લાખ કર્મીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે

કેન્દ્રીય કેબિનેટે ગયા અઠવાડિયે કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થા અને પેન્શનરો માટે મોંઘવારી રાહત વર્તમાન 28 ટકાથી વધારીને 3 ટકા કરવાની મંજૂરી આપી હતી. આ નિર્ણયથી કેન્દ્ર સરકારના લગભગ 47.14 લાખ કર્મચારીઓ અને 68.62 લાખ પેન્શનરોને ફાયદો થશે.આ વર્ષે જુલાઈમાં ડીએનો દર 17 ટકાથી વધારીને 28 ટકા કરવામાં આવ્યો હતો. હવે ત્રણ ટકાના વધારા સાથે ડીએનો દર 31 ટકા થશે.

મોંઘવારી ભથ્થું  કેમ હોય છે?

સરકારી કર્મચારીઓના જીવનધોરણમાં વધુ સુધારો લાવવા માટે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. મોંઘવારી વધ્યા પછી પણ કર્મચારીના જીવનધોરણને કોઈપણ રીતે અસર ન થાય તે માટે તેમાં વધારો કરવામાં આવ્યો છે. આ ભથ્થું સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે.બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન શરૂ થયું હતું. તે સમયે તેને ડીયરનેસ ફૂડ એલાઉન્સ કહેવામાં આવતું હતું. ભારતમાં મોંઘવારી ભથ્થું સૌપ્રથમ વર્ષ 1972માં મુંબઈમાં શરૂ કરવામાં આવ્યું હતું. આ પછી કેન્દ્ર સરકારે તમામ સરકારી કર્મચારીઓને મોંઘવારી ભથ્થું આપવાનું શરૂ કર્યું.

ડીએ કયા આધારે નક્કી કરવામાં આવે છે?

કર્મચારીઓના પગારના આધારે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. શહેરી, અર્ધ-શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું અલગ છે. મોંઘવારી ભથ્થું મૂળ પગાર પર ગણવામાં આવે છે. મોંઘવારી ભથ્થાની ગણતરી માટે એક ફોર્મ્યુલા નક્કી કરવામાં આવી છે, જે ગ્રાહક ભાવ સૂચકાંક દ્વારા નક્કી કરવામાં આવે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ