બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / dearness allowance announcement for government employees postponed for a week now

દેશ / પૈસા નહીં પ્રતિક્ષા! સરકારી કર્મચારીઓને હાથ લાગી નિરાશા, આજે સરકારે અચાનક લઈ લીધો આ નિર્ણય

Vaidehi

Last Updated: 04:36 PM, 15 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરોડો સરકારી કર્મચારીઓને વર્ષમાં 2 વખત મોંઘવારી ભથ્થું મળે છે પરંતુ હોળી પછી પણ હજુ સુધી DAનું એલાન કરવામાં આવ્યું નથી. હવે અનેક રાજ્યોમાં આ અંગે પણ માગ ઊઠી રહી છે.

  • મોંઘવારી ભથ્થાનો નિર્ણય ન આવતા કર્મચારીઓ પરેશાન
  • આશા હતી કે આજે લેવાશે આ અંગે નિર્ણય
  • પરંતુ કર્મચારીઓને વધુ સમય જોવી પડશે રાહ

સરકાર નિયમાનુસાર મોંઘવારી ભથ્થું જાન્યુઆરી અને જૂલાઈ આસપાસ આપે છે. મોટાભાગે તેની ઘોષણા હોળી અને દીવાળી પહેલાં થતી હોય છે. આ મોંઘવારી ભથ્થું કર્મચારીઓની સેલેરીમાં ઊમેરવામાં આવતું હોય છે. પરંતુ આ વખતે હોળી સુધી પણ તેની કોઈ ઘોષણા કરવામાં આવી નથી. 

વધુ સમય જોવી પડશે રાહ
આજે કર્મચારીઓ આશા રાખી રહ્યાં હતાં કે આજે થનારી કેબિનેટ મિટીંગમાં નરેન્દ્ર મોદી આ મુદા પર નિર્ણય લેશે પરંતુ સૂત્રોની માહિતી અનુસાર આજે પણ આ મીટિંગ કેન્સલ થઈ છે. હોળી પહેલા આ મુદાને આવતી બેઠક માટે પોસ્ટપોન કરવામાં આવી હતી અને હોળી બાદ બેઠક ન યોજાતા સરકારી કર્મચારીઓને હજુ થોડા સમય સુધી રાહ જોવી પડી શકે છે. આશરે 1 અઠવાડિયા બાદ આ અંગે કોઈ નિર્ણય આવી શકે છે.

વધી રહેલી મોંઘવારીથી લોકો પરેશાન
હાલમાં જ છૂટક ફુગાવો જાન્યુઆરી મહિનામાં ત્રણ મહિનાનાં સૌથી ઉચ્ચ સ્તર 6.52% પર પહોચ્યો હતો. ફેબ્રુઆરીમાં જથ્થાબંધ ફુગાવાનો મોંઘવારી દરનો આંકડો હાલમાં કાબૂમાં આવ્યો છે જેના કારણે મોંઘવારી થોડી સ્થિર થઈ છે. ગ્રાહક ભાવ સૂચકાંક આધારિત ફુગાવો ડિસેમ્બરમાં 5.72% અને જાન્યુઆરી 2022માં 6.1% હતો. ખાદ્ય પદાર્થોનો મોંઘવારી દર 5.94% જે ડિસેમ્બરમાં 4.19% હતો. આ આંકડાઓ જણાવી રહ્યાં છે કે ખાવા-પીવાની સામગ્રીમાં થતાં ભાવવધારાથી લોકો પરેશાન છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ