બ્રેકિંગ ન્યુઝ

logo
logo

પ્રધાનમંત્રી મોદી આજથી 2 દિવસ માટે ગુજરાત પ્રવાસે, 2 દિવસમાં 6 જનસભા સંબોધશે

logo

ટીવી શો 'અનુપમા'ની અભિનેત્રી રૂપાલી ગાંગુલી ભાજપમાં જોડાઈ, તાજેતરમાં જ કર્યા હતા PM મોદીના વખાણ

logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

VTV / વિશ્વ / Deadly cold kills 60: Snow devastates USA

શિયાળુ તોફાન / કાતિલ ઠંડીએ 60 લોકોના જીવ લીધા: USAમાં બરફે મચાવી તબાહી, VIDEO માં જુઓ ભયાનક દ્રશ્યો

Priyakant

Last Updated: 10:39 AM, 27 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુએસમાં "બોમ્બ ચક્રવાત" એટલે શિયાળુ તોફાન વચ્ચે હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા

  • કોરોના બાદ અમેરિકા વધુ એક સંકટ 
  • USAમાં બરફે મચાવી તબાહી
  • કાતિલ ઠંડીએ 60 લોકોના જીવ લીધા

એક તરફ ચીનમાં કોરોના વાયરસનો બોમ્બ ફૂટ્યો છે અને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, ત્યારે અમેરિકા વધુ એક સંકટનો સામનો કરી રહ્યું છે. અહીં બોમ્બ સાયક્લોન એટલે કે 'શિયાળુ તોફાન'એ લાખો લોકોનું જીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે. બરફના તોફાને ક્રિસમસ સેલિબ્રેશનના તમામ આયોજનો ધોવાઈ ગયા છે. મજબૂરીમાં લોકોને તેમના ઘરોમાં કેદ કરવા મજબૂર બન્યા છે. યુએસમાં "બોમ્બ ચક્રવાત" વચ્ચે હવામાન સંબંધિત ઘટનાઓમાં ઓછામાં ઓછા 60 લોકોના મોત થયા છે. 

નેશનલ ગાર્ડ ટુકડીઓ સ્થાનિક કટોકટી કર્મચારીઓ અને રાજ્ય પોલીસને મદદ કરી રહી છે કારણ કે, ક્રૂ વીજળી વિના કાર અને ઘરોમાં ફસાયેલા લોકોને બચાવે છે. યુએસ પ્રમુખ જો બિડેને કહ્યું કે, મારું હૃદય તે લોકો સાથે છે જેમણે આ રજાના સપ્તાહમાં પ્રિયજનોને ગુમાવ્યા છે. જો સ્થાનિક મીડિયાના અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો બોમ્બ ચક્રવાતને કારણે 14 લાખથી વધુ ઘરોની વીજળી ડુલ થઈ ગઈ છે. તાપમાન -45 ડિગ્રી સુધી ઘટી ગયું છે. અંધારપટ અને તાપમાનમાં ઘટાડાથી જનજીવન થંભી ગયું છે.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અમેરિકાના પશ્ચિમી રાજ્ય મોન્ટાનામાં લઘુત્તમ તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું છે. નેશનલ વેધર સર્વિસ કહે છે કે ડેસ મોઇન્સ, આયોવામાં તાપમાન -37°F (-38°C) હતું, જે 5 મિનિટથી પણ ઓછા સમયમાં હિમ લાગવાનું કારણ બની શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જો કોઈ વ્યક્તિ આ સ્થિતિમાં ખુલ્લી હવાના સંપર્કમાં આવે છે, તો તેની ત્વચા ઠંડીને કારણે મરી શકે છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં લગભગ 60 લોકોના મોતના સમાચાર છે. ન્યૂયોર્કમાં સૌથી વધુ 27 મોત થયા છે.

ઓહાયોના ગવર્નરના જણાવ્યા અનુસાર વર્તમાન પરિસ્થિતિને કારણે મોટાભાગના મૃત્યુ રસ્તાઓ પર થઈ રહ્યા છે. તેમણે લોકોને જ્યાં સુધી સ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી ઘરમાં જ રહેવાની અપીલ કરી છે. આ તરફ ન્યૂયોર્કના ગવર્નર કેથી હોચુલે શહેરમાં કટોકટી જાહેર કરી છે. અહીં પણ તાપમાન -45 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. સ્થિતિ કેટલી ખરાબ છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, ઘરોની અંદર બરફ જમા થઈ રહ્યો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ