બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / DCGI's Subject Expert Committee recommends Serum Institute's qHPV) vaccine for cervical cancer patients

મોટી રાહત / સર્વાઈકલ કેન્સરથી પીડિત દર્દીઓ હવે સિરમની સ્વદેશી વેક્સિન લઈ શકશે, સરકારી પેનલે કરી ભલામણ

Hiralal

Last Updated: 10:45 PM, 15 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગદર્નના કેન્સરથી પીડિત દર્દીઓ હવે સિરમ ઈન્સ્ટીટ્યુટની સ્વદેશી વેક્સિન qHPV લઈ શકશે, સરકારી પેનલે આ વેક્સિનની ભલામણ કરી દીધી છે.

  • ગર્દનના કેન્સરથી પીડિત દર્દીઓને વધુ એક રાહત
  • DCGIએ સિરમની qHPV વેક્સિનની કરી ભલામણ
  • સરકાર ટૂંક સમયમાં આપશે મંજૂરી 
  • 9 થી 26 વર્ષની વયના લોકોને લાગશે આ વેક્સિન 

DCGIએ 9 થી 26 વર્ષની વયના લોકો માટે ગર્દનના કેન્સરથી પીડિત દર્દીઓ માટે સ્વદેશી વેક્સિન quadrivalent human papillomavirus (qHPV)ની ભલામણ કરી છે. પેનલની ભલામણ બાદ ટૂંક સમયમાં સરકાર તેને મંજૂરી આપી દેશે. સામાન્ય રીતે પેનલની ભલામણને મંજૂરી સમાન માનવામાં આવતી હોય છે કારણ કે ડેટા રિસર્સના પૂરતા અભ્યાસ બાદ કોઈ વેક્સિનની ભલામણ કરવામાં આવતી હોય છે અને સરકાર પણ તેને મંજૂરી આપી દેતી હોય છે. 

કેન્સર જીવલેણ બિમારી
કેન્સર એક એવી જીવલેણ બિમારી છે, જેનું નામ સાંભળીને જ લોકો ડરી જાય છે અને આ બિમારીની દવા અથવા વેક્સિન શોધવાની કોશિશ છેલ્લા કેટલાય વર્ષોથી થઈ રહી છે, પણ હજૂ સુધી સફળતા મળી નથી. પણ હવે, કોલોરેક્ટલ કેન્સરની એક નવી દવા શોધકર્તાઓને ત્યારે ચોંકાવી દીધા, જ્યારે જાણવા મળ્યું કે, ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન કેન્સરથી પ્રભાવિત તમામ દર્દીઓમાંથી કેન્સરનો વાયરસ ગાયબ થઈ ગયો હતો.

ક્યા દર્દીઓ પર થઈ શકે છે ઉપયોગ

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, dostarlimab દવાનો ઉપયોગ ફક્ત દશમાં કોલોરેક્ટલ કેન્સરના દર્દીઓ પર કરી શકાય છે. જેમના ટ્યૂમરમાં આનુવંશિક ઉત્પરિવર્તન હોય છે. આ રિસર્ચ પેપરને લખનારા મુખ્ય લેખકોમાં એક ડો. લુઈસ ડિયાઝે કહ્યું કે, મારુ માનવું છે કે, કેન્સરના ઈતિહાસમાં આ પ્રથમ વાર બન્યું છે. તેમણે કહ્યું કે, હકીકતમાં તે રોમાંચક છે. મને લાગે છે કે, આ દર્દીઓ માટે એક સારુ પગલું છે. ડો. ડિયાઝ, જે વ્હાઈટ હાઉસના રાષ્ટ્રીય કેન્સર સલાહકાર બોર્ડના સભ્ય પણ છે. તેમણે જણાવ્યું છે કે, આ શોધ માઈલસ્ટોન સાબિત થઈ હતી. તેમણે કહ્યું કે, અમે તપાસ કરી રહ્યા છીએ કે, શું આ રીત અન્ય કેન્સરના દર્દીઓમાં મદદ કરી શકશે. દર્દીઓને બચાવવા માટે સંભાવનાઓ અત્યંત ઓછી થતીં જાય છે અને ટ્યૂમર એમએમઆરડી થઈ શકે છે. તેમણે કહ્યું કે, અમે હાલમાં ગેસ્ટ્રિક, પ્રોસ્ટેટ અને અગ્નાશયના કેન્સરના દર્દીઓનું રજીસ્ટ્રેશન કરી રહ્યા છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ