બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Dark repercussions in Kishan murder case in Gujarat, rallies in many places and tight closure

આક્રોશ / કિશન હત્યા કેસમાં ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત, અનેક જગ્યાએ રેલી અને સજ્જડ બંધ

Mehul

Last Updated: 12:43 PM, 30 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ધંધુકામાં ભરવાડ યુવકની કરવામાં આવેલી નિર્મમ હત્યા અને રાઘનપૂરમાં યુવતી પર થયેલા નિર્લજ્જ  હુમલાના  પડઘા ગુજરાતભરમાં. ઠેર-ઠેર બંધ અને રેલી. હિંદુ સંગઠનનો આક્રોશ. કડક સજા કરો

  • ધંધુકા- રાઘનપૂરનો ઘટના અંગે ઉગ્ર આક્રોશ 
  • સૌરાષ્ટ્ર-ગુજ્રરાતમાં ઠેર-ઠેર બંધ, રેલીઓ કાઢી 
  • હિંદુ સંગઠનોની માગ,આરોપીઓને કડક સજા 


ધંધુકામાં ભરવાડ યુવકની કરવામાં આવેલી નિર્મમ હત્યા અને રાઘનપૂરમાં યુવતી પર થયેલા નિર્લજ્જ  હુમલાના  પડઘા ગુજરાતભરમાં પડી રહ્યા છે. બીજી બાજુ હત્યા કેસમાં  ATS પણ ઘટનામાં સંડોવાયેલા અને મદદગાર આરોપીઓ સુધી પહોચી ગઈ છે અને એક-એકને શોધીને દબોચી રહી છે. આ તરફ હત્યાનો વિરોધ કરવા અને સંવેદના વ્યક્ત કરવા સાથે હત્યાને વખોડવાનો સિલસિલો ગામ-પરગામ યથાવત છે. 

 

સાવલી-જામનગરમાં બંધ 

ધંધુકાના યુવકની હત્યાના પડઘા સાવલીમાં પડ્યા છે. હિંદુ સંગઠનોએ મૌન પાળીને મૃતકને  શ્રદ્ધાંજલિ પાઠવી હતી.ત્યાર બાદ જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા. સાવલીના ગાંધી ચોકથી મામલતદાર કચેરી સુધી રેલી કાઢવામાં આવી હતી.અને ત્યાર બાદ મામલતદારને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. તો જામનગરના ફલ્લામાં પણ રેલી કાઢવામાં આવી હતી. હિન્દુ સંગઠનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી ધંધુકા -રાધનપૂરની ઘટના અંગે રોષ વ્યક્ત કર્યો હતો અને ઘટનાને વખોડી કાઢવામાં આવી હતી  

 

તારાપુર -આટકોટ બંધ,કાલે જસદણ-વિંછીયા 

ધંધુકા-રાધનપૂરની ઘટનાને વખોડતા આણંદનું તારાપુર સજ્જડ બંધ રહ્યું હતું. કિશન ભરવાડની હત્યાના વિરોધમાં તારાપુર બંધનું એલાન અપાયું હતું. નગરજનો સ્વયંભુ બંધમાં જોડાયા હતા. તો જસદણનું આટકોટ ગામ આજે બપોર સુધી સજ્જડ બંધ રહ્યું છે. આટકોટના વેપારીઓએ બંધ પાળી બંધને સમર્થન જાહેર કરતા આરોપીઓને કડક સજા કરવા માટે માગણી પણ કરી છે. હવે આવતીકાલે જસદણ અને વીંછીયા બંધનું એલાન અપાયું છે જેમાં મૌન રેલી કાઢી વિરોધ પ્રદર્શિત કરવામાં આવશે 

પડઘા ભાભરમાં પણ 

ધંધુકા તેમજ રાધનપુરમાં હિન્દુ યુવક-યુવતીઓ પર હુમલાની ઘટનાને વખોડતા બનાસકાંઠાના ભાભર શહેરમાં હિન્દુ સંગઠનોએ બંધનું એલાન આપ્યું છે. શહેરના તમામ વેપારીઓએ બંધને સમર્થન પણ આપ્યું છે.  હિન્દુ સંગઠનોએ બંધમાં જોડાવા માટે અપીલ પણ કરી છે. 


 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ