ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / VTV વિશેષ / અન્ય જિલ્લા / Cyclone Maha on track to hit Gujarat on Thursday
ADVERTISEMENT
ADVERTISEMENT
ગીર સોમનાથનાં કોડીનાર તાલુકાથી 20 કિલોમીટર દૂર આવેલા માઢવાડ બંદર આવેલ છે. 4 હજારથી વધુની વસ્તી ધરાવતા માઢવાડ ગામવાસીઓ ની એક જ માંગ છે કે તેમને પ્રોટેકશન વોલ બનાવી આપવામાં આવે. કારણ કે માઢવાડનો દરિયો લોકોનાં દરવાજા પર દસ્તક દઈ રહ્યો છે. સમુદ્રમાં કરન્ટ હોવાથી દરિયો મકાનોની દીવાલો સાથે અથડાય રહ્યો છે. છેલ્લા એક દાયકાથી માઢવાડ ગામે દરિયાની થપાટો થી અનેક મકાન ધરાશાયી થઈ ચૂક્યા છે.
માઢવાડમાં દરિયો ગાંડો થાય ત્યારે લોકોના ઘરમાં ઘૂસે છે પાણી
ADVERTISEMENT
જ્યારે વાવાઝોડાની આગાહી હોય છે ત્યારે દરિયો ગાંડો થાય છે અને લોકોનાં ઘરમાં દરિયાનું પાણી ઘૂસી જાય છે. માઢવાડ ગામ આખું માછીમારી પર નિર્ભર છે. ગામ લોકોનાં કહેવા પ્રમાણે દરિયા કિનારે રેતીનું પ્રમાણ ઘટી રહ્યું છે. જેના કારણે દરિયો આગળ વધી રહ્યો છે.
સરકાર પ્રોટેક્શન વોલ બનાવી દે તો સારું
ADVERTISEMENT
સાથોસાથ ગામલોકો એવું પણ જણાવી રહ્યા છે કે, 'સરકાર જો પ્રોટેક્શન વોલ ન બનાવી શકે તો અમોને અન્યત્ર જમીન ફાળવે તો અમો ગામ વાસીઓ ત્યાં મકાન બનાવીને વસી જઈએ અને હાલનું ગામ ખાલી કરી આપીએ.'
ADVERTISEMENT
અત્યાર સુધીમાં 30 મકાન પડી ચૂક્યા
જ્યારે જ્યારે અરબી સમુદ્રમાં ડીપ ડિપ્રેશન કે સાઈકલોનીક સર્ક્યુલેશન સર્જાય છે ત્યારે ત્યારે માઢવાડ બંદર પર આફત આવે છે.અત્યાર સુધીમાં અહીં 30 થી વધુ મકાનો પડી ચુક્યા છે. તો એટલાજ અન્ય મકાનો ડેમેજ થયા છે. વાયુ વાવાઝોડાની અસર હતી ત્યારેજ આ ઘટના બની હતી. સમુદ્રી મોજાની થપાટ વારંવાર અહીંના મકાનો ને લાગે છે. અહીંના લોકો દિવસ તો જેમ તેમ કરીને કાઢે છે. પરંતુ રાત્રી ભયાવહ બને છે.
ADVERTISEMENT
તંત્રને વારંવાર રજૂઆત છતાં નથી લેવાતા પગલા
ઘૂઘવતો સમુદ્ર હમણાં જ ઘરમાં ઘુસી આવશે તેવો ભય સતત અહીંના લોકો સેવી રહ્યા છે.વારંવાર સરકારમાં અને તંત્રને રજુઆત કરવા છતાં ગામલોકોની રજુઆત કોઈ કાને ધરતું નથી.આપતી સમયે સરકારના કોઈ મંત્રી અથવા તો વહીવટી અધિકારી અહીં આવી ચડે છે. ગામ ખાલી કરવાની વાતો કરે છે.ઠાલા આશ્વસનો આપી ચાલ્યા જાય છે. ગામલોકો સહકાર આપી ગામ ખાલી કરી આપે છે.
ADVERTISEMENT
ઠાલા વચનો આપી ચાલ્યા જાય છે અધિકારીઓ અને નેતાઓ
આપદા પુરી થયા બાદ ગામલોકોએ પોતેજ પોતાની રીતે પાછા ફરી પોતાના ઘરની મરમ્મત કરાવવી પડે છે.કોઈ નેતા કે આગેવાન કે પછી સરકારી તંત્રનાં અધિકારી પાછું વળીને જોતા પણ નથી.વર્તમાન પરિસ્થિતિમાં મહા વાવાઝોડાના સંકટને લઈ કોડીનારનાં ટીડીઓ માઢવાડ ગામે આવ્યા હતા.ગામલોકોને આશ્વાસન આપ્યું અને જરૂર જણાયે મકાનો ખાલી કરવા સમજાવટ કરી હતી.
હાલ મહા વાવાઝોડાની દહેશતને પગલે ગીર સોમનાથ કલેકટરે જિલ્લા વહીવટી તંત્રની બેઠકને અનુસંધાને કોડીનાર ટીડીઓ માઢવાડ પહોંચ્યા હતા.પંચાયત દ્વારા ગામલોકોને સ્થળાંતર અંગે નોટિસ બજાવી માહિતગાર કર્યા હતા.
1987 થી કરાઇ રહી છે માંગણી
ત્યારે ગામલોકો એ પોતાની વર્ષો જૂની માગણી દોહરાવી હતી.જેમાં પ્રોટેક્શન વોલની તેમજ જમીનની માગણી હતી.આ સંદર્ભે ટીડીઓ એ જણાવ્યું હતું કે, '1987 ની લોકોની માગણી હતી જે હાલ પેન્ડિંગ છે. કરોડોનો ખર્ચ હોય અને ઉપલા લેવલેથી નિર્ણય લેવાનો થાય છે.
મહા વાવાઝોડાને લઈ ગીર સોમનાથ નાં માઢવાડ બંદરની સ્થિતિ દયાજનક બની છે.1983 બાદ 2019 માં વાયુ વાવાઝોડા દરમિયાન 30 થી વધુ મકાન જમીન દોસ્ત થઈ દરિયામાં ગરક થઈ ગયા છે.વધુમાં દર ચોમાસે સમુદ્રની કાળી થપાટ લાગી લાગીને અનેક મકાનો ડેમેજ થયા છે.ત્યારે ગામલોકોની યોગ્ય માગણી સરકાર દ્વારા વહેલી તકે સંતોષવામાં આવે તેવું માઢવાડ નાં લોકો ઇચ્છી રહ્યા છે.જો આ મહા વાવાઝોડું આવે તો આ માઢવાડ બંદર સાવ સાફ થઈ જાય તેવી શકયતા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સૌથી વધુ વંચાયેલું
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
Nana Patekar Funeral / નાના પાટેકરના અંતિમ સંસ્કાર સૂર્યાસ્ત બાદ કેમ કરાયા? પુત્ર મલ્હારે જણાવ્યું કારણ
ADVERTISEMENT