બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / cyber fraud new case from jalandhar businessman loses rs 4 45 lakhs

સાયબર ફ્રોડ / મોબાઇલમાં મેસેજ આવ્યો ને વેપારીના એકાઉન્ટમાંથી સાડા 4 લાખ ઉપડી ગયા, જો-જો તમે આવી ભૂલ કરતા!

Arohi

Last Updated: 12:03 PM, 18 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyber Fraud Case: હાલમાં સાઈબર ફ્રોડ સાથે જોડાયેલો એક નવો કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વેપારીના એકાઉન્ટમાંથી સાડા 4 લાખ રૂપિયા ઉપડી ગયા. તમે પણ આવી ભૂલ ભૂલથી પણ ન કરતા.

  • સામે આવ્યો સાઈબર ફ્રોડનો વધુ એક કિસ્સો 
  • વેપારીના એકાઉન્ટમાંથી ઉપડી ગયા સાડા 4 લાખ
  • જો-જો તમે આવી ભૂલ કરતા

સાઈબર ફ્રોડનો એક નવો કેસ સામે આવ્યો છે જ્યાં એક બિઝનેસમેનના બેંક એકાઉન્ટમાંથી 4.5 લાખ રૂપિયા કપાઈ ગયા. હકિકતે પંજાબના શહેર જલંધર સ્થિત એક બિઝનેસ મેન અચાનક એક સાઈબર ફ્રોડનો શિકાર થઈ ગયા. આ ફ્રોડમાં તેમના એકાઉન્ટમાંથી 4.5 લાખ રૂપિયા કપાઈ ગયા. 

બિઝનેસમેનની પાસે SMS આવ્યો અને તેમાં ક્રેડિટ કાર્ડ પર ખૂબ જ લોભામણી ઓફર આપવામાં આવી. તેની સાથે જ એક લિંક આપવામાં આવી જેના પર ક્લિક કરતા જ સાઈબર ફ્રોડનો શિકાર થઈ ગયા.

SMS મોકલી કરી છેતરપિંડી 
હકીકતે જલંધરના શક્તિ નગરના રહેવાસી વ્યક્તિના સ્માર્ટફોનમાં એક SMS આવ્યો તેમને લાગ્યું કે આ મેસેજ બેંકની તરફથી આવ્યો છે અને તેમણે આ SMSમાં આવેલી લિંક પર ક્લિક કરી દીધુ. 

થોડી મિનિટોમાં થઈ ગયા પાંચ ટ્રાન્ઝેક્શન 
મેસેજમાં આવેલી લિંક પર ક્લિક કર્યા બાદ વ્યક્તિના એકાઉન્ટમાંથી થોડી જ મિનિટોમાં 4.5 લાખ રૂપિયા ઉડી ગયા. આ એમાઉન્ટ અલગ અલગ બેંકના એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ. 

નોંધાલી પોલીસ ફરીયાદ 
પીડિતે તરત આ મામલાની જાણકારી પોલીસને આપી અને ફરીયાદ નોંધાવી, આ મામલો સાઈબર ક્રાઈમની ટીમને આપવામાં આવ્યો છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ