બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / અજબ ગજબ / cyber fraud 70 year old falls victim to online scam without click

ફ્રોડ એલર્ટ! / પહેલાં 44 હજાર પછી 50 હજાર, એ પણ ના કોઇ મેસેજ, ના કોઇ ક્લિક..., છતાંય એકાઉન્ટમાંથી પૈસા ઉપડી ગયા

Manisha Jogi

Last Updated: 11:15 AM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો છે. જેમાં વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ અલગ રીતે ખાલી કરવામાં આવે છે. મુંબઈમાં રહેતા 70 વર્ષીય વૃદ્ધ વ્યક્તિના એકાઉન્ટમાંથી હજારો રૂપિયાની ઉઠાંતરી થઈ છે.

  • સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો
  • બેન્ક એકાઉન્ટ અલગ રીતે ખાલી કરવામાં આવ્યું
  • એકાઉન્ટમાંથી હજારો રૂપિયાની ઉઠાંતરી થઈ

સાયબર સ્કેમનો નવો કેસ સામે આવ્યો છે. જેમાં વ્યક્તિનું બેન્ક એકાઉન્ટ અલગ રીતે ખાલી કરવામાં આવે છે. સ્કેમર્સ બેન્ક એકાઉન્ટ પર હાથ સાફ કેવી રીતે કરે છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. મુંબઈમાં રહેતા 70 વર્ષીય વિશ્વજીત ઘોષાલ સેંટાક્રૂઝમાં રહે છે. એક દિવસ અચાનક બે મેસેજ આવે છે, જેમાં પૈસા ડેબિટ થયા છે તેવું જણાવ્યું હતું.

આ વૃદ્ધ વ્યક્તિને 23 નવેમ્બરે રાત્રે 09:30 વાગ્યે બે મેસેજ આવ્યા હતા, જેમાં જણાવ્યું હતું કે, તેમના એકાઉન્ટમાંથી હજારો રૂપિયા લેવામાં આવ્યા છે. સૌથી પહેલા 44,889 રૂપિયા કટ થવાનો મેસેજ આવ્યો, ત્યાર પછી 50,975 રૂપિયા કટ થવાનો મેસેજ આવ્યો. તમને જણાવી દઈએ કે, આ બંને નાણાંકીય વ્યવહાર એક જ એકાઉન્ટમાં થયા હતા. 

કસ્ટમર કેયરનો કોલ
આ વૃદ્ધ વ્યક્તિએ રાત્રે કસ્ટમર કેયરમાં કોલ કર્યો. ત્યારપછી આ ટ્રાન્ઝેક્સની જાણકારી આપી હતી. આ વૃદ્ધ વ્યક્તિને કોલ આવ્યો નહોતો અને કોઈ લિંક પર ક્લિક પણ કર્યું નહોતું, તો ક્રેડિટ કાર્ડથી પૈસા કટ કેવી રીતે કરવામાં આવ્યા. 

પોલીસ કમ્પલેઈન
વિક્ટીમે આ સમગ્ર મામલાની ગંભીરતા સમજીને પોલીસને આ વાતની જાણકારી આપી હતી. આરોપીઓ વિરુદ્ધ પોલીસ કમ્પ્લેઈન દાખલ કરવામાં આવી છે. 

સ્કેમર્સ ચોરીછુપીથી ફોનમાં એપ્લિકેશન ઈન્સ્ટોલ કરે છે. ત્યારપછી બેન્ક ડિટેઈલ્સ અને UPI ડિટેઈલ્સની ચોરી કરીને બેન્ક એકાઉન્ટમાં હાથ સાફ કરે છે. આ પ્રકારના સ્કેમથી બચવા માંગો છો તો કોઈપણ અજાણ્યો નંબર, સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તથા ટેક્સ્ટ મેસેજમાં આવતી અજાણી લિંક પર ક્લિક ના કરવું જોઈએ. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ