બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / CWC meeting rahul gandhi and sonia gandhi

નિવેદન / CWC બેઠકમાં નેતાઓ વચ્ચેના ખટરાગને જોઇને રાહુલ ગાંધીને આવ્યો ગુસ્સો, કહ્યું કે બસ હવે...

Published By: Divyesh

Last Updated: 09:40 AM, 23 January 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસની ગઇકાલે મળેલી વર્કિંગ કમિટીની બેઠક (CWC)માં બે દિગ્ગજ નેતાઓ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેને લઇને રાહુલ ગાંધીએ ગુસ્સામાં કહ્યું હતું કે, બસ હવે આને અહીં જ પુરુ કરો.

કોંગ્રેસમાં આંતરિક કલહ શુક્રવારે એવા સમયે એકવાર ફરી એવા સમયે સામે આવ્યો જ્યારે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પત્ર લખીનારા એવા કેટલાંક નેતાઓ પર નિશાન સાધ્યું જે છેલ્લા કેટલાંક મહિનાઓથી સંગઠનાત્મક ચૂંટણીની માંગ કરી રહ્યાં છે. સૂત્રોના જણાવ્યાં મુજબ ગેહલોતની ટીપ્પણી પર પાર્ટીના વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પ્રતિક્રિયા આપી અને કહ્યું કે આ અપમાનજનક છે. 
 

સૂત્રોને મળતી માહિતી મુજબ બેઠક દરમિયાન કોંગ્રેસ નેતાઓ વચ્ચેના ટકરાવને જોઇને પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે અમે બધાની ભાવનાઓનું સન્માન કરીએ છીએ અને ચૂંટણી કરાવીને આ મુદ્દાને અહીં જ પુરો કરવામાં આવે. સૂત્રોને જણાવ્યાં અનુસાર ગેહલોતે બેઠકમાં કહ્યું કે આપણે બધા લોકો આટલા વર્ષોમાં ચૂંટણીથી નથી આવ્યાં, પરંતુ પસંદગીની પ્રક્રિયા માંથી પસાર થઇને આવ્યાં છીએ. 

સૂત્રોને જણાવ્યું કે ગેહલોતે કોઇપણ નેતાનું નામ લીધા વગર એમ પણ કહ્યું કે વર્ષો સુધી કોઇપણ ચૂંટણી વગર CWCમાં રહેનારા લોકો ચૂંટણીની માંગ કરી રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે આંતરિક લડાઇ છોડીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાવાળી ભાજપ પાર્ટી સામે લડવાની જરૂરિયાત છે અને ચૂંટણીનો મુદ્દો કોંગ્રેસ અધ્યક્ષ પર છોડી દેવો જોઇએ અને તેમના પર ભરોસો કરવો જોઇએ. 
 


સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વરિષ્ઠ નેતા અંબિકા સોની, કોંગ્રેસ મહાસચિવ તારિક અનવર, હરીશ રાવત અને કેટલાક અન્ય નેતાઓએ ગેહલોતની વાતનું સમર્થન કર્યું. જો કે એક મળતા અહેવાલ મુજબ ગેહલોતે ભલે કોઇ નું નામ ના લીધું હોય, પરંતુ આનંદ શર્માએ તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ તેઓ માટે અપમાનજનક છે. જેના પર અંબિકા સોનીએ કહ્યું ગેહલોત કોઇપણ નેતાઓની વાત નથી કરી રહ્યાં, પરંતુ ભાવનાત્મક મુદ્દો ઉઠાવી રહ્યાં છે. 

રાહુલ ગાંધીએ કહ્યું કે ચૂંટણી કરાવીને આ મુદ્દાને પુરો કરો

સૂત્રોના જણાવ્યાં મુજબ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ બધાની ભાવનાઓનું સન્માન કરે છે અને ચૂંટણી કરાવીને આ મુદ્દાને અહીંયા જ પુરુ કરવામાં આવે આગળ પાર્ટીએ ખેડૂતોના મુદ્દે અને રાષ્ટ્રીય સુરક્ષાના વિષય પર ભાર મુકવો જોઇએ. જો કે સૂત્રને મળતી માહિતી મુજબ હરીશ રાવત અને અન્ય નેતાઓએ રાહુલ ગાંધીને ફરી કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની અંગે રજૂઆત કરી. જો કે ગુલામ નબી આઝાદ અને આનંદ શર્માએ સંગઠનની ચૂંટણીની માંગ ફરી કહી. 

કોંગ્રેસ પાર્ટીની વર્કિંગ કમિટીની બેઠકમાં ગઇકાલે અમુક નેતાઓ દ્વારા પાર્ટીની અંદર આંતરિક ચૂંટણીઓ કરાવવાની અપીલ કરાવવામાં આવી હતી, ત્યારે રાજસ્થાન સીએમ અશોક ગેહલોત ગુસ્સે થયા હતા તેમણે સવાલ ઉઠાવતા આ નેતાઓને પૂછ્યું હતું કે ચૂંટણીની એટલી ઉતાવળ શા માટે છે? શું આ નેતાઓને સોનિયા ગાંધીના નેતૃત્વ પર ભરોસો નથી?

સંકળાયેલા મુદ્દાઓ

CWC rahul gandhi કોંગ્રેસ રાહુલ ગાંધી Rahul Gandhi

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ