બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / customers have to bear the humiliation in this restaurant waiters insults

ખરું કહેવાય / અનોખી સર્વિસ ! દુનિયાના આ રેસ્ટોરન્ટમાં વેઈટરો ગ્રાહકોની ઉડાવે છે મજાક, ગ્રાહકો બેઈજ્જતી કરે છે સહન

Premal

Last Updated: 05:32 PM, 23 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વભરમાં ઘણી એવી ગજબની રેસ્ટોરન્ટ રહેલી છે, જ્યાં ગયા બાદ ગ્રાહકો હેરાની દર્શાવે છે. ઓસ્ટ્રેલિયાના સિડનીમાં રહેલી એક રેસ્ટોરન્ટની સર્વિસને લઇને લોકો સવાલ ઉઠાવી રહ્યાં છે, પરંતુ રેસ્ટોરન્ટમાં ગયા બાદ સારું ભોજન જમીને ગ્રાહકોનુ મન બદલાઈ જાય છે.

  • વિશ્વના આ રેસ્ટોરન્ટમાં વેઈટરો ગ્રાહકોની કરે છે બેઈજ્જતી
  • બેઈજ્જતી કર્યા બાદ પણ ગ્રાહકો વેઈટરોને આપે છે ટિપ
  • ગ્રાહકો પણ વેઈટરો સાથે હસતા-હસતા કરે છે મજાક

વેઈટરો ગેરવર્તન કરે છે તેમ છતાં આવે છે ગ્રાહકો 

આ રેસ્ટોરન્ટમાં રહેલા વેઈટરો આવનારા ગ્રાહકો સાથે ગેરવર્તન કરે છે. ગ્રાહકો જ્યારે ઓર્ડર આપે છે ત્યારે રેસ્ટોરન્ટમાં કામ કરનારા વેઈટરો ગ્રાહકોની બેઈજ્જતી કરે છે. હવે તમે વિચારી રહ્યાં હશો કે આખરે આવુ કેમ થાય છે. તો ચાલો જાણીએ કે અમે તમને જણાવીએ છીએ કે ગ્રાહકોની બેઈજ્જતી થયા બાદ પણ રેસ્ટોરન્ટની કેવીરીતે વાહવાહી થાય છે. કરન્સ ડિનર નામના રેસ્ટોરન્ટમાં ગ્રાહકો શાનદાર ફૂડની મજા માણવા માટે આવે છે અને તેના બદલામાં રેસ્ટોરન્ટમાં રહેલા વેઈટરો તેમની સાથે ખરાબ વર્તન કરે છે. ગ્રાહકોએ મજાક પણ સહન કરવી પડે છે.  સૌથી ચોંકાવનારી વાત એ છે કે વેઈટરો ગ્રાહકોની બેઈજ્જતી કરતા હોવા છતાં ગ્રાહકો વેઈટરને ટિપ આપે છે. આ રેસ્ટોરન્ટનો ઉદ્દેશ્ય Great Food, Terrible Service છે. એટલેકે સારા ખાન-પાનની સાથે અલગ પ્રકારની સર્વિસ આપવામાં આવે છે. જ્યારે વેઈટર ખરાબ વર્તન કરે છે તો ગ્રાહકો પણ હસતા-હસતા મજાક કરે છે.

ઓસ્ટ્રેલિયા અને બ્રિટનમાં ખુલી છે રેસ્ટોરન્ટ

જો કે, અત્યારે ઓસ્ટ્રેલિયા સિવાય બ્રિટનમાં પણ કરન્સ ડિનર નામની રેસ્ટોરન્ટ રહેલી છે. જેની ખાસિયતના કારણે ગ્રાહકો અહીં આવે છે અને સારું ભોજન કરે છે. ઉલ્લેખનીય છે કે રેસ્ટોરન્ટનું નામ અમેરિકી સ્લૈંગ પર રાખવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે, ક્યારેય ન સંતુષ્ટ થનારું અધેડ. સૌથી પહેલા આ રેસ્ટોરન્ટને ઓસ્ટ્રેલિયાની સિડનીમાં ખોલવામાં આવી હતી. ત્યારબાદ બ્રિસ્બેનમાં ઓપન થઈ. મીડિયા રિપોર્ટસ મુજબ હવે તેને અન્ય શહેરોમાં ખોલવાનો પ્લાન છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ