બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / CSK CEO opens up on Jadeja's miscue, says Dhoni's injury - He never complained

IPL 2023 / CSK ના CEO એ જાડેજા સાથે ખટપટ મુદ્દે કર્યો મોટો ખુલાસો, ધોનીની ઈજાને લઈને કહ્યું- તેમણે ક્યારેય ફરિયાદ કરી નથી

Megha

Last Updated: 01:27 PM, 22 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ફાઈનલ મેચ બાદ એમએસ ધોનીએ ખુશીથી જાડેજાને પોતાના ખભા પર ઉઠાવ્યો હતો ત્યારે એ બંને વચ્ચે થયેલ વિવાદની તમામ અટકળોનો અંત આવ્યો હતો હવે CSKના CEOએ પણ આ વિશે વાત કરી

  • ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને ધોનીના વખાણ કર્યા 
  • ધોની એ ક્યારેય ઘૂંટણના દુઃખાવા અંગે  ફરિયાદ કરી નહતી 
  • જાડેજા અને ધોની વચ્ચેના વિવાદમાં કેટલું સત્ય?

મહેન્દ્ર સિંહ ધોની આ નામને નાના બાળકથી લઈને ઘરડા લોકો સુધી લગભગ બધા જણાતા હશે. એ વાત જાણીતી છે કે હાલ જ ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ઘૂંટણની સર્જરી કરાવી છે. હાલમાં તે આરામ કરી રહ્યો છે. ત્રણ અઠવાડિયાના આરામ બાદ તે રાંચી જશે અને પોતાની ફિટનેસ માટે ટ્રેનિંગ શરૂ કરશે. જો કે તે આવતા વર્ષે જાન્યુઆરી પહેલા રમવાનું શરૂ નહીં કરે પણ બે મહિના લાંબી ચાલનાર IPL માટે ફિટનેસ પાછી મેળવવીએ 41 વર્ષીય ધોની માટે મોટો પડકાર રહેશે. 

ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને ધોનીના વખાણ કર્યા 
ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાની ટીમને ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023નું ટાઈટલ જીતવામાં મદદ કરી હતી અને એ સમયે ધોનીને ડાબા ઘૂંટણમાં ખરાબ રીતે ઈજા થઈ હતી. ધોની પાટો બાંધીને રમતો રહ્યો પરંતુ તે એક પણ મેચ ચૂક્યો નહતો. એવામાં હવે ચેન્નાઈ સુપર કિંગ્સના CEO કાશી વિશ્વનાથને ધોનીના ટીમ પ્રત્યેના સમર્પણની પ્રશંસા કરતાં કહ્યું કે 'અમે તેને ક્યારેય એવું પૂછ્યું નહોતું કે 'તમારે રમવાનું છે કે બહાર બેસવું છે' જો તે રમી શકે તેમ ન હોત તો તે સીધું આ વિશે કહી દેત. અમે જાણતા હતા કે તેમના માટે રમવું એક સંઘર્ષ હતો પરંતુ ટીમ પ્રત્યેનું તેમનું સમર્પણ, તેમની કેપ્ટનશીપ અને તેનાથી ટીમને મળતા ફાયદા વિશે દરેક લોકો જાણે છે. આ માટે આપણે તેમની પ્રશંસા કરવી જોઈએ.'

ક્યારેય ઘૂંટણના દુઃખાવા અંગે  ફરિયાદ કરી નહતી 
આગળ વાત કરતાં એમને જણાવ્યું હતું કે 'ફાઇનલ સુધી તેણે પોતાના ઘૂંટણ વિશે કોઈને ફરિયાદ કરી ન હતી. જો કે બધા જાણતા હતા કે તેઓ દોડતી વખતે સંઘર્ષ કરી રહ્યા છે એમ છતાં એમને એક વખત પણ આ અંગે ફરિયાદ કરી ન હતી. ફાઈનલ પછી ધોનીએ કહ્યું, 'ઓકે, હું સર્જરી કરાવી લઈશ.' તેની સર્જરી થઈ ગઈ છે, તે ખૂબ જ ખુશ છે અને હવે રિકવર થઈ રહ્યા છે. 

જાડેજાને આ માટે ખરાબ લાગ્યું હશે.
આપણે બધા જાણીએ છીએ કે ફાઈનલ મેચ બાદ એમએસ ધોનીએ ખુશીથી જાડેજાને પોતાના ખભા પર ઉઠાવ્યો હતો. આ ફોટો ઘણા વાયરલ થયો હતો જે બાદ એ બંને વચ્ચે થયેલ વિવાદની તમામ અટકળોનો અંત આવી ગયો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારબાદ જાડેજાએ આ ટાઇટલ ધોનીને સમર્પિત કર્યું હતું. એવામાં હવે CSKના CEOએ પણ આ વિશે વાત કરતાં જણાવ્યું કે, 'જાડેજા જાણતો હતો કે ધોની તેની પાછળ બેટિંગ કરવા આવે છે. ધોની જ્યારે પણ મેદાન પર આવે છે અથવા આવવાનો હોય ત્યારે તેને આવકારવાની દર્શકોની આ રીત છે. જાડેજાને આ માટે ખરાબ લાગ્યું હશે. આવી સ્થિતિમાં કોઈપણ ખેલાડી પર દબાણ આવી શકે છે. તેણે આ અંગે ફરિયાદ ન કરી પરંતુ ટ્વિટ કર્યું.'

મેચ જીત્યા બાદ જાડેજાએ ખિતાબ ધોનીને સમર્પિત કર્યો હતો
આગળ એમને કહ્યું કે, ' આવું બધુ રમતમાં ચાલતું રહે છે. છેલ્લી મેચ બાદ ઘણા વીડિયો ઓનલાઈન આવ્યા હતા જેમાં એવું દેખાઈ રહ્યું હતું કે હું જાડેજા સાથે વાત કરી રહ્યો છું. જએવું બતાવવામાં આવ્યું એવું નહતું, હું તેની સાથે મેચ વિશે વાત કરી રહ્યો હતો અને અન્ય કોઈ મુદ્દો નહોતો. દરેક વ્યક્તિ જાણે છે કે ટીમમાં શું વાતાવરણ છે, ડ્રેસિંગ રૂમનું વાતાવરણ શાનદાર છે. કોઈને પણ કોઈ પ્રકારની સમસ્યા નથી. તે ધોનીનું પણ ઘણું સન્માન કરે છે. ફાઇનલમાં પણ મેચ જીત્યા બાદ તેણે ખિતાબ ધોનીને સમર્પિત કર્યો હતો.'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ