ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / દિવાળી-બિહાર ચૂંટણીને લઇ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, 20-20 કલાક સુધી લોકો બેસી રહેવા મજબૂર

હાલાકી / દિવાળી-બિહાર ચૂંટણીને લઇ રેલવે સ્ટેશન પર મુસાફરોનો ધસારો, 20-20 કલાક સુધી લોકો બેસી રહેવા મજબૂર

Published By: Vishal Khamar

Last Updated: 02:06 PM, 13 October 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતના ઉધના સ્ટેશન પર મુસાફરોની ભારે ભીજ જોવા મળી રહી છે. સુરતમાં રહેતા બિનગુજરાતી લોકોએ દિવાળીના તહેવારને લઈ વતનની વાટ પકડી છે.

ADVERTISEMENT

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હાલમાં મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળી અને છઠપૂજાને લઈ ઉત્તરપ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓડિસા તરફ જતા મુસાફરોની સંખ્યામાં જમાવદાર વધારો થયો છે. એટલું જ નહીં, બિહારમાં ચાલી રહેલી ચૂંટણીને કારણે પણ લોકો વહેલા વતન પહોંચવા ઈચ્છી રહ્યા છે, જેના પરિણામે દર વર્ષે કરતા વધુ ધસારો સર્જાયો છે.

મુસાફરો વહેલી સવારથી પ્લેટફોર્મ પર બેસી ગયા

તાપ્તી ગંગા એક્સપ્રેસમાં મુસાફરી કરવા માટે લોકો ગત સાંજે 4 વાગ્યાથી જ પ્લેટફોર્મ પર બેસી ગયા હતા. જ્યારે આ ટ્રેન સવારે 10:20 વાગે ઉધના રેલવે સ્ટેશન પરથી રવાના થવાની હતી. મુસાફરો કહે છે કે તેઓ 12 થી 20 કલાક સુધી પણ ટ્રેનની રાહ જોવાની તૈયારીમાં છે.

ટ્રેન પકડવા માટે લાંબી લાઇનો જોવા મળી

ઉધના રેલવે સ્ટેશનની બહાર ટ્રેન પકડવા માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. સવારે શરૂ થયેલી મુસાફરોની ભીડ બપોર સુધીમાં હજારોથી પણ વધારે થઈ ચૂકી છે. આ ભીડને કાબૂમાં રાખવા માટે રેલવે પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા ખાસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

વધારાની ટ્રેનો પણ દોડાવવાનું શેડ્યુલ જાહેર કર્યું

રેલવે વિભાગે પરપ્રાંતીયોની મુશ્કેલી દૂર કરવા સુરતથી ઉત્તર અને પૂર્વ ભારત તરફ વધારાની ટ્રેનો પણ દોડાવવાનું શેડ્યુલ જાહેર કર્યું છે. શહેરમાં ઉત્તરભારતીયોની મોટી વસાહત હોવાથી દિવાળી અને છઠ પૂજા પહેલાં વતન જવા ઇચ્છુક લોકોનું પ્રમાણ હંમેશાં વધારે રહે છે. પણ ચૂંટણીના પગલે આ વર્ષે આ વખતે લોકો માદરે વતન તરફ દોટ મુકી છે.

આ પણ વાંચોઃ VIDEO : યુવકને હાઇવે પર સ્ટંટ કરવા ભારે પડ્યા, પોલીસે કરાવ્યું કાયદાનું ભાન

રોડ પર બેરીકેટ મારી દેવાતા રોડ નાનો થઈ ગયો છે

સુરત રેલ્વે સ્ટેશનના કામના કારણે ટ્રાફિક જામ સર્જાયો છે. લાલ દરવાજાથી રીંગરોડ સુધી એક કિલોમીટરના ટ્રાફિકજામ સર્જાયો હતો. રેલવે સ્ટેશન રીડ ડેવલપમેન્ટના કામના કારણે ટ્રાફિક સર્જાયો હતો. રોડ પર બેરીકેટ મારી દેવાતા રોડ નાનો થઈ ગયો છે. રોજબરોજ લોકો આ ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Crowd of Passengers Udhna Railway Station Surat News

Published by

Vishal Khamar

Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ