બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / Crowd of devotees at Dwarka temple to celebrate Janmashtami 2022

કૃષ્ણજન્મ / દ્વારકા, જૂનાગઢ અને રાજકોટમાં જન્માષ્ટમીનો અનેરો ઉત્સાહ, સૌરાષ્ટ્ર તરફ જતી બસોમાં લોકોનો ધસારો

Published By: Shyam

Last Updated: 05:38 PM, 29 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટમાં કૃષ્ણ જન્મોત્સવના દિવસે છેલ્લા 35 વર્ષથી યોજાતી રથયાત્રા રાબેતા મુજબ યોજાશે, દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

  • રાજકોટમાં જન્માષ્ટમીની તૈયારીઓ
  • ગાઈડલાઈનના પાલન સાથે ઉજવણી
  • ગાઈડલાઈનના પાલન સાથે રથયાત્રા નીકળશે

સમ્રગ રાજ્યમાં કૃષ્ણ જન્મોત્સવની ધામધુમથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. સરકાર દ્વારા તહેવારને લઈને ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. ત્યારે તમામ જગ્યાએ ગાઈડલાઈનના પાલન સાથે કૃષ્ણ જન્મોત્સવની તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજકોટમાં પણ જન્માષ્ટમીના તહેવારને લઈને વિશેષ તૈયારી કરવામાં આવી છે. કૃષ્ણ જન્મોત્સવના દિવસે છેલ્લા 35 વર્ષથી યોજાતી રથયાત્રા રાબેતા મુજબ યોજાશે. પરંતુ તેમા કોરોના ગાઈડલાઈનનું ચોક્કસથી પાલન કરવામાં આવશે.આમ સરકારની તમામ ગાઈડલાઈનના પાલન સાથે રાજકોટવાસીઓ જન્મોત્સવની ઉજવણી કરશે.

ST અને ખાનગી બસમાં મુસાફરોનો ધસારો

કોરોના બાદ ગુજરાતમાં જન્માષ્ટમીના તહેવારનો માહોલ જામ્યો છે. ST અને ખાનગી ટ્રાવેલ્સની બસમાં મુસાફરોનો ધસારો વધ્યો છે. તહેવારમાં સૌરાષ્ટ્ર તરફ જવા લોકોનો ધસારો જોવા મળી રહ્યો છે. ટ્રાવેલ કંપનીઓએ પણ વધારાની બસ દોડાવી રહ્યા છે. તો ST નિગમે પણ વધારાની બસ મૂકી છે. સૌરાષ્ટ્ર તરફના જવા માટે 600થી લઈને 1 હજાર રૂપિયા સુધીનું ભાડું લેવામાં આવી રહ્યું છે. અમદાવાદની ઉજાલા ચોકડી પાસે મેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. STની સૌરાષ્ટ્ર તરફની તમામ બસ હાઉસફૂલ થઈ રહી છે. 

  • દ્વારકામાં જન્માષ્ટમી પર્વને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
  • SP સુનિલ જોશીના માર્ગદર્શનમાં 3 DySP સહિત, PI, PSI સહિત 1200 જેટલા સુરક્ષા જવાનો તૈનાત
  • લોકોને માસ્ક અને સેનેટાઇઝનું તેમજ સામાજિક અંતરનું ચુસ્ત પાલન કરવા પોલીસ દ્વારા અપીલ
  • જન્માષ્ટમીને લઈને અત્યાર સુધી 30 હજાર ભક્તોએ દ્વારકાધીશના દર્શન કર્યા

સંકળાયેલા મુદ્દાઓ

Dwarka Janmashtami 2022 Saurashtra એસટી બસ કૃષ્ણ જન્મોત્સવ જન્માષ્ટમી 2022 જૂનાગઢ દ્વારકા સૌરાષ્ટ્ર Janmashtami 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ