બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / વિશ્વ / crisis in srilanka indian high commission denies baseless reports on gotabaya rajapaksa

BIG NEWS / ભારતીય હાઈકમિશનની સ્પષ્ટતા: અમે ફક્ત શ્રીલંકાની જનતાનું સમર્થન કરીએ છીએ, રાષ્ટ્રપતિને ભાગવામાં મદદ નહીં

Pravin

Last Updated: 10:16 AM, 13 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શ્રીલંકામાં ચાલી રહેલા જનતાના આક્રોશ વચ્ચે રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે માલદીવ પહોંચી ગયા છે. તેમના ભાગવામાં ભારતે મદદ કરી હોવાની અફવાઓ ફેલાઈ હતી, જેના પર ભારત હાઈ કમિશને જવાબ આપ્યો છે.

  • શ્રીલંકામાં જનતાનો આક્રોશ જોઈ રાષ્ટ્રપતિ માલદીવ ભાગ્યા
  • રાષ્ટ્રપતિને ભાગવામાં ભારતે મદદ કરી હોવાની અફવાઓ ફેલાઈ
  • ભારતીય હાઈ કમિશને સ્પષ્ટતા કરી, અમે ખાલી જનતાનું સમર્થન કરીએ છીએ

આર્થિક અને રાજકીય સંકટમાંથી પસાર થઈ રહેલા શ્રીલંકામાં હાલ ભારતીય હાઈ કમિશન તરફથી એ વાતનું ખંડન કરવામા આવ્યુ છે, જેમાં આરોપ લગાવ્યો છે કે, રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેને દેશ છોડવા માટે તેમની મદદ કરી છે. હાઈકમિશન તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે, ભારત શ્રીલંકાના લોકોના સમર્થન મદદ ચાલું રાખશે.

હકીકતમાં જોઈએ તો, શ્રીલંકામાં હાલમાં ભારતીય હાઈ કમિશનના અધિકારીક હેંડલ પર જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવાયુ છે કે, ભારતીય હાઈકમિષન સ્પષ્ટ રીતે એ નિરાધાર અને ખોટા મીડિયા રિપોર્ટના દાવાનું ખંડન કરે છે, જેમાં આરોપ લગાવામાં આવ્યો છે કે, ભારતે જ હાલમાં શ્રીલંકામાંથી ગોટાબાયા અને બાસિલ રાજપક્ષેને પરિવહન સુવિધા આપી હતી. ફરી વાર કહીએ છીએ કે, અમે શ્રીલંકાની જનતાને સમર્થન કરવાનું ચાલુ રાખીશું.

એટલું જ નહીં નિવેદનમાં આગળ પણ કહેવાયુ છે કે, કેટલાય શ્રીલંકાના લોકો લોકતાંત્રિક સાધનો અને મૂલ્યો તથા સ્થાપિત લોકતાંત્રિક સંસ્થાઓ અને સંવૈધાનિક ઢાંચાના માધ્યમથી સમૃદ્ધિ અને પ્રગતિ માટે પોતાની આકાંક્ષાઓને સાકાર કરવા માગે છે. 

હકીકતમાં જોઈએ તો, ભારતીય હાઈકમિશનનું આ નિવેદન એવા સમયે આવ્યું છે, જેના પર આરોપ લાગ્યા હતા કે, રાજપક્ષેને દેશમાંથી ભાગવામાં તેમની મદદ કરી છે. આ અગાઉ સોશિયલ મીડિયા પર એવા દાવા પર થઈ રહ્યા હતા કે, ભારત શ્રીલંકામાં પોતાની સેના મોકલી રહ્યું છે. જો કે, આ અફવાઓ પર પૂર્ણવિરામ લગાવતા શ્રીલંકામાં રહેલા ભારતીય હાઈકમિશને તેનું ખંડન કર્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ