બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / રાજકોટ / Crisis in Kutch due to Cyclone Biporjoy, 9 big villages completely closed, immediate implementation ordered

જાહેરનામું / બિપોરજોય વાવાઝોડાને લઇને કચ્છમાં સંકટ, 9 મોટા ગામ સંપૂર્ણ બંધ, તાત્કાલિક અમલનો આદેશ

Vishal Khamar

Last Updated: 05:38 PM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડું કચ્છનાં દરિયામાં લેન્ડફોલ થવાની શક્યતાને વહીવટી તંત્ર ખડેપગે છે. બિપોરજોય વાવાઝોડાને લઈને કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેમાં સરહદી તાલુકાનાં 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે.

  • બિપોરજોય વાવાઝોડાને લઇને કચ્છમાં સંકટ 
  • વાવાઝોડાને લઇને કચ્છ કલેક્ટરનું જાહેરનામું 
  • નખત્રાણા સહિત 9 ગામોની બજારો બંધ રાખવાનો કલેક્ટરનો આદેશ 

 સરહદી તાલુકાના 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે 
બિપોરજોય વાવાઝોડાને પગલે કચ્છ કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં સરહદી તાલુકાનાં 9 મોટા ગામ સંપૂર્ણ બંધ રહેશે. જેમાં દયાપર, દોલતપર, પાન્ધો-વર્માનગર, માતાના મઢ વગેરે બંધ રહેશે. તેમજ કોટાડા, જડોદર, અને નારાયણ સરોવર, નલિયા, અને કોઠારા બંધ રહેશે. તેમજ નખત્રાણા સહિત 9 ગામોનાં બજાર બંધ રાખવાનો પણ કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. તેમજ દરિયા કિનારાનાં ગામોને એલર્ટ કરાયા છે. 

દરિયાકિનારે પવનની ગતિમાં પણ વધારો થયો
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાની વધુ અસર વર્તાઈ છે. ત્યારે માંડવીનાં દરિયામાં કરંટ વધ્યો હતો. દરિયાનું પાણી બીચ પરના સ્ટોર સુધી પહોંચ્યું હતું. માંડવીનાં દરિયામાં કરંટ વધતા દરિયાના કિનારાથી 100 મીટર દૂર આવેલી પાણી દુકાનમાં પહોંચ્યું. દરિયા કિનારે પવનની ગતિમાં પણ વધારો થયો છે. અત્યારે માંડવીમાં 80 થી 90 કિમી ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે.

25 ગામો સતત નિરીક્ષણ હેઠળ છેઃ ઋષિકેશ પટેલ 
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને લઈને તંત્ર એલર્ટ છે. ત્યારે મંત્રી ઋષિકેશ પટેલ અને પ્રફુલ પાનસેરિયાએ નલિયા શેલ્ટર હોમની મુલાકાત લીધી હતી. નલિયા- જખૌનાં આસપાસનાં 3 હજાર જેટલા લોકોનું સ્થળાંતર કરાયું છે. નલિયાનાં ગામોમાં બિપોરજોયનો ખતરો સૌથી વધુ છે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે દરિયાકાંઠાનાં 25 ગામો સતત નીરીક્ષણ હેઠળ છે. દરિયા કાંઠાના લોકો તંત્રને સહકાર આપી સુરક્ષિત જગ્યાએ પહોંચશે. બિપોરજોય વાવાઝોડા અંગે મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ નિવેદન આપ્યું છે કે તંત્રએ સજાગ થઈ તમામ તૈયારીઓ કરી છે. 

500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા
કચ્છમાં બિપોરજોય વાવાઝોડાને પગલે તંત્ર એક્શન મોડમાં છે. ત્યારે સાવચેતીનાં ભાગરૂપે દરિયાકાંઠાનાં ગામો ખાલી કરાયા છે. જખૌનું બુડિયા ગામ ખાલી કરવામાં આવ્યું છે. તેમજ 5000 થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. નલિયાની મોડલ ગર્લ્સ હાઈ. મા લોકોને આશરો અપાયો છે. દરિયાકાંઠાથી 3 કિલોમીટર બુડિયા ગામ દૂર છે. 

 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ