બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / Cricket / cricketer rahul chahar got married yesterday on wednesday

ક્રિકેટ / ટીમ ઇન્ડિયાનો ક્રિકેટર રાહુલ ચહર ગર્લફ્રેન્ડ ઈશાની સાથે લગ્નના બંધનમાં બંધાયો, બ્યુટીફૂલ તસવીરો વાયરલ

Khevna

Last Updated: 09:17 AM, 10 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્રિકેટર રાહુલ ચહર બુધવારે લગ્નના બંધનમાં બંધાઈ ચુક્યા છે. જાણો ક્યાં તથા કોની સાથે કર્યા તેમણે લગ્ન

  • રાહુલ ચહર બંધાઈ ચુક્યા છે લગ્નનાં બંધનમાં 
  • ભારત માટે કરી ચુક્યા છે ડેબ્યૂ 
  • દીપક ચહરની પણ થુઈ ચુકી છે સગાઈ 

રાહુલ ચહર બંધાઈ ચુક્યા છે લગ્નનાં બંધનમાં 

ભારતીય ક્રિકેટર રાહુલ ચહર પોતાની ગર્લફ્રેન્ડ ઇશાની સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. લેગ સ્પિનરે ગોવામાં બુધવારે ડેસ્ટીનેશન વેડિંગ સાથે નવા જીવનની શરૂઆત કરી છે. તેમના પત્ની ઇશાની પ્રોફેશનમાં ફેશન ડિઝાઈનર છે. આગ્રાનાં રહેવાસી રાહુલ ચહરે ડિસેમ્બર 2019માં જયપુરમાં બેંગ્લોરની ઇશાની જોહર સાથે સગાઇ કરી હતી. બંને લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Rahul Chahar (@rdchahar1)

રાહુલનાં લગ્નનાં સમયે તેમનો પરિવાર પણ સાથે રહ્યો. તેમના ભાઈ તથા ભારતીય ક્રિકેટર દીપક ચાહર પોતાની મંગેતર તથા બહેન માલતી ચાહર સાથે હાજર રહ્યા. ગોવાની હોટલ ડબલ્યૂમાં રાહિલ ચાહર તથા ઈશાનીનાં લગ્ન થયા. મંગળવારે મહેંદી બાદ રાહુલ ચાહરે ઇસાની સાથે પોતાની તસવીરો ફેસબુક પર શેર કરી હતી. પહેલો દિવસ મહેંદીનાં રંગોથી ભર્યો રહ્યો. લગ્નનું રિસેપ્શન 12 માર્ચનાં રોજ રહેશે. 

IPLમાં મળી મોટી રકમ 
રાહુલ ભારત માટે વનડે તથા ટી20 મેચ રમી ચુક્યા છે. તેઓ અત્યાર સુધી મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતાં હતા, પરંતુ આ વખતે તેઓ પંજાબ કિંગ્સ તરફથી રમશે. IPL મેગા ઓક્શન 2022માં રાહુલને 5.25 કરોડની મોટી રકમ મળી છે. IPLમાં પહેલી વાર તેઓ મુંબઈ સિવાય કોઈ બીજી ટીમ માટે રમશે. 2018થી લઈને 2021 સુધી રાહુલ મુંબઈન ટીમનો હિસ્સો બની રહ્યા હતા. 

ભારત માટે કરી ચુક્યા છે ડેબ્યૂ 
આહુલે ભારત માટે એક વન ડે તથા 5 ટી20 મેચ રમી છે. એક વન ડેમાં તેમના નામે ત્રણ વિકેટ છે, જ્યારે 5 ટી20 મેચમાં તેમણે 7 વિકેટ લીધી છે. 

દીપક ચહરની પણ થુઈ ચુકી છે સગાઈ 
રાહુલ ચાહર  ઉપરાંત તેમના ભાઈ દીપક ચહરની પણ સગાઇ થઇ ચુકી છે. તેમણે પોતાની ગર્લફ્રેન્ડ જયા ભારદ્વાજને IPL મેચ દરમિયાન સ્ટેડિયમમાં જ પ્રપોઝ કરી હતી. દીપક પણ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાઈ શકે છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ