બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ક્રિકેટ જગત પડી ગયું આઘાતમાં, મેચ શરુ થતાં પહેલાં ટીમના કોચનું અવસાન

BPL / ક્રિકેટ જગત પડી ગયું આઘાતમાં, મેચ શરુ થતાં પહેલાં ટીમના કોચનું અવસાન

Nirav Kumar

Last Updated: 06:17 PM, 27 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હજુ તો કાલે બાંગ્લાદેશ પ્રીમિયર લીગ શરૂ થઇ છે અને આજે ત્યાંથી એક ઘટના સામે આવી છે. જેમાં ઢાકા કેપિટલના આસિસ્ટન્ટ કોચનું મેચ શરૂ થાય એના પહેલા જ અવસાન થયું હતું.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં એક દુઃખદ ઘટના સામે આવી છે. જેમાં એક ટીમના આસિસ્ટન્ટ કોચ મહબૂબ અલી ઝાકીનું અચાનક અવસાન થયું હતું. જેમાં આ અવસાન મેચ શરૂ થવાના થોડા સમય પહેલા જ થતા બધા ચોંકી ગયા હતા. તેમને કદાચ હાર્ટ અટેક આવ્યો હતો. તેમને CPR પણ અપાયું હતું. બાદમાં તેમને  તરત હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL)માં મહબૂબ અલી ઝાકી ઢાકા કેપિટલના આસિસ્ટન્ટ કોચ હતા. મેચ શરૂ થાય એના પહેલા તેમને હાર્ટ અટેક આવ્યો હતો અને તેઓ નીચે પડી ગયા હતા. તેમને તરત નજીકની હોસ્પીટલ લઇ જવામાં આવ્યા હતા. BPL 2026 ની ત્રીજી લીગ મેચ ઢાકા કેપિટલ્સ અને રાજશાહી વોરિયર્સ વચ્ચે સિલહટમાં રમાવાની હતી. આ મેચ બપોરે 1 વાગ્યે શરૂ થવાની હતી. આ દરમિયાન કોચ ઝાકી સાથે આ દુખદ ઘટના બની હતી.

vtv app promotion

આ અંગે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)એ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, "બોર્ડ BCB ગેમ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટના સ્પેશિયાલિસ્ટ પેસ બોલિંગ કોચ અને બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) T20 2026 માં ઢાકા કેપિટલ્સના આસિસ્ટન્ટ કોચ મહબૂબ અલી ઝાકી (59) ના નિધન પર શોક વ્યક્ત કરે છે. તેમનું આજે 27 ડિસેમ્બર 2025 ના રોજ બપોરે 1:00 વાગે સિલહટમાં અવસાન થયું છે. ફાસ્ટ બોલિંગ અને બાંગ્લાદેશ ક્રિકેટના વિકાસમાં મહબૂબ અલી ઝાકીનું સમર્પણ અને અમૂલ્ય યોગદાનને ખૂબ જ આદર અને કૃતજ્ઞતા સાથે યાદ કરવામાં આવશે. બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ આ મોટા નુકસાનની ઘડીમાં તેમના પરિવાર, મિત્રો, સહકર્મી અને ક્રિકેટ સમુદાય પ્રત્યે સંવેદના વ્યક્ત કરે છે."


વધુ વાંચો : કેચ પકડવાના ચક્કરમાં ખેલાડી એવો પડ્યો કે ફટાફટ સ્ટ્રેચર પર લઈ જવો પડ્યો હોસ્પિટલ, જુઓ VIDEO

ઉલ્લેખનીય છે કે, BPL 26 ડિસેમ્બરે શરૂ થઈ હતી પરંતુ બીજા જ દિવસે એટલે કે, આજે આ દુઃખદ ઘટના બની હતી. આ ઘટના પર બંને ટીમોએ મૌન રહીને તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમનું ભારતીય સમય મુજબ, બપોરે 12:30 વાગે  મૃત્યુ થયું હતું. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mahbub Ali Zaki Coach Died Bangladesh Premier League
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ