બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પ્રેસ કોન્ફરન્સમાં એવું શું બન્યું કે, BCCIએ અજિત અગરકરને જવાબ આપતા અટકાવ્યા

ક્રિકેટ / પ્રેસ કોન્ફરન્સમાં એવું શું બન્યું કે, BCCIએ અજિત અગરકરને જવાબ આપતા અટકાવ્યા

Published By: Ajit Jadeja

Last Updated: 05:32 PM, 19 August 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup India Squad 2025: મુંબઈમાં એશિયા કપ 2025 ટીમની જાહેરાત દરમિયાન બીસીસીઆઇએ અજિત અગરકરને પાકિસ્તાન પરના પ્રશ્નોના જવાબ આપતા અટકાવ્યા હતા.

Asia Cup India Squad 2025: મુંબઈમાં એશિયા કપ 2025 ટીમની જાહેરાત દરમિયાન બીસીસીઆઇએ અજિત અગરકરને પાકિસ્તાન પરના પ્રશ્નોના જવાબ આપતા અટકાવ્યા હતા. મુંબઈમાં મીડિયા ઇન્ટરવ્યુ દરમિયાન અગરકર કંઈક કહેવાના હતા ત્યારે બીસીસીઆઇના પ્રતિનિધિએ દરમિયાનગીરી કરીને તેમને ચૂપ કરાવી દીધા.

એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી ટક્કરની વાત કરીએ તો ભારત 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાનનો સામનો કરશે, સુપર-4 અને ફાઇનલમાં પણ ટક્કર થવાની શક્યતા છે. પહેલગામ આતંકવાદી હુમલા બાદ, આ મેચોને લઇ વિરોધ થવા લાગ્યો છે. પસંદગી સમિતિના અધ્યક્ષ અજિત અગરકરને પ્રેસ કોન્ફરન્સમાં પાકિસ્તાન સંબંધિત પ્રશ્નનો જવાબ આપતા અટકાવવામાં આવ્યા હતા.

જોકે હાલના સરહદપાર તણાવ અને આતંકવાદી હુમલાઓને ધ્યાનમાં રાખીને, દેશમાં આનો વિરોધ થઈ રહ્યો છે. ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોએ પણ પાકિસ્તાન સાથે રમવાનો વિરોધ કર્યો છે. પહેલગામ આતંકવાદી હુમલા પછી બંને દેશોની ટીમો પહેલીવાર એકબીજા સામે ટકરાશે. ભારતીય ક્રિકેટ ટીમ 14 સપ્ટેમ્બરે દુબઈમાં પાકિસ્તાનનો સામનો કરશે. સુપર-૪ અને ફાઇનલમાં પણ ટક્કર થવાની શક્યતા છે. આ ટુર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થશે.

vtv app promotion

આ પણ વાંચોઃ ક્રિકેટ / એશિયા કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ગુજરાતના ત્રણ ખેલાડીને મળ્યું સ્થાન

કેદાર જાધવ અને હરભજન સિંહે બીસીસીઆઈને પાકિસ્તાન સાથે મેચ ન રમવાની સલાહ આપી હતી. જાધવે ન્યુઝ એજન્સીને કહ્યું, 'મને નથી લાગતું કે ભારતીય ટીમે રમવું જોઈએ. મારું માનવું છે કે ભારત નહીં રમે.

T20 એશિયા કપ 2025 માટે ભારતની ટીમ

સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (ઉપ-કેપ્ટન), અભિષેક શર્મા, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા (વિકેટકીપર), જસપ્રીત બુમરાહ, વરુણ ચક્રવર્તી, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, સંજુ સેમસન (વિકેટકીપર), હર્ષિત રાણા અને રિંકુ સિંહ.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ajit Agarkar indian cricket BCCI

Published by

Ajit Jadeja
Ajit Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ