ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ના હોય! પાકિસ્તાન ભારતની જીત માટે દુઆ કરશે? જાણો ફાઇનલનું ચોંકાવનારું સમીકરણ

Asia Cup 2025 / ના હોય! પાકિસ્તાન ભારતની જીત માટે દુઆ કરશે? જાણો ફાઇનલનું ચોંકાવનારું સમીકરણ

Published By: Ajitsinh Jadeja

Last Updated: 07:01 PM, 22 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Asia Cup 2025: એશિયા કપ 2025માં પાકિસ્તાનની ભારત સામે હાર મોઘી પડી રહી છે. આનાથી ફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓને મોટો ફટકો પડ્યો.

ADVERTISEMENT

IND vs PAK: એશિયા કપ 2025નો સુપર-4નો બીજો મુકાબલો ભારત અને પાકિસ્તાન વચ્ચે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાયો હતો. આ ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેની આ બીજી ટક્કર હતી. જેમાં ફરીથી પાકિસ્તાનને ભારત સામે હાર સ્વીકારવી પડી છે.

એશિયા કપ 2025માં પાકિસ્તાનની ભારત સામે હાર મોઘી પડી રહી છે. આનાથી ફાઇનલમાં પહોંચવાની તેમની આશાઓને મોટો ફટકો પડ્યો. હવે, પાકિસ્તાને ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ભારતની જીત માટે પ્રાર્થના કરવી પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.

IND vs PAK

ટીમ ઇન્ડિયાએ પાકિસ્તાનને એશિયા કપ 2025ના સુપર-4 મુકાબલામાં 6 વિકેટથી હરાવીને શાનદાર જીત મેળવી છે. હાર બાદ પાકિસ્તાન ટીમના કેપ્ટન સલમાન આગાનું નિવેદન સામે આવી રહ્યું છે. તેણે કહ્યું હતુ અમારે હજુ પણ એક પરફેક્ટ રમત રમવાની બાકી છે, પરંતુ અમે એ દિશામાં આગળ વધી રહ્યા છીએ.

ગત દિવસે એશિયા કપ 2025 માં ભારત અને પાકિસ્તાની ટીમો વચ્ચે તણખા જરતા પણ જોવા મળ્યા હતા. સુપર ફોર સ્ટેજમાં બંને ટીમોના ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી. પરંતુ હવે પાકિસ્તાની ટીમ ભારતની જીત માટે પ્રાર્થના કરવા મજબૂર છે.

ind-vs-pak-2

હવે પાકિસ્તાન ભારતની જીત માટે પ્રાર્થના કરશે

એશિયા કપ 2025 જીતવાની સપનું દરેક ટીમનું છે. પાકિસ્તાની ટીમ ફાઇનલની રેસમાં પહોંચવા માંગે છે, તો તેઓએ ટીમ ઇન્ડિયાની જીત માટે પ્રાર્થના કરવી પડશે. હાલમાં ભારત અને બાંગ્લાદેશ 2-2 પોઈન્ટ સાથે સુપર 4 પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. જ્યારે પાકિસ્તાન અને શ્રીલંકાની ટીમની જીતનું ખાતુ નથી ખુલ્યું. આવી સ્થિતીમાં ફાઇનલમાં પહોંચવા માટે પાકિસ્તાનને તેની બાકીની બંને મેચ કંઇપણ કરીને જીતી લેવી પડે. તેમ છતાં ફાઇનલમાં સ્થાન મેળવવા માટે આ પૂરતું નહીં હોય.

પાકિસ્તાન શ્રીલંકા સામે તેની બીજી સુપર 4 મેચ રમશે. જો પાકિસ્તાન આ મેચ જીતે છે, તો તેના પણ 2 પોઇન્ટ થશે. આ પછી તેનો સામનો બાંગ્લાદેશ સાથે થશે. આ મેચ જીતવાથી પાકિસ્તાનને 4 પોઇન્ટ મળશે. જોકે, આ સમીકરણ મુજબ, બાંગ્લાદેશના પણ 4 પોઇન્ટ હોઈ શકે છે, કારણ કે તે ભારત સામે પણ એક મેચ રમશે. જો ટીમ ઇન્ડિયા આ મેચ જીતી જાય છે, તો પાકિસ્તાન માટે રસ્તો સ્પષ્ટ થશે. તેથી પાકિસ્તાન ઇચ્છશે કે ટીમ ઇન્ડિયા કોઈપણ કિંમતે બાંગ્લાદેશને હરાવે જેથી પાકિસ્તાનની ટીમને આ ટુર્નામેન્ટમાં ચાન્હ બની રહે.

vtv app add

આ પણ વાંચોઃ Asia Cup 2025 / IND vs AUS: શ્રેયસ અય્યરના સ્થાને હવે આ ખેલાડી બનશે કેપ્ટન, ઓચિંતા નિર્ણયથી ફેન્સ ચોંક્યા

ભારત બાંગ્લાદેશની ટક્કર

ટીમ ઇન્ડિયાએ આગામી 24 સપ્ટેમ્બરે બાંગ્લાદેશ સામે મેચ રમવાની છે. આ મેચમાં જીત મેળવનાર ટીમ માટે ફાઇનલની ટિકીટ લગભગ નક્કી થઇ જશે. એટલા માટે ટીમ ઇન્ડિયા આ મેચ કોઈપણ કિંમતે જીતવા માંગશે જેથી તેમને અંતિમ સુપર ફોર મેચમાં શ્રીલંકા સામે મોટાભાગનું ટેન્સન ઓછુ રહે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pakistan Cricket Team Asia Cup 2025 Cricket Indian Cricket Team

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ