બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / cricket news bcci sunil gavaskar celebrating 74th birthday

હેપ્પી બર્થ ડે / 'ન કોઇ હૈ, ન કોઇ થા...' બર્થ ડે પર કંઇક અનોખા જ અંદાજમાં BCCIએ સુનીલ ગાવસ્કરને પાઠવી શુભેચ્છા

Arohi

Last Updated: 05:09 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Happy Birthday Sunil Gavaskar: ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર 74 વર્ષના થઈ ગયા છે. ગાવસ્કર ક્રિકેટ ઈતિહાસના સૌથી મહાન બેટ્સમેનમાંથી એક છે.

  • 74 વર્ષના થયા સુનીલ ગાવસ્કર 
  • આજે સેલિબ્રેટ કરી રહ્યા છે જન્મદિવસ 
  • BCCIએ અલગ અંદાજમાં પાઠવી સુભેચ્છા 

મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર આજે 74 વર્ષના થઈ ગયા છે. ભારત માટે 125 ટેસ્ટ અને 108 વનડે રમનાર સુનીલ ગાવસ્કરની ગણતરી ક્રિકેટના ઈતિહાસના સૌથી મહાન બેટ્સમેનમાં કરવામાં આવે છે. આજે ક્રિકેટ ખૂબ જ બદલાઈ ગયું છે બેટિંગ સરળ થઈ ગઈ છે. 

 

ગાવસ્કર પોતાના સમયમાં હેલમેન વગર રમતા હતા. સામે ડેનિસ લિલી અને માઈકલ હોલ્ડિંગ જેવા બોલરો હોતા હતા. ગાવસ્કરે બધાનો સામનો કર્યો ને એવી પ્રસિદ્ધિ હાસિલ કરી જ્યાં તેમના પહેલા કોઈ ન હતું પહોંચી શક્યું. 

ડેબ્યૂ સીરિઝમાં જ રચ્યો હતો ઈતિહાસ 
સુનીલ ગાવસ્કરે 1971માં વેસ્ટઈન્ડિઝ પ્રવાસ પર ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. પોતાની પહેલી જ ટેસ્ટ સીઝનમાં તેમણે 774 રન બનાવ્યા હતા. તેમણે 8 ઈનિંગમાં 4 સેન્ચુરી અને 3 હાફ સેન્ચુરી મારી હતી. આજે પણ તે ડેબ્યૂ સીરીઝમાં કોઈ પણ બેટ્સમેનના સૌથી વધારે રન છે. તેની સાથે જ આજે પણ કોઈ ભારતીય બેટ્સમેન એક ટેસ્ટ રીસિઝમાં તેનાથી વધારે રન નથી બનાવી શક્યા. 

10 હજાર રન બનાવનાર પહેલા ક્રિકેટર 
સુનીલ ગાવસ્કર ટેસ્ટ ક્રિકેટમાં 10 હજાર રન બનાવનાર પહેલા બેટ્સમેન છે. તે સતત 100 ટેસ્ટ રમનાર પહેલા ક્રિકેટર પણ છે. પોતાની 125 ટેસ્ટ કરિયરમાં ગાવસ્કરે 51.1ની સરેકાસથી 10122 રન બનાવ્યા હતા. તેમની સૌથી મોટી ઈનિંગ 236 રની રહીં. તેની સાથે જ 108 વનડેમાં તેમના નામે 3092 રન છે. ફક્ત 5 ફીટ 5 ઈંચ વાળા ગાવસ્કર શોર્ટ-પિચ બોલિંગ કરવામાં ખૂબ જ માહિર હતા. 

બ્રેડમેનનો તોડ્યો હતો રેકોર્ડ 
સુનીલ ગાવસ્કરે ટેસ્ટમાં સૌથી વધારે સેન્ચુરી બનાવીને સન ડોન બ્રેડમેનનો રેકોર્ડ તોડ્યો હતો. બ્રેડમેનના નામે ટેસ્ટમાં 29 સેન્ચુરી હતી. ગાવસ્કરે 30 સેન્ચુરી લગાવનાર પહેલા બેટ્સમેન હતા. જ્યારે તેમણે સન્યાસ લિધી તો તમના નામે 34 સેન્ચુરી હતી. 

2005માં સચિન તેંડુલકરે ટેસ્ટમાં સૌથી વધારે સેન્ચુરીના તેમના વર્લ્ડ રેકોર્ડને તોડ્યો હતો. ગાવસ્કર ટેસ્ટમાં 100 કેચ લેનાર ભારતીય ફિલ્ડર પણ હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ