છેતરપિંડી /
ક્રેડિટ કાર્ડ વાપરતા ગ્રાહકો આવી ભૂલ ના કરતા નહીં તો આવશે લાખો રૂપિયાનું બિલ, જુઓ અમદાવાદમાં શું બન્યું
Team VTV09:53 PM, 09 Feb 21
| Updated: 09:57 PM, 09 Feb 21
જો આપને ક્રેડિટ કાર્ડ બંધ કરાવવાનું હોય તો ક્રેડિટકાર્ડના કામ માટે આવતા એજન્ટને ઓટીપી કે પાસવર્ડ આપતા ચેતજો. નહીં તો એકાઉન્ટ થઈ જશે સાફ અને બની જશો મોટા દેવાદાર. આવા જ એક આરોપીની અમદાવાદ રૂરલ સાઇબર ક્રાઇમે ધરપકડ કરી પાંચે ગુનાનો ભેદ ઉકેલ્યો છે.
ક્રેડિટ/ડેબિટ કાર્ડની વિગત કોઇને ન આપશો
ખોટા વ્યવહારની લેણદેણ જણાય તો ફરિયાદ કરો
મિલન ચોક્સી જેવા એજન્ટોથી ચેતતા રહો
ક્રેડિટ કાર્ડને બંધ કરાવવા માટે પણ કોઇને વિગત આપવી ભારે પડી શકે છે. અમદાવાદમાં ક્રેડિડ કાર્ડ બંધ કરાવવા પાસવર્ડ OTP મેળવી લોકોને છેતરતો આરોપી પોલીસના સકંજામાં આવી ગયો છે. પોલીસે ટેકનિકલ એનાલિસીસના આધારે મિલન ચોક્સીને ઝડપી લીધો છે. વપરાશ વિનાના કાર્ડ બંધ કરાવવા માગતા લોકોને નિશાન બનાવ્યા છે. ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા ત્યારે કૌભાંડની જાણ થઇ. ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવતા તમામ કૌભાંડનો પર્દાફાશ થયો છે.
અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં રહેતો મિલન ચોકસી ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેન્ટમાં કામ કરતો હતો. પરંતુ કોરોના કાળમાં નોકરીમાંથી હાથ ગુમાવી બેઠેલા મિલન ચોકસીએ લોકોને છેતરવાનું શરૂ કરી દીધું. જે ગ્રાહકોને મિલન ક્રેડિટ કાર્ડ વેચાતો હતો. તેઓને વપરાશ ન હોવાથી બંધ કરાવવા માટેની જાણ કરતા જ મિલનને પોતાની અલગ જ મોડેસ ઓપરેન્ડીથી છેતરપિંડી કરવાનું શરૂ કરી દીધું.
આરોપી મિલન ચોક્સી(વચ્ચે)
મિલન ગ્રાહકના ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો
આરોપી મિલન વ્યાસ પૂછપરછમાં સામે આવ્યું કે પોતે જે સિટી બેન્કના ક્રેડિટ કાર્ડ ડિપાર્ટમેંટમાં નોકરી કરતો હતો. જે લોકોને ક્રેડિટ કાર્ડ આપ્યા હતા. તેમનો ઉપયોગ ન હોવાથી એજન્ટ તરીકે બંધ કરાવવા માટે મિલનને ફોન આવતા જેથી મિલન ગ્રાહકના ઘરે જઈ ક્રેડિટ કાર્ડ બંધ કરાવવા માટેની ઓનલાઇન પ્રોસેસ કરવી પડશે છે તેવું કહીને મોબાઇલ અને ઇ-મેલ આઇડી ચેન્જ કરી નાખતો. જેથી તમામ હકીકત અને અપડેટની જાણ પોતાને થાય અને આ જ મોડેસ ઓપરેન્ડીથી એક પછી એક પાંચેક ગ્રાહકોને તેને ભોગ બનાવ્યા હતા.
ક્રેડિટકાર્ડના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા
આરોપી આ તમામ રૂપિયા પોતાના અંગત ઉપયોગ માટે વાપરતો હતો. ફરિયાદીને પોતાના ઘરે જ્યારે ક્રેડિટકાર્ડના લાખો રૂપિયા ભરવા માટે બિલ આવ્યા. ત્યારબાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો. તમામ કૌભાંડનો પર્દાફાશ થયો અને પોલીસે આરોપીને ટેક્નિકલ એનાલીસીસ ના આધારિત ઝડપી પાડી વધુ પૂછપરછ શરૂ કરી છે.