બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / Creation of multiple projects in the state by PM War Khatmuhurta Card, Launch of 5206 crore development works from Bodeli

ભેટ / PM મોદીના 2 દિવસીય ગુજરાત પ્રવાસમાં રાજ્યને શું શું ભેટ મળી? એક ક્લિકમાં જાણો તમામ માહિતી

Dinesh

Last Updated: 09:17 PM, 27 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

PM Modi Gujarat Visit : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે રાજ્યમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યુ, અમદાવાદ, છોટાઉદેપુર અને વડોદરામાં વિવિધ કાર્યક્રમો યોજાયા

 

  • PMના હસ્તે રાજ્યમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત કરાયું
  • PMએ બોડેલીથી કુલ રૂ.5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ કર્યું
  •  વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો: PM 


પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે આવ્યા હતા. PMના હસ્તે રાજ્યમાં અનેક પ્રકલ્પોનું ઉદ્ઘાટન, ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યા હતા. આજે અમદાવાદ, છોટાઉદેપુર અને વડોદરામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, અમદાવાદ સાયન્સસિટીમાં વાયબ્રન્ટ ગુજરાત સમિટના 20 વર્ષ પૂર્ણ થવાને લઈ PMની અધ્યક્ષતામાં ખાસ કાર્યક્રમ યોજાયો હતો. આ સાથે PM દાહોદ અને છોટાઉદેપુરમાં 5 હજાર 206 કરોડના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું. તેમજ વડોદરામાં મહિલાઓ દ્રારા આયોજન કરેલા PMના અભિવાદન સમારંભમાં પણ તેમણે ખાસ હાજરી આપી હતી. ત્યાર બાદ PM દિલ્લી જવા રવાના થયા હતા. 

અમદાવાદમાં વાયબ્રન્ટ સમિટની ઉજવણી
PM મોદીએ અમદાવાદના સાયન્સ સિટીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. વાયબ્રન્ટ ગુજરાત સમિટની 20 વર્ષની ઉજવણી કરવામાં આવી. સમિટ ઓફ સક્સેસ કાર્યક્રમમાં PM મોદીએ સંબોધન કર્યું હતું. PM મોદીએ પોતાના સંબોધનમાં વાયબ્રન્ટ સમિટની શરૂઆતથી અત્યાર સુધીના સફર મુદ્દે વાત કરી હતી. તેમણે કહ્યું કે વાયબ્રન્ટ ગુજરાતની સફળતા દેશ માટે ગૌરવની વાત છે. વાયબ્રન્ટ ગુજરાત બોન્ડિંગનું પ્રતિક છે. સાથે જ તેમણે વાયબ્રન્ટ ગુજરાતને ગુજરાતના નાગરિકોનું સામર્થ્ય ગણાવ્યું. PM મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતા કહ્યું કે વિશ્વમાં ગુજરાતને બદનામ કરવાનું ષડ્યંત્ર ચાલ્યું હતું. છતાં ગુજરાતે વિકાસની હરણફાળ ભરી અને આજે દેશમાં વિકાસનું એન્જિન બની ચૂક્યું છે. વડાપ્રધાનએ વાઇબ્રન્ટ સમિટની બે દાયકાની સફળતાનો ચિતાર આપતા કહ્યું કે, 2003માં અમુક સેંકડો પાર્ટીસિપન્ટસ આવ્યા હતા અને હવે 40 હજારથી વધુ પાર્ટીસિપન્ટસ આ સમિટમાં જોડાય છે. 2003માં જૂજ દેશો ભાગીદાર બન્યા હતા જ્યારે હવે 135થી વધુ દેશ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ લેવા આવે છે. 2003માં 30ની આસપાસ એક્ઝિબિટર્સ જોડાયા હતા જ્યારે હવે 2000થી વધુ એક્ઝિબિટર્સ આ સમીટનો યોગ્ય મંચ તરીકે ઉપયોગ કરે છે. 

વડાપ્રધાનએ બોડેલીમાં ઉજવ્યું ‘વિકાસપર્વ’
આદિવાસી બહુલ છોટાઉદેપુર જિલ્લાના બોડેલીથી કુલ રૂ.5206 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે કરવામાં આવ્યું છે. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં 25 હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજોનું નિર્માણ કર્યું તેમ વડાપ્રધાનએ જણાવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, વર્ષ 2002 અગાઉ અંબાજીથી ઉમરગામ સુધીના આદિજાતિ બેલ્ટમાં એક પણ વિજ્ઞાન પ્રવાહની કોલેજ ન હતી. આદિજાતિ બંધુઓને વિકાસની મુખ્યધારામાં લાવવા માટે છેલ્લા બે દાયકામાં આદિજાતિ વિસ્તારોમાં 25 હજાર નવા ક્લાસરૂમો સહિત પાંચ નવી મેડિકલ કોલેજો, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી તથા ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીનું નિર્માણ કર્યું છે. ગુજરાતના 50થી વધુ તાલુકાઓમાં કૌશલ્યવર્ધન કેન્દ્રોથી વિદ્યાર્થીઓમાં કુશળતાના બીજ રોપાયા છે.

વડાપ્રધાને કૌશલ્ય વિકાસ માટે થઈ રહેલા કાર્ય અંગે જણાવ્યું હતું કે,   આજના યુગમાં સર્ટીફીકેટની સાથે સાથે કૌશલ્યનું પણ ખૂબ મહત્વ છે. આ માટે પ્રધાનમંત્રી કૌશલ વિકાસ કેન્દ્ર દ્વારા જરૂરિયાત મુજબ તાલીમ મેળવીને લાખો યુવાનોને લાભ લેવા માટે તેમણે આહવાન કર્યું હતું. પોતાનો રોજગાર શરૂ કરવા માટે દસ લાખ સુધીની ગેરંટી સરકારે લીધી છે. વનબંધુ યોજના અંતર્ગત પણ સ્કીલ ડેવલપમેન્ટ માટે કામગીરી ચાલી રહી છે. રાજ્યના પ૦થી વધુ આદિજાતિ તાલુકાઓમાં આઈટીઆઈના માધ્યમથી શિક્ષણના પ્રયત્નો થઈ રહ્યા છે. વનધન કેન્દ્ર અંતર્ગત 11 લાખથી વધુ શિક્ષણ કેન્દ્રો શરૂ કર્યા છે. તાજેતરમાં પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજના લાગુ કરીને કૌશલ્ય વિકાસ માટે આધુનિક તાલીમ અને ઓજારો પૂરા પાડવા માટે કરોડો રૂપિયાની યોજના અમલમાં મૂકી છે તેની ભૂમિકા તેમણે આપી હતી.

 

વડોદરામાં PM મોદીનું 80 હજાર મહિલાઓએ કર્યું અભિવાદન
પીએમ મોદી છોટાઉદેપુરના બોડેલી ખાતે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. ત્યારબાદ તેઓ વડોદરા ખાતે મધ્ય ગુજરાતની મહિલાઓ દ્વારા આયોજિત નારીશક્તિ વંદન અધિનિયમ 2023 બિલ પાસ કરવા બદલ PMના આભાર કાર્યક્રમમાં પહોંચ્યા હતા. જ્યાં મધ્ય ગુજરાતની મહિલાઓ PM મોદીનું અભિવાદન કર્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યું કે, વડોદરામાં ગણેશ ઉત્સવોની ધૂમ હોય તેમજ નવરાત્રિની તૈયારીઓ ચાલતી હોય તેવા સમય લાખો બહેનોનો આશીર્વાદ લેવાનો મારા માટે અવસર હોય તેવા પ્રસંગે મારા દરેક બહેનોના ચરણોમાં કોટી કોટી વંદન. તેમણે કહ્યું કે, સ્વભાવિક રીતે વડોદરા આવવાનું મન થાય જ અને વડોદરાને યાદ કરૂ એટલે એમ લાગે કે મારા જીવનના ઘડતરમાં અનેક પરિબળોમાં યોગદાન રહ્યું હશે, પરંતુ વડોદરાએ તો મને એક દિકરાની જેમ સાચવ્યો છે. ગુજરાતની મહિલાને-નારી શક્તિને મુશ્કેલીમાંથી બહાર નીકાળવામાં આપણે સફળ થયા છીએ તેનુ ગર્વ છે. 
તેમણે આ પ્રસંગે વિપક્ષ પર પ્રહારો કરતા કહ્યું હતું કે, તમે એમ ન માનતા કે, આ સુધરી ગયા છે, તમારો તાપ એટલો વધ્યો છે ને ભલા ભલાને આ બિલ પાસ કરવું પડ્યું, નહી તો એમણે તો ત્રણ ત્રણ દાયકા સુધી તેને અટકાવવા માટે જેટલા ખેલ થાય તેટલા કર્યા છે. વધુમાં જણાવ્યું કે, એમનું રેકર્ડ જોઈ લેજો કેવા કેવા બહાના કાઢ્યા છે, પાર્લામેન્ટની અંદર બિલ ફાડી નાંખે અને નાટકબાજી ચાલે એક બાજુ કહે કે, અમે બિલ લાવ્યા તા અને બીજી બાજુ પેલાએ ફાડી નાંખ્યુ પરંતુ પેલા તમારી જોડે બેસેલા છે. વધુમાં ઉમેર્યું કે,  I.N.D.I.A નહીં ઘમંડિયા ગઠબંધન, હવે મહિલાઓમાં ભાગલા પડે તેવું કામ શરૂ કર્યું

 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ