બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / CR patil says No relatives of BJP leaders will get tickets in gujarat elections 2022

BIG BREAKING / CR પાટીલના એક એલાનથી ભાજપના સિનિયર નેતાઓની આશા પર ફર્યું પાણી, નવી સ્ટ્રેટેજીથી થશે ફાયદો?

Dhruv

Last Updated: 12:05 PM, 5 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરવાનું શરૂ કરી દીધું છે પરંતુ ભાજપે એકપણ ઉમેદવારનું નામ હજુ સુધી જાહેર નથી કર્યું ત્યારે CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇ મોટું નિવેદન આપ્યું છે.

  • ભાજપની ટિકિટ વહેંચણી મુદ્દે CR પાટીલનું મોટું નિવેદન
  • ભાજપ નેતાના સંબંધીને નહીં મળે ટિકિટ: પાટીલ
  • પૂર્વ મંત્રીના સંબંધીને પણ નહીં મળે ટિકિટ: પાટીલ

ગુજરાત વિધાનસભાની ચૂંટણી તારીખો જાહેર થઇ ગઇ છે. તમામ રાજકીય પક્ષો પોતાપોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યાં છે. ત્યારે ભાજપમાં આજે ઉમેદવારોની પસંદગી માટેનો આજે અંતિમ દિવસ છે. એ પહેલાં CR પાટીલે ઉમેદવારોની પસંદગીને લઇને મોટું નિવેદન આપ્યું છે. CR પાટીલે નિવેદન આપતા જણાવ્યું કે, 'ભાજપના નેતાઓના કોઈ પણ સગાંને ટિકિટ નહીં મળે, ધારાસભ્ય, સાંસદ કે પૂર્વમંત્રી હશે તો તેમના સગાંને ટિકિટ નહીં મળે.'

આજે ભાજપના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ

તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે. જે બાદ હવે તમામ પક્ષો ઉમેદવારોની પસંદગી કરવામાં લાગી ગયા છે. આજે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની પસંદગીનો અંતિમ દિવસ છે. આજે ભારતીય જનતા પાર્ટીની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. જેમાં ઘાટલોડિયા, નિકોલ, વટવા સિવાય 13 બેઠકોના સેન્સ લેવામાં આવશે.

ઘાટલોડિયામાં ભાજપમાં CM સિવાય કોઇએ દાવેદારી નથી નોંધાવી

અમદાવાદની 16 બેઠકો માટે આગામી 5 ડિસેમ્બરના રોજ મતદાન થવાનું છે. આ તમામ બેઠકો ઉપર ભાજપમાંથી 500 લોકોએ દાવેદારી નોંધાવી છે.  જેમાં સૌથી વધુ 62 અસારવા, બાપુનગર માટે 51એ દાવેદારી નોંધાવી છે. જ્યારે ઘાટલોડિયા માટે એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. તો કોંગ્રેસને અલવિદા કહીને ભાજપમાં જોડાયેલા 6 નેતાઓએ પણ ટિકિટની માંગ કરી છે. એલિસબ્રિજ બેઠક પર ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ અને ધારાસભ્ય રાકેશ શાહે દાવેદારી કરી છે. પૂર્વ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વટવાથી ઉમેદવારી નોંધાવી છે.

16 બેઠક માટે ભાજપમાં 499 દાવેદારો

અમદાવાદની કુલ 16 બેઠકો પર દાવેદારો વિશે વિગતવાર વાત કરીએ તો ઘાટલોડિયામાં એક માત્ર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે દાવેદારી નોંધાવી છે. જ્યારે વેજલપુરમાં 28, વટવામાં   12, એલિસબ્રિજમાં 27, નારણપુરામાં 12,  નિકોલમાં 16, ઠક્કરનગરમાં 22,  બાપુનગરમાં 51, અમરાઈવાડીમાં 22,  દરિયાપુરમાં 24, જમાલપુર- ખાડિયામાં 16, મણિનગરમાં 25, દાણીલીમડામાં 14, સાબરમતીમાં 9, અસારવામાં 62, નરોડામાં 42 નેતાઓએ દાવેદારી નોંધાવી છે.

કોંગ્રેસે 43 ઉમેદવારોની પ્રથમ યાદી કરી દીધી છે જાહેર

ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. જેમાં કોંગ્રેસે ઉમેદવારો માટે સેન્સ પ્રક્રિયા પણ પૂર્ણ કરી દીધી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી છે. કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં છે.

AAPએ પણ અત્યારસુધીમાં કુલ 118 ઉમેદવારોના નામો જાહેર કરી દીધા છે

આમ આદમી પાર્ટીએ પણ ગઇકાલે મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કરી દીધું છે તેમજ અત્યારસુધીમાં કુલ 118 ઉમેદવારોના નામની પણ જાહેરાત કરી દીધી છે. ત્યારે ભાજપમાં આજે ફરી બાકી રહેલી 77 બેઠકોનું મહામંથન થશે. ત્યાર બાદ આ મામલો દિલ્હી હાઇ કમાન્ડ સુધી પહોંચશે. બાદમાં ભાજપના ફાઇનલ ઉમેદવારોના નામ જાહેર થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ