બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સુરત / CR Patil reaction to the stampede at the railway station in Surat

પ્રતિક્રિયા / ઉનાળું વેકેશનને જોતાં વધારાની 6 ટ્રેન શરૂ કરાશે, સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી મુદ્દે સી આર પાટીલનું નિવેદન

Vishal Khamar

Last Updated: 05:18 PM, 14 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉનાળો શરૂથતાની સાથે જ લોકો માદરે વતન તરફ દોટ મુકતા હોય છે. ત્યારે સુરત રેલવે સ્ટેશન પર ઉનાળા વેકેશનને લઈ લોકો ઘરે જવા સ્ટેશન પર ધક્કામુક્કી કરી રહ્યા હતા. જે બાબતે સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, ઉનાળું વેકેશનને લઈ વધારાની 6 ટ્રેન શરૂ કરવામાં આવી છે.

ઉનાળાની સીઝન શરૂ થતાની સાથે જ લોકો વતન જતા હોય છે.  સુરત રેલવે સ્ટેશન પર ધક્કામુક્કી અંગે સી.આર.પાટીલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ઉનાળું વેકેશન શરૂ થતા રેલવે સ્ટેન પર લોકોની ભીડ જામે છે.  લોકો રેલવે સ્ટેસન પર ભીડ ન કરે તેમજ નવી ટ્રેનની વ્યવસ્થા કરાશે. ઉનાળું વેકેશનને લઈને વધારાની 6 ટ્રેન શરૂ કરાશે.  વતન જવા માટે ઉધના રેલવે સ્ટેશન પર લોકોની ભારે ભીડ ભેગી થઈ હતી. રેલવે સ્ટેશન પર અફરા-તફરી, ધક્કામુક્કી પણ થઈ હતી. ઉત્તર પ્રદેશ, બિહાર જવા માટે વધારાની ટ્રેન શરૂ કરાશે. લોકો વતન જવા ઉતાવળ કરી રહ્યા છે. તેમનાં માટે વધારાની ટ્રેન શરૂ કરાશે.

ગરમીનાં કારણે તબીયત લથડતા એમ્બ્યુલન્સની વ્યવસ્થા સ્થળ પર જ કરવામાં આવી છે -સી.આર. પાટીલ 
આ બાબતે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે,  આજે ઉધના સ્ટેશન પર ખૂબ મોટી સંખ્યામાં ઉત્તર પ્રદેશ, બિહાર તેમજ અન્ય રાજ્યમાં જવાવાળા લોકો ભેગા થયા હતા.  ખૂબ જ અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.  એક ટ્રેનની અંદર ત્રણ ચાર ટ્રેનનાં પેસેન્જરો એક સાથે સ્ટેશન પર હતા. થોડી ધક્કા મુક્કી પણ થઈ. તેમજ કેટલાક લોકોની ગરમીનાં કારણે તબીયત પણ બગડી હતી. જેઓ માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા સ્થળ પર જ કરવામાં આવી હતી.

વધુ વાંચોઃ 'ભાજપે જાહેર કર્યું જુમલાપત્ર' ભાજપના મેનિફેસ્ટો પર શક્તિસિંહ ગોહિલના પ્રહાર

છ નવી વધારાની ટ્રેન શરૂ કરાશેઃ સી.આર.પાટીલ (પ્રમુખ, પ્રદેશ ભાજપ)
આ બાબતે મે રેલવે મિનીસ્ટર અશ્વિન વૈષ્ણવને રજૂઆત કરી હતી કે, હાલમાં વેકેશનને કારણે  જે રીતે અવ્યવસ્થા સર્જાય છે. તેના માટે છ વધારાની ટ્રેન દોડાવી છે. તેમજ બીજી છ વધારાની ટ્રેનોનો વધારો કરવો જોઈએ. જે બાદ રેલવે મિનિસ્ટર અશ્વિન વૈષ્ણવ દ્વારા સૂચનાઓ પણ આપી દીધી છે.  એટલા માટે યુપી, બિહાર કે અન્ય રાજ્યમાં જવાવાળા ભાઈ-બહેનોને મારી વિનંતી છે કે, છ નવી ટ્રેન વધારાની આવવાની છે. જેથી કોઈ ધક્કા મુક્કી ન સર્જે. તેમજ શાંતિથી પોતાની ટ્રેનમાં મુસાફરી કરે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ