બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Politics / Congress state president Shaktisinh Gohil hits out at BJP's manifesto, says BJP has not fulfilled any of its promises
Last Updated: 04:20 PM, 14 April 2024
લોકસભા ચૂંટણીને લઈ ભારતીય જનતા પાર્ટીએ મેનિફેસ્ટો જાહેર કર્યો છે. જેમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવો, દેશના 80 કરોડ લોકો માટે મફત રાશન યોજના ચાલુ રાખવી અને ગરીબો માટે 3 કરોડ નવા ઘરોના નિર્માણ સહિતના વાયદા કરવામાં આવ્યા છે, ત્યારે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ભાજપના આ ચૂંટણી ઢંઢેરાને લઈ ભાજપ પર પ્રહાર કર્યા છે.
ADVERTISEMENT
ભાજપે મેનિફેસ્ટોના નામે માત્રને માત્ર જુમલા પત્ર જાહેર કર્યું છેઃ શક્તિસિંહ
શક્તિસિંહે કહ્યું કે, ભાજપે મેનિફેસ્ટો પર એકતરફી વાત કરી છે. 1 કલાક 40 મિનિટના મેનિફેસ્ટોમાં ભાજપે કોઈ પણ પત્રકારને એક પણ સવાલ પૂછવા દીધો નથી.. ભાજપે મેનિફેસ્ટોના નામે માત્રને માત્ર જુમલા પત્ર જાહેર કર્યું છે. ભાજપને અગાઉની ચૂંટણીમાં કાળુ ધન પાછું લાવવાનો અને દરેક લોકોને 15 લાખ રૂપિયા આપવાનો વાયદો કર્યો હતો. જો કે, ભાજપે 10 વર્ષમાં પોતાનો એક પણ વાયદો પૂર્ણ કર્યો નથી.. ચીને ભારતમાં આવીને સ્માર્ટ સિટી બનાવ્યા છે, પરંતુ ચીનની આ હરકત મામલે મેનિફેસ્ટોમાં કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી..
ADVERTISEMENT
કોંગ્રેસ જે કહે છે, તે કરીને બતાવે છેઃ શક્તિસિંહ
ADVERTISEMENT
શક્તિસિંહે કહ્યું પહેલાના સમયે મેનિફેસ્ટોમાં શું આપવાનું કહ્યું અને શું કર્યું તેનો ઉલ્લેખક કરવાની પ્રથા હતી, પરંતુ ભાજપની સરકારે આ પ્રથાને તોડવાનું કામ કર્યું છે. ભાજપે અગાઉ 30 લાખ જગ્યા ભરવાના વાયદો કર્યો હતો. આ જગ્યા હવે ભરાશે તેવો વાયદો ફરી ભાજપે કર્યો છે. વધુમાં શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસના મેનિફેસ્ટો પર બોલતા કહ્યું કે, કોંગ્રેસ જે કહે, તે કરીને બતાવે છે. આટલા માટે જ રાહુલ ગાંધીએ દેશના દરેક નાગરિકોને પૂછ્યું હતું કે, તમારે શું જોઈએ છે. આમ જનતાની જરૂરિયાતને ધ્યાનમાં રાખી કોંગ્રેસ પોતાના મેનિફેસ્ટોમાં 5 ન્યાયની વાત કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.