બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / CR Patil boasted about the Lok Sabha elections claimed victory

Lok Sabha Election 2024 / 'મોટી લીડ સાથે ત્રીજી વાર પણ...', લોકસભા ચૂંટણીને લઇ CR પાટીલનો હુંકાર, કર્યો જીતનો દાવો

Ajit Jadeja

Last Updated: 05:19 PM, 16 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન આવ્યુ છે.

લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે. જેમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 7 મેના મતદાન થવાનું છે. 4 જૂને પરિણામ જાહેર થશે. આ ઉપરાંત ગુજરાતની પાંચ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાશે. જેમાં માણાવદર, પોરબંદર, ખંભાત, વિજાપુર, વાઘોડિયા બેઠકનો સમાવેશ થાય છે.

મોટી લીડથી જીતીશું - સી.આર.પાટીલ

લોકસભા ચૂંટણીમાં ગુજરાતની તમામ 26 બેઠકો પર એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીને લઇને ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનું નિવેદન આવ્યુ છે. પાટીલે કહ્યુ કે ગુજરાતમાં છેલ્લી બે ચૂંટણીમાં તમામ 26 બેઠકો જીત્યા છીએ. રામ મંદિર,કલમ 370 સહિત અનેક કામો કર્યા છે. જેથી મોટી લીડ સાથે આ વખતે ત્રીજી વખત 26 બેઠકો જીતવાનું લક્ષ્ય છે. આ લોકસભા ચૂંટણીમાં મોદીજી હેટ્રિક કરવા જઇ રહ્યાં છે. સાથે સાથે ગુજરાતની 6 વિધાનસભાની બેઠકો જીતવાનો પ્રયાસ કરીશું. ટેકનીકલ કારણોસર વિધાનસભાની એક બેઠકની જાહેરાત રહી ગઇ લાગે છે તેવું પણ તેમણે કહ્યુ હતું. 

અમદાવાદમાં ભાજપ નેતાઓ કાર્યાલય પહોચ્યા

લોકસભાની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. સાત તબક્કામાં ચૂંટણી યોજાશે. જેમાં 19 એપ્રિલે પ્રથમ તબક્કાની ચૂંટણી, 26 એપ્રિલએ બીજા તબક્કામાં મતદાન થવાનું છે. 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે. ગુજરાતમાં 26 સીટોનું મતદાન 7 મે રોજ થશે. તો મત ગણતરી 4 જૂનના રોજ થશે. આ તારીખ જાહેર થતા વિવિધ પાર્ટીની તારીખ જાહેર થવાની આતુરતાનો અંત આવ્યો છે. જે તારીખ જાહેરાત કાર્યક્રમ જોવા ભાજપના નેતા અને ઉમેદવાર ખાનપુર ભાજપ કાર્યાલય ખાતે એકઠા થયા હતા. જયા તારીખ જાહેર થતા ભાજપે જંગી લીડ સાથે જીતની આશા વ્યક્ત કરી. 

વડોદરામાં યુવા મતદારોમાં ઉત્સાહ

ગુજરાતની 26 બેઠકો પર ચૂંટણીનું બ્યુગલ ફૂંકાયું છે. વડોદરા શહેર જિલ્લામાં લોકસભા મતદાન માટે કુલ 2624405 મતદારો નોંધાયા છે. યુવાનોમાં મતદાનને લઈને અનોખો ઉત્સાહ જોવા મળ્યો છે. વડોદરાના યુવાનોએ કહ્યું મતદારોની પડખે ઊભા રહે એવા જનપ્રતિનિધિ હોવા જોઈએ. શહેરમાં શૈક્ષણિક ગ્રાન્ટ અને યુવાનોમાં રોજગાર ની તકો વધે તેવી સાંસદ પાસે અપેક્ષા રાખી રહ્યા છે. મતદાન એ માત્ર ફરજ નહિ બલ્કે નૈતિક જવાબદારી છે. આખા રાજ્યમાં સૌથી વધુ વડોદરામાં મતદાન થાય તેવા પ્રયત્નો કરીશું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ