બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ભારત / Cowherds chased away Chinese troops near the LAC in Ladakh with vertical tails

VIDEO / લદ્દાખમાં LAC નજીક ચીની સૈનિકોને ગોવાળિયાઓએ ઊભી પૂંછડીએ ભગાડ્યા, લાગ્યા ભારત માતા કી જયના નારા

Priyakant

Last Updated: 08:34 AM, 31 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Chinese Army Incursion Latest News: ચીન PLAના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કરતાં નિઃશસ્ત્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી

  • લેહ-લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી સામે આવ્યા
  • PLAના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો
  • નિઃશસ્ત્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી

Chinese Army Incursion : લેહ-લદ્દાખના દુર્ગમ પર્વતીય વિસ્તારમાં ચીની સેનાના નાપાક ઈરાદાઓ ફરી એક વખત સામે આવ્યા છે. ચીનની પીપલ્સ લિબરેશન આર્મી (PLA)ના સૈનિકોએ ભારતીય ગોવાળિયાઓને રોકવાનો પ્રયાસ કર્યો હતો. તેના પર નિઃશસ્ત્ર ભારતીય ગોવાળિયાઓએ હિંમત બતાવી અને સશસ્ત્ર ચીની સેનાના સૈનિકો સાથે અથડામણ કરી. ભારતીય ગોવાળિયાઓએ પણ ચીની સેનાના બખ્તરબંધ વાહનો પર પથ્થરમારો કર્યો હતો. ચીની સેનાના સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો એક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર પણ વાયરલ થઈ રહ્યો છે. આ પહેલીવાર નથી જ્યારે ચીન દ્વારા ઉશ્કેરણીજનક કાર્યવાહી કરવામાં આવી હોય. આ પહેલા પણ ચીન દ્વારા લદ્દાખ ક્ષેત્રમાં આવી ગતિવિધિઓ કરવામાં આવી ચુકી છે.

પૂર્વી લદ્દાખમાં વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર ચીની સૈનિકોની નાપાક ગતિવિધિઓ સામે આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ભારતીય ગોવાળિયાઓને ચીની સૈનિકોએ પશુઓને ગોચરમાં લઈ જતા અટકાવ્યા હતા. આ પછી ચીની સૈનિકો અને ભારતીય ગોવાળિયાઓ વચ્ચે બોલાચાલી શરૂ થઈ ગઈ. થોડી જ વારમાં બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ ગઈ. અહીં તમને જણાવી દઈએ કે ચીની સૈનિકો સશસ્ત્ર હતા, જ્યારે ભારતના સ્થાનિક ગોવાળિયાઓનિઃશસ્ત્ર હતા. છતાં પણ સ્થાનિક પશુપાલકોએ પીએલએના પગલાનો વિરોધ કરવાથી પીછેહઠ કરી ન હતી. ચુશુલ કાઉન્સેલર કોન્ચોક સ્ટેનજિને બંને પક્ષો વચ્ચેની અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયોમાં ચીની સૈનિકો ગોવાળિયાઓને રોકતા જોવા મળે છે અને ગોવાળિયાઓ તેમની સાથે દલીલ કરી રહ્યા છે. તે જગ્યાએથી પાછા ફરવાનો ઇનકાર કરી રહ્યા છે.

મામલો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાનો  
સૂત્રો અનુસાર પશુઓને ગોચરમાં લઈ જવાને લઈને ચીની સૈનિકો અને સ્થાનિક ભગોવાળિયાઓ વચ્ચેના વિવાદનો આ વીડિયો જાન્યુઆરીના પહેલા અઠવાડિયાનો છે. ગ્રામીણોએ ચીની સૈનિકો સાથે ઘણી દલીલ કરી અને ચીની સૈનિકોના વાહન પર પથ્થરમારો પણ કર્યો. વીડિયોમાં ચીની સૈનિકો સમગ્ર ઘટનાને રેકોર્ડ કરતા જોવા મળી રહ્યા છે. તેઓ પશુપાલકોને પણ પાછા જવા માટે કહી રહ્યા છે. વીડિયોમાં ચીની સૈનિકોના બખ્તરબંધ વાહનો પણ જોઈ શકાય છે.

વધુ વાંચો: મણિપુરમાં ફરીવાર હિંસા ભડકી: કરાયું અંધાધૂંધ ફાયરિંગ, 2ના મોત, 5 ઘાયલ, જાણો કારણ

આર્મી ચીફે શું કહ્યું ? 
લદ્દાખમાં LAC પર ચીની સૈનિકો અને સ્થાનિક ગોવાળિયાઓ વચ્ચેની અથડામણનો આ વીડિયો એવા સમયે સામે આવ્યો છે જ્યારે આર્મી ચીફ જનરલ મનોજ પાંડેએ થોડા અઠવાડિયા પહેલા ત્યાંની સ્થિતિ પર ટિપ્પણી કરી હતી. તેમણે કહ્યું હતું કે, વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સ્થિતિ સ્થિર છે પરંતુ સંવેદનશીલ છે. તમને જણાવી દઈએ કે, ઉચ્ચ પર્વતીય વિસ્તાર ડોકલામમાં ભારતીય અને ચીની સૈનિકો વચ્ચે અથડામણની ઘટનાઓ પણ સામે આવી છે. આને લઈને ભારત અને ચીન વચ્ચેના સંબંધો ખૂબ જ તંગ બની ગયા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ