બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / આરોગ્ય / covid patient at risk of cardiac arrest for two years

સાવધાન / કોરોના થઈને મટી ગયો પણ અસર બે વર્ષ સુધી! તમે પણ ઝપેટમાં આવ્યા હોય તો સાચવજો, હાર્ટઍટેકનો રહે છે ખતરો

Manisha Jogi

Last Updated: 03:22 PM, 31 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગરબા અને લગ્નમાં ડાન્સ કરતા સમયે, દોડતા સમયે તથા અલગ અલગ એક્ટિવિટી કરતા સમયે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. પોસ્ટ કોવિડમાં હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ હોવાને કારણે ડાંસ, કસરત અને મેરાથોનથી દૂર રહેવું જોઈએ.

  • અલગ અલગ એક્ટિવિટી કરતા સમયે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે
  • લોકોએ 1-2 વર્ષ સુધી ભારે કસરત ના કરવી જોઈએ
  • ડાંસ, કસરત અને મેરાથોનથી દૂર રહેવું જોઈએ

ગરબા અને લગ્નમાં ડાન્સ કરતા સમયે, દોડતા સમયે તથા અલગ અલગ એક્ટિવિટી કરતા સમયે લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે. ICMRએ આ બાબતે એક સ્ટડી જાહેર કરી છે, જેના સંદર્ભે કેન્દ્રિય આરોગ્યમંત્રીએ કોરોનાનો ભોગ બનેલ લોકોને સલાહ આપી છે કે, આ લોકોએ 1-2 વર્ષ સુધી ભારે કસરત ના કરવી જોઈએ. પોસ્ટ કોવિડમાં 10થી 20 ટકા હાર્ટ એટેકના કેસ સામે આવી રહ્યા છે, આ લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ હોવાને કારણે ડાંસ, કસરત અને મેરાથોનથી દૂર રહેવું જોઈએ.

કોવિડના દર્દીઓને હાર્ટ એટેકનું જોખમ
સ્ટડી પરથી જાણવા મળ્યું છે કે, પોસ્ટ કોવિડના એવા કેસ સામે આવ્યા છે કે, 10થી 20 ટકા લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ છે. કોવિડ દરમિયાન જે લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા, તથા મોડરેટ ટુ સીવિયર કેટેગરીમાં કોરોનાથી સંક્રમિત લોકોને હાર્ટ એટેકનું વધુ જોખમ છે. 

એકાએક ભારે કસરત ના કરવી
જો તમે કસરત કરતા નથી, એકાએક ભારે કસરત ના કરવી. ગરબા ભારે કસરત ગણવામાં આવે છે. 3-4 કલાક સુધી ગરબા કરવા તે સરળ નથી. જે લોકો ક્યારેય પણ જીમ ગયા નથી, ડાન્સ કર્યો નથી, દોડ્યા નથી, મેરાથોનમાં શામેલ થયા નથી. તે લોકોએ ડોકટરની સલાહ લીધા વગર આ પ્રકારની એક્ટિવિટી ના કરવી જોઈએ. કોવિડની બીજી લહેરમાં જે લોકોને સીવિયર ઈન્ફેક્શન હતું, તે લોકોને હાર્ટ એટેક આવવાનું વધુ જોખમ છે. 

અનેક લોકોને માયોકાર્ડિટિસ થયો
કોવિડના કારણે અનેક લોકો માયોકાર્ડિટિસથી પીડિત છે. આ વાયરસ ઈન્ફેક્શનના કારણે થાય છે. જેમાં હાર્ટની માંસપેશીઓમાં સોજો આવે છે, જેના કારણે હ્રદય નબળુ ડી જાય છે. હાર્ટબીટ કંટ્રોલમાં રહેતી નતી. બ્લોકેજની ટેંડેંસી વધી જાય છે. હાર્ટ ડેમેજ થાય છે, જેના કારણે એકાએક કાર્ડિયાક અરેસ્ટ આવવાનું જોખમ રહે છે. 

ઓક્સિજન સપોર્ટ પર રહેતા લોકોને વધુ જોખમ
જે લોકો ઓક્સિજન સપોર્ટ પર હતા, તે લોકોને કાર્ડિયાક અરેસ્ટનું વધુ જોખમ હોય છે. માયોકાર્ડિટિસ થાય તો ઈલાજના થોડા દિવસ પછી તે ઠીક થઈ જાય છે અને માંસપેશીઓ રિકવર થઈ જાય છે. જે લોકોને કોવિડ થયો હોય તે લોકોને માયોકાર્ડિટિસથી ઠીક થવામાં બે વર્ષ સુધીનો સમય લાગે છે. હાર્ટના દર્દીઓ માટે ડીજેનો અવાજ પણ જોખમી છે. નિષ્ણાંતો અનુસાર હાર્ટના દર્દીઓએ ડીજે, ડિસ્કોમાં ના જવું જોઈએ. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ