બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / Covid daily cases show declining trend post lockdown in Delhi and Mumbai

રાહત / દેશના જે 2 શહેરોએ ચિંતા વધારી હતી ત્યાંથી લૉકડાઉન બાદ આવ્યા સારા સમાચાર

Published By: Shalin

Last Updated: 02:19 PM, 27 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દેશમાં કોરોના મહામારીની બીજી લહેરથી હાહાકાર મચી ગયો છે. આ સેકન્ડ વેવમાં લોકડાઉન લાગુ કરવું કે નહીં તે મુદ્દે વિવિધ મત પ્રવર્તે છે.

આ બાબતે મુંબઈ અને દિલ્હીનું ઉદાહરણ લેવા જઈએ તો મહારાષ્ટ્રમાં 15 એપ્રિલથી લોકડાઉન લાગુ કરેલ છે. 14મી એપ્રિલે મુંબઈ શહેરમાં 10,000 કેસ નોંધાયા હતા. 

જો કે ત્યારબાદ લોકડાઉન લાગુ થયા બાદ દૈનિક કેસમાં ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. 26 એપ્રિલે તો મુંબઈમાં ફક્ત 3800 કેસ જોવા મળ્યા હતા. આ સંખ્યા કરતા તો અમદાવાદના દૈનિક કેસની સંખ્યા વધારે છે. 

લોકડાઉન પછી મુંબઈમાં કેસીસના ઘટાડાનો ટ્રેન્ડ

બીજી તરફ દિલ્હીની વાત કરીએ તો રાજધાનીમાં કોરોનામાં વધતા કેસ અને હોસ્પિટલમાં બેડ અને ઓક્સિજનની અછતના કારણે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે 19 તારીખથી રાજધાનીમાં લોકડાઉન જાહેર કર્યું હતું.

દિલ્હીમાં લોકડાઉન લંબાવવામાં આવ્યું

આ લોકડાઉન તેમણે એક્સટેન્ડ કરીને 3 મે સુધી લંબાવ્યું છે. જો કે આ દરમિયાન દિલ્હીમાં આવતા કેસીસમાં દરરોજ સાધારણ ઘટાડો થઇ રહ્યો છે. દિલ્હીના દૈનિક 24000 કેસ ગઈ કાલે દૈનિક 20000 કેસ ઉપર આવ્યા છે.

લોકડાઉન પછી દિલ્હીમાં કેસીસના ઘટાડાનો ટ્રેન્ડ

આ સમયે કેન્દ્ર લોકડાઉનના નિર્ણયો રાજય સરકારો ઉપર રાખ્યા છે અને લોકડાઉન ટાળવાની અપીલ કરી છે. જો કે કોરોનાના આ સુનામી સામે સંક્રમણની ચેઇન તોડવા માટે લોકડાઉન સિવાય બીજો કયો વિકલ્પ છે તે હજુ જાણી શકાતું નથી. એવામાં ગુજરાત સરકાર શું નિર્ણય લે છે તે જોવાની વાત છે.  
 

સંકળાયેલા મુદ્દાઓ

Corona cases Mumbai delhi lockdown કોરોના કેસીસ દિલ્હી મુંબઈ લોકડાઉન coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ