બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / court said vulgar act in front of anyone is also sexual harassment will pocso act

ચુકાદો / કોઈની સામે અશ્લીલ હરકત કરવી એ યૌન શોષણ: 60 વર્ષિય વૃદ્ધને કોર્ટે દોષિત ઠેરવ્યો

Pravin

Last Updated: 04:12 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈની એક વિશેષ અદાલતે બાલ યૌન શોષણના કેસમાં 60 વર્ષિય આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

  • મુંબઈની એક વિશેષ અદાલતે યૌન શોષણના કેસમાં સુનાવણી કરી
  • બાળકને જોઈ ગંદી હરકત કરવા બદલ 60 વર્ષિય વૃદ્ધને દોષિત ઠેરવ્યા
  • કોર્ટે કહ્યું કે, આ સમાજમાં ખતરનાક સાબિત થઈ શકે 

મુંબઈની એક વિશેષ અદાલતે બાલ યૌન શોષણના કેસમાં 60 વર્ષિય આરોપીને દોષિત ઠેરવતા કહ્યું કે, કોઈ અન્ય વ્યક્તિની હાજરીમાં અશ્લીલ હરકત કરવી તેના યૌન ઈરાદા સ્પષ્ટ કરવા માટે પુરતા છે. બાળકોને યૌન અપરાધોને સંરક્ષણ આપતા પોક્સો કાયદા અંતર્ગત વિશેષ ન્યાયાધીશ પ્રિયા બનકરે 29 ઓગસ્ટના રોજ આરોપીને દોષિત ઠેરવી અને તેને એક વર્ષના કારાવાસની સજા સંભળાવી હતી. આ આદેશ ગુરુવારે આપ્યો હતો. 

ફરિયાદી અનુસાર ચાર વર્ષની પીડિત બાળક જ્યારે પોતાના ઘરની પાસે આરોપીની સિલાઈની દુકાન પર ગયું તો તેણે જોયું કે, આરોપી અશ્લીલ હરકત કરતો હતો. આરોપીના વકીલે દલીલ આપી હતી કે, તેણે છોકરાને દુકાન પર નથી બોલાવ્યો અને ન તો તે છોકરા પાસે ગયો હતો. 
    
કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે, આ સત્ય છે કે, બાળકે ભૂલથી આ માણસની હરકતને જોઈ લીધી, પણ આરોપીની દુકાન નાની છે અને નજીકમાંથી પસાર થતાં કોઈ પણ વ્યક્તિ ત્યાંથી પસાર થનાર આ હરકત જોઈ શકતા હતા. 
     
કોર્ટે કહ્યું કે, આ ઘટનાના પીડિત, તેના પરિવારના સભ્યો અને ત્યાં સુધી કે સમાજ પર ઊંડો પ્રભાવ પડે છે, તથા આવી ધારણ છે કે, ઘર અને તેની આજૂબાજૂના ક્ષેત્રના બાળકો માટે સુરક્ષિત નથી. કોર્ટે કહ્યું કે, તેનાથી સમાજમાં એક ખતરનાક સ્થિતિ ઊભી થઈ શકે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ