બ્રેકિંગ ન્યુઝ
Nikul
Last Updated: 06:20 PM, 23 January 2021
ADVERTISEMENT
ટ્રિસ્ટન બોગાર્ડ અને બેલીન કાસ્ટેલો નામનાં આ કપલે સાઇકલ પર યાત્રા કરીને વિશ્વનાં વિવિધ દેશો ફરવાનું નક્કી કર્યું છે. છેલ્લા 3 વર્ષમાં આ કપલે 7 દેશ, 3 કોન્ટિનેન્ટ સાઇકલ યાત્રા કરી છે. કેલિફોર્નિયાથી શરૃ કરીને તેમની આ સાઇકલ જર્ની ઈટલી, સ્પેન અને નોર્વેથી પસાર થઈને સેન્ટ્રલ એશિયાનાં વિસ્તારોમાંથી પસાર થઈ હતી.
સાઇકલ રાઇડનાં એક્સ્પિરિયન્સને બાઈક લાઇફ દ્વારા રેકોર્ડ કરાયું
આ સાઇકલ યાત્રામાં તેમણે વિશ્વનાં ઊંચા રોડ્સ, અદ્ભૂત ગ્લેશિયલ વેલી, જ્વાળામુખીનાં વિસ્તારોનો પ્રવાસ ખેડ્યો હતો. તેમનાં આ એડવેન્ચરસ સાઇકલ રાઇડનાં એક્સ્પિરિયન્સને કોફી ટેબલ બૂક તરીકે જાણીતી બાઈક લાઇફ દ્વારા રેકોર્ડ કરવામાં આવી હતી. જે બૂકમાં આ કપલ દ્વારા કરવામાં આવેલ સાઇકલ જર્નીનાં વિવિધ આસ્પેક્ટ્સ જોવા મળે છે. જેમાં સાઇકલ યાત્રા કરતી વખતે કેવા પ્રકારનાં પડકારો સામે આવે છે અને બુકમાં જાણવા મળે છે કે, તેમાં તમને તેમનાં પ્રવાસનું વિઝ્યુઅલી વર્ણન જાણવા મળશે.
ADVERTISEMENT
નોર્વેની એક ફેમિલીએ કપલને એક નાઇટ સ્ટે કરાવ્યું
કપલ દ્વારા કરવામાં આવેલ સાઇકલ જર્નીનાં ફોટોઝ એક અલગ વિશ્વની સફરે લઈ જાય છે. જેમની તસવીરોમાં વિશ્વવિખ્યાત આર્કટીક આઇસલેન્ડની તસવીરો પહેલા ક્યારેય ના જોઈ હોય તેવા દૃશ્યો જોવા મળે છે. ટ્રિસ્ટન અને બેલિનને સાઇકલિંગ કરવું ખૂબ પસંદ છે અને તેમની સાઇકલ જર્ની વિશે જાણીને નોર્વેની એક ફેમિલીએ આ કપલને તેમનાં ત્યાં ડિનર માટે ઇન્વાઇટ કર્યાં હતા અને તેમનાં ત્યાં નાઇટ સ્ટે પણ કરાવ્યો હતો.
રૂફ ઓફ ધ વર્લ્ડની ફિલ અપાવે છે નોર્વેનો ડલ્સનિબ્બા માઉન્ટેન
તેમની આ સાઇકલ યાત્રમાં નોર્વેનાં વિક્ટરી વ્યૂઝની તસવીર આંખને ઠંડક આપે તેવી છે. નોર્વેની આ જગ્યા રૂફ ઓફ ધ વર્લ્ડ તરીકે પણ ઓળખાય છે, જે માઉન્ટેનને ડાલ્સનિબ્બા કહેવામાં આવે છે. આ માઉન્ટેન 4,843 ફૂટ ઉંચો છે જેની ઉંચાઈ પરથી એક સુંદર દૃશ્ય જોવા મળે છે. આ જગ્યા પર સાઇકલિંગ કરવું ખૂબ અઘરું છે તેમ છતાં આ કપલે તે રસ્તાને પાર કરીને માઉન્ટેનનાં શીખર પર પહોંચવાનું સાહસ કર્યું હતું.
1,400મીટર હાઇટ વાળા પાંચ રસ્તાઓ પસાર કર્યા
આ કપલ જ્યારે ઇટલી પહોંચ્યુ ત્યારે તેમને ખૂબ જ રમણીય સ્થળો જોવા મળ્યા તેની સાથે ત્યાંના સરળ રસ્તાઓ જોઈને તેમને લાગ્યું કે આ સાઇકલિંગ માટે મક્કા કહી શકાય. ઇટલીમાં આ કપલે પાંચ દિવસમાં 25 કિલો લગેજ સાથે ટ્રાવેલ કર્યું હતું. જેમાં તેમણે 1,400 મીટરની હાઇટ વાળા પાંચ રસ્તાઓ પાર કર્યાં હતા, જેનો સરવાળો કરવામાં આવે તો તે એવરેસ્ટની ચઢાઈ કર્યાં બરાબર કહી શકાય.
વોલ્કેનિક જગ્યાનાં કાચા રસ્તાઓ પર સાઇકલિંગ કર્યું
ટ્રિસ્ટન અને બેલિને સાઇકલિંગ કરીને લેન્ઝારોટ કે જે એક વોલ્કેનિક જગ્યા છે. આ એવી જગ્યા છે જ્યાં ઘટ્ટ લાલ થી કાળા રંગનાં માઉન્ટેઇન્સ જોવા મળે છે. જ્યાનાં રસ્તા પણ કાચા છે અને ત્યાં સાઇકલિંગ કરવી એક જુદા પ્રકારનો અનુભવ છે.
પંજ રિવરનાં ખળખળ પાણી સાથે કરી એડવેન્ચરસ સાઇકલ રાઇડ
સ્પેનનાં ગ્રેન કેનેરિયાનાં મિસ્ટીકલી શેપ્ડ રોક્સની વચ્ચે આવેલા વળાંકદાર રસ્તાઓ પર સાઇકલિંગનો એક અલગ લહાવો છે. જ્યાનાં રસ્તાઓને માણવાની સાથે તમે સ્પેનિશ લાઇફસ્ટાઇની પણ મજા માણી શકો છો. સાઇકલ યાત્રામાં આ કપલે તજાકસ્તાનનાં પંજ રિવર સાથે પણ રમણીય તસવીરો ક્લિક કરાવી છે. તેમણે કહ્યું કે, સાઇકલ ચલાવતી વખતે રિવરમાં ખળ ખળ વહેતાં પાણીનો અવાજ તમને એડવેન્ચરસ ફિલ અપાવે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.