બ્રેકિંગ ન્યુઝ
VTV / coronavirus when schools will reopen in india doctor vk paul give answers
Parth
Last Updated: 09:58 PM, 18 June 2021
ADVERTISEMENT
છેલ્લા કેટલાક દિવસથી કોરોના વાયરસના કેસમાં ઘટાડો નોંધાયો છે. દેશના કેટલાય રાજ્યોમાં પ્રતિબંધો ઘટાડવામાં આવ્યા છે ત્યારે કેટલાક લોકોના મનમાં સવાલ ઊભા થઈ રહ્યા છે કે દેશમાં શાળાઓ ક્યારે શરૂ થશે?
ADVERTISEMENT
ક્યારે શરૂ થશે શાળાઓ?
શાળાઓને લઈને સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી છે. નીતિ આયોગના ડૉક્ટર વીકે પોલે કહ્યું કે નેશનલ અને રાજ્ય સ્તર પર બોર્ડની પરીક્ષાઓ પણ રદ્દ કરી દેવામાં આવી છે, કોરોના વાયરસના કારણે શાળાઓને શરૂ કરવાનો વિચાર ત્યારે જ કરવામાં આવશે જ્યારે વધારેમાં વધારે શિક્ષકોને વેક્સિન આપી દેવામાં આવી હોય. આ સિવાય કોરોના વાયરસના કારણે બાળકો પર શું અસર પડે છે અને તેને લગતી માહિતી સામે આવી જાય તે બાદ શાળાઓ શરૂ કરવાને લઈને વિચાર કરવામાં આવશે.
વિદેશોમાં થયું એવું ભારતમાં ન થાય તે માટે સરકાર સતર્ક
વીકે પોલે કહ્યું કે શાળાઓ શરૂ કરવાનો સમય જલ્દી આવવો જોઈએ પરંતુ અમારે ધ્યાન રાખવાની જરૂર છે કે કઈ રીતે વિદેશોમાં શાળાઓ શરૂ કરવામાં આવી અને તે બાદ કોરોના વાયરસના કેસ વધવા લાગ્યા અને તે બાદ શાળાઓને ફરીથી બંધ કરી દેવાનો વારો આવ્યો. અમે આપણાં બાળકો અને શિક્ષકોને આવી હાલતમાં નાંખવા માંગતા નથી.
કેમ રિસ્ક લેવા નથી માંગતી સરકાર!
નોંધનીય છે બીજી મહત્વની બાબત છે કે હાલમાં WHO તથા એમ્સ દ્વારા કરવામાં આવેલ એક રિસર્ચમાં સામે આવ્યું છે કે અઢાર વર્ષથી નાના બાળકોમાં પણ એન્ટિ બોડી દેખાઈ રહી છે. ડૉક્ટર પોલે કહ્યું કે એન્ટિબોડી છે તેનો અર્થ એ નથી થતો કે શાળાઓને ખોલી દેવામાં આવે અને સોશ્યલ ડિસ્ટન્સની જરૂર નથી. વાયરસ પોતાનું રૂપ બદલી રહ્યો છે અને તેને ધ્યાનમાં રાખવાની જરૂર છે. આજે બાળકો કોરોનાથી બચેલા છે પરંતુ કાલે વધારે સંક્રામક થઈ જશે તો શું થશે?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.