બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સુરત / coronavirus surat health secretary jayanti ravi paan masala gujarat

કોરોના વાયરસ / પાન-મસાલાના બંધાણીઓને લઇને આવ્યા મોટા સમાચાર, જયંતિ રવિએ આપ્યા આ સંકેત

Hiren

Last Updated: 07:36 PM, 2 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતમાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં દિવસે દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે સતત ત્રીજા દિવસે આરોગ્ય અગ્ર સચિવ સુરતની મુલાકાતે છે. જયંતિ રવિએ સુરત સિવિલની મુલાકાત લીધી હતી. જયંતિ રવિએ સુરતમાં આરોગ્યના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. બેઠકમાં કોરોનાના નિયંત્રણ કરવા અંગે ચર્ચા થઈ હતી. આ બેઠક બાદ આરોગ્ય અગ્ર સચિવે કેટલાક સંકેત આપ્યા છે.

  • રાજ્યમાં પાન-મસાલાની દુકાનો ફરી બંધ થઇ શકે છે
  • ​જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશુંઃ જયંતિ રવિ
  • કોરોનાના વધતા કેસને લઇને ચિંતા વ્યક્ત કરી હતીઃ જયંતિ રવિ

સુરતમાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહ્યો છે. તેવામાં સુરતમાં આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ કતારગામ ઝોનની મુલાકાત લીધી હતી. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ પાન-મસાલાની દુકાનો બંધ થવાને લઇને કેટલાક સંકેતો આપ્યા હતા. આજે પાન-મસાલાના બંધાણી માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં પાન મસાલાની દુકાનો ફરી બંધ થાય તેવી શક્યતા છે. સુરતમાં આરોગ્ય અગ્ર સચિવે સંકેત આપ્યા છે. તેમણે કહ્યું કે, જે વિસ્તારમાં કેસ વધશે ત્યાં પાન-મસાલાની દુકાનો બંધ કરીશું. જેને લઇને પાન-મસાલાના બંધાણીઓએ સ્ટોક કરવાનું શરૂ કર્યું છે.

અગાઉ જયંતિ રવિએ જણાવ્યું હતું કે, હિરા ઉદ્યોગમાં બેસવાની વ્યવસ્થા અને રસ્તા પર થૂંકવાની કુટેવના કારણે કોરોનાનું સંક્રમણ વધવાનું એક કારણ હોઇ શકે છે. 

સુરતમાં કેમ વધી રહ્યા છે કોરોનાના કેસ?

જયંતિ રવિએ કહ્યું કે, સુરતમાં કોરોનાના કેસ વધવાના અનેક કારણો હોય શકે છે તેનું કોઇ ચોક્કસ કારણ ન જણાવી શકીએ. પરંતુ હિરા ઉદ્યોગ એક કારણ હોઇ શકે છે. જેમાં બેસવાની વ્યવસ્થા એક કારણ છે. લોકો એકબીજાની નજીક બેસીને હિરા ઘસવાનું કામ કરે છે. તેમાં શક્યતા વધી જાય છે. આજે પણ સિટીના પરિભ્રમણમાં મેં જોયું કે માસ્ક પહેરવાની વ્યવસ્થામાં થોડો સુધારો થયો છે. તો થુંકવાની પણ કુટેવ હોય છે, સાથો સાથ સોશિયલ ડિસ્ટન્સિંગ અપનાવે, એટલું સંક્રમણ થવાની શક્યતાઓ ઘટી જાય છે. ગીચ વિસ્તાર છે તે ભધા કારણસર બની શકે કે થોડો સંખ્યામાં વધારો થઇ રહ્યો છે.

સુરત કોવિડ હોસ્પિટલને વધુ 600 બેડ મળશેઃ જયંતિ રવિ

સુરતમાં કોરોનાના વધતા કેસને લઇને આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, કોવિડ હોસ્પિટલમાં નવી વ્યવસ્થા વધારવાનું કામ ચાલુ થઇ ચૂક્યું છે. સુરત કોવિડ હોસ્પિટલને વધુ 600 બેડ મળશે. 180 નવા ICU આપવામાં આવશે. જયંતિ રવિએ કતારગામ અને વરાછા વિસ્તારની મુલાકાત લીધી હતી. તેમણે લોકોના જાગૃતિ માટે NGO સાથે વાત કરી હતી. NGO ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરી શકશે. લોકોને કોરોના અંગે માહિતી આપવામાં આવશે.

પરીક્ષા મામલે ચોક્કસ ગાઇડલાઇન આવશેઃ જયંતિ રવિ

વધુમાં તેમણે કહ્યું કે, કોવિડ કોમ્યુનિટી આઇસોલેશન સેન્ટર શરૂ થશે. કોવિડ આઇસોલેશન સેન્ટરને હોસ્પિટલ સાથે લિંક કરાશે. આજે 350 લોકો હોમ આઇસોલેશનમાં જોડાયા છે. મેડિકલ, ડેન્ટલ અને પેરા મેડિકલની પરીક્ષા મૌકૂફ રખાઇ છે. પરીક્ષા મામલે ચોક્કસ ગાઇડલાઇન આવશે. વધુ કેસ આવશે ત્યાં લૉકડાઉનનો અમલ કરાશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ