બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
કોરોના વાયરસના પ્રકોપને જોતા સરકાર દ્વારા દેશભરમાં લૉકડાઉન કરી દેવામાં આવ્યું છે. એવામાં મોટાભાગે લોકો પોતપોતાના ઘરે કંટાળો અનુભવી રહ્યા છે. આ કંટાળાથી બચવા લોકોએ દૂરદર્શન પર રામાયણ, મહાભારત અને શક્તિમાન જેવી સીરિયલ્સ પાછી લાવવાની માંગણી કરી હતી. આ સીરિયલ્સ પાછી આવ્યા બાદથી તો જાણે જૂની સીરિયલ્સને પાછા લાવવાનો ટ્રેન્ડ ચાલ્યો છે. સોની પર સીઆઇડી પણ પાછી આવી ગઇ. હવે ઝી ટીવી પર એકતા કપૂરની જૂની કૉમેડી ટીવી સીરિઝ હમ પાંચ પણ પાછી આવી રહી છે. એકતા કપૂરે આ વાતની જાણકારી શેર કરી છે.
એકતા કપૂરે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં શો ની કાસ્ટમાં સામેલ એક્ટ્રેસ રાખી ટંડન શો ની બીજી એક્ટ્રેસ ભૈરવી રાયચૂરથી વાત કરી રહી હોય છે. આ દરમિયાન બંને વાતચીતમાં એકબીજાની ખબર-અંતર પૂછે છે અને કેટલીક વાતો કરે છે જે શો થી જોડાયેલી તમારી જૂની યાદો તાજા કરી દેશે. ત્યારબાદ બં
ADVERTISEMENT
ADVERTISEMENT
ને વાતચીત દરમિયાન જ આ વાતની જાણકારી શેર કરે છે કે દર્શકોની પસંદગીની સીરિયલ હમ પાંચની શરૂઆતથી રી-ટેલિકાસ્ટ થઇ રહી છે.
ADVERTISEMENT
નાની ઉંમરમાં એકતા કપૂર લઇને આવી હતી આ સીરિયલ
જણાવી દઇએ કે હમ પાંચ ખૂબ જ જૂની સીરિયલ છે. ખુદ એકતા કપૂરે જણાવ્યું હતું કે જ્યારે એને આ સીરિયલ બનાવી હતી ત્યારે એ ટીન એજમાં હતી. તે માત્ર 17 વર્ષની હતી. એક એક કેરેક્ટર્સ જેનું ફરીથી એક વખત ઇન્ટ્રોડક્શન થશે. ઝીટીવી પર હમ પાંચ સાથે જોડાવો, દરરોજ બપોરે 12 વાગ્યે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.