ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / સુરતના સમાચાર / Coronavirus Lockdown private bus diamond worker surat gujarat

કોરોના સંકટ / રત્નકલાકારોની મુશ્કેલીમાં વધારોઃ ખાનગી બસ સંચાલકોની મનમાની, એસોસિયેશને મુક્યા નવા ભાવ

Published By: Divyesh

Last Updated: 08:56 AM, 6 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજ્ય સરકાર દ્વારા સુરતના રત્નકલાકારોને લઇને મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્રમાં રહેતા રત્નકલાકોરોને પોતાના વતન જવા તમામને લકઝરી બસ દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. જેને લઇને સૌરાષ્ટ્ર જવા આજથી રજીસ્ટ્રેશન પણ ચાલુ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખાનગી લકઝરી બસ એસોસિયેશનવાળાઓ આ તકનો લાભ લઇને ભાડામાં વધારો કરી દીધો છે.

ADVERTISEMENT

  • બસ સંચાલકોએ તકનો લાભ ઉઠાવ્યો હોવાની વાત આવી સામે
  • ખાનગી લકઝરી બસ એસો.એ કલકેટરને ભાડાની રકમ જણાવી
  • 400 કિમી સુધી 1 હજાર, 400થી 500 કિમી સુધી 1200ની માગ

સુરત શહેરમાં ખાનગી લકઝરી બસમાં સૌરાષ્ટ્રવાસીઓને વતન મોકલવાને લઈને મનમાની સામે આવી છે. શહેરના બસ સંચાલકોએ તકનો લાભ ઉઠાવ્યો હોવાની વાત સામે આવી છે. જેમાં ખાનગી લકઝરી બસ એસોસિયેશને  કલકેટરને ભાડાની રકમ જણાવી હતી.

ખાનગી બસ એસોસિયેશને જણાવેલી રકમ મુજબ 400 કિલોમીટર સુધી 1 હજાર, 400થી 500 કિલોમીટર સુધી 1200ની માગ કરી છે. આ ઉપરાંત 500 કિમીથી વધારે 1500 રૂપિયા ભાડુ વસૂલ કરવાની રજૂઆત કરી છે.. હાલ આર્થિક સંકટ હોવા છતાં આ રીતે મનમાની કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે.

જ્યારે બીજી તરફ તંત્ર દ્વારા આજથી સુરતથી સૌરાષ્ટ્ર જવા માટે રજીસ્ટ્રેશનનો પ્રારંભ કરવામાં આવશે. જેમાં રત્નકલાકારો અને એબ્રોઇડરી કારીગરોને વતન મોકલવા માટે રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવશે. તંત્ર દ્વારા તમામને લકઝરી બસ દ્વારા પોતાના વતનમાં મોકલવાની મંજૂરી આપવામાં આવી છે. તમામ મુસાફરોના સ્ક્રિનિંગ કરાયા બાદ બસોને રવાના કરવામાં આવશે. 

આ સમય ખિસ્સા ભરવાનો છે?

  • સુરતથી સૌરાષ્ટ્રવાસીઓને વતન જવા ખાનગી બસને મંજૂરી
  • બસ સંચાલકોએ તકનો લાભ ઉઠાવ્યો 
  • ખાનગી લકઝરી બસ એસો.એ કલકેટરને ભાડાની રકમ જણાવી
  • 400 કિમી સુધી 1,000 રૂપિયા
  • 400થી 500 કિમી સુધી 1200 રૂપિયા
  • 500 કિમીથી વધારે 1500 રૂપિયા ભાડુ
  • સુરતથી સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓનું 400 કિમીથી વધુ
  • લોકડાઉનમાં આર્થિક સંકડામણમાં રાષ્ટ્રવાસીઓને પડી શકે ફટકો

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Diamond workers surat કારીગર રત્નકલાકારો સુરત હિરા ઉદ્યોગ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ