ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus in Gujarat atma nirbhar sahay yojana start today

સહાય / આજથી આત્મનિર્ભર સહાય યોજનાના ફોર્મ મળશે, જાણી લો કોને અને કેવી રીતે મળે છે આ લોન

Published By: Gayatri

Last Updated: 09:28 AM, 21 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકાર દ્વારા આત્મનિર્ભર સહાયની લોનની જાહેરાત કરવામાં આવી છે. આજથી લોન માટે ફોર્મ મળશે. કો.ઓપરેટિવ બેંકમાંથી નાના દુકાનદારો, વાળંદ, દરજી, પ્લમ્બર, ઈલેક્ટ્રિશિયન સહિતના નાન વેપારીઓ લોન મેળવી શકે છે.

ADVERTISEMENT

  • કો.ઓપરેટિવ બેંકમાં જ મળશે ફોર્મ 
  • નાના દુકાનદારો,વાળંદ,દરજીને મળી શકશે લોન
  • પ્લમ્બર,ઇલેક્ટિશિયન જેવા નાના વેપારીઓને મળશે લોન
  • આત્મનિર્ભર હેઠળ 1 લાખના લોનની સહાય આપશે

આત્મનિર્ભર સહાય હેઠળ સરકાર દ્વારા એક લાખ રૂપિયાની લોન આપવામાં આવશે. બેંક દ્વારા 8 ટકાના વ્યાજે લોન અપાશે. જેમાં સરકાર દ્વારા 6 ટકા વ્યાજ ચૂકવાશે. જ્યારે ગ્રાહકને માત્ર 2 ટકા જ વ્યાજ ચૂકવવાનું રહેશે. સાથે જ 6 મહિના બાદ લોનના EMI શરૂ થશે.

કેટલા રૂપિયા સુધીની લોન મળશે? 

આત્મનિર્ભર ગુજરાત સહાય યોજના અંતર્ગત એક લાખ રૂપિયા સુધીની લોન મળી શકશે.

કેટલું વ્યાજ ચૂકવવું પડશે?

લોન લેનાર વ્યક્તિએ ફક્ત બે ટકા વ્યાજ ચૂકવવું પડશે. લોન પરનું છ ટકા વ્યાજ સરકાર ચૂકવશે.

કોને લોન મળી શકશે? 

નાના ધંધો કરતા વાળંદ, ધોબી, પ્લમ્બર, નાની કરિયાણા દુકાન, સ્ટ્રીટ વેન્ડર, ઓટો ડ્રાયવર વગેરેને લાભ મળશે.

ફોર્મનું વિતરણ કઈ તારીખથી થશે? 

આત્મનિર્ભર ગુજરાત નામની આ યોજના માટેના અરજી ફોર્મનું વિતરણ 21મી મેથી શરૂ કરવામાં આવશે.

ફોર્મ ક્યાંથી મળશે?

રાજ્યની 1000 જેટલી જિલ્લા સહકારી બેન્કની શાખાઓ, 1,400 અર્બન કો-ઓપરેટીવ બેન્કો, 7,000 ક્રેડિટ કો-ઓપરેટીવ સોસાયટીઓ સહિત કુલ 9000 જગ્યાએથી ફોર્મ મળશે.

કઈ તારીખ સુધી ફોર્મ ભરી શકાશે? 

આ યોજનાનો લાભ લેવા ઇચ્છુક નાના વેપારી કે બિઝનેસમેને ફોર્મ ભરીને 31મી ઓગષ્ટ સુધીમાં શાખાઓમાં પરત આપવાના રહેશે.

કેટલી ફી ચૂકવવી પડશે? 

ફોર્મ માટે કોઈ ફી લેવામાં નહીં આવે. લોન મંજૂર કરવા માટે પણ કોઈ કમિશન નહીં લેવામાં આવે.

ગેરન્ટી તરીકે શું આપવાનું રહેશે? 

આ યોજના હેઠળ લોન લેવા માટે અરજીકર્તાએ કોઈ જ ગેરંટી નથી આપવાની. ફક્ત સરકારે નક્કી કરેલા પ્રમાણપત્રો આપવાના રહેશે.

લોનની ચૂકવણી કેવી રીતે? 

લોન મળ્યાના પ્રથમ છ મહિનામાં કોઈ જ હપ્તો ભરવાનો નહીં રહે. જે બાદમાં હપ્તેથી લોન પરત ચૂકવવાની રહેશે.

લોન આપવાનો ઉદેશ્ય શું? 

નાના વેપારીઓ અને કારીગરો કોરોના બાદ ઝડપથી પગભર થાય તેવા ઉદેશ્ય સાથે આ યોજના શરૂ કરવામાં આવી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Gujarat Atmanirbhar yojana covid19 ગુજરાત આત્મનિર્ભર યોજના coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ