ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / coronavirus how to care covid patient at home without getting infected

સારવાર / તમારા ઘરમાં પણ છે કોરોના સંક્રમિત દર્દી તો ડરો નહીં, જાણી લો તેમની દેખરેખની યોગ્ય રીત અને રહો એલર્ટ

Published By: Bhushita

Last Updated: 11:30 AM, 15 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે કોરોના પોઝિટિવ આવ્યા બાદ ઘરે જ હોમ ક્વોરન્ટાઈન છો તો તમારે દેખરેખ સમયે આ વાતોનું ધ્યાન રાખી લેવું જરૂરી છે. ડરવાની નહીં પણ સતર્કતા રાખવાની જરૂર છે.

ADVERTISEMENT

  • દેશમાં વધી રહ્યો છે કોરોનાનો આતંક
  • ઘરમાં કોરોના પેશન્ટ છે તો ડરો નહીં
  • ક્વોરન્ટાઈનમાં સારવાર સમયે રાખો આ ધ્યાન

દેશમાં કોરોના મહામારીના કારણે નવો કહેર જોવા મળી રહ્યો છે. બીજી લહેરે દેશમાં તબાહી મચાવી છે. આંકડા ડરાવી રહ્યા છે એવામાં જો તમારા ઘરમાં કોઈને કોરોના પોઝટિવ આવે છે તો તમારે જરા પણ ડરવાની જરૂર નથી. તમે તેમને ઘરમાં જ હોમ આઈસોલેશન એટલે કે ક્વોરન્ટાઈનમાં રહેવા દો. આ સાથે તમે તેમની સેવામાં ખાસ વાતની કાળજી રાખો કે જરૂરી છે. ઘરમાં કોઈ વ્યક્તિ ક્વોરન્ટાઈન હોય તો આખા પરિવારનું ટેન્શન વધે છે. દર્દીને એકાંતમાં રાખવામાં આવે છે. સાથે જરૂર પડે તો દર્દીને રહેવા અને ખાવાપીવાની સારી વ્યવસ્થા કરાય છે. આ જવાબદારી પરિવારની રહે છે. એવામાં અન્ય સભ્યોએ કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ જેથી સંક્રમણથી બચી શકાય તે પણ જાણો. 

માસ્ક અને ફેસ શીલ્ડનો કરો ઉપયોગ
ઘરમાં કોઈને કોરોનાનું સંક્રમણ થયું છે તો ગભરાઓ નહીં. માસ્કનો પહેલાથી ઉપયોગ કરી લો તે જરૂરી છે. એવામાં ઘરના દરેક સભ્યો ડબલ માસ્કે કે એન-95 માસ્કનો ઉપયોગ કરો. દર્દીને એકલા એક રૂમમાં રાખો. પરિવારના કોઈ એક વ્યક્તિને તેની ખાવા પીવા સહિતની ચીજો આપવાની જવાબદારી આપો. તેમનાથી પણ થોડા દૂર રાખો અને સાથે તેને માટે ફેસશીલ્ડની વ્યવસ્થા કરો.  

સેનેટાઈઝરનો ઉપયોગ કરો
જેટલી વાર કોરોના દર્દીના સંપર્કમાં આવો તેટલી વાર પોતાને સારી રીતે ડિસઇન્ફેક્ટેડ કરો. સ્ટ્રોન્ગ સેનેટાઈઝરનો ઉપયોગ કરો. નહાવાના પાણીમાં લિક્વિડ સેનેટાઈઝર મિક્સ કરો. આ સિવાય તમે ડેટોલ મિક્સ કરી શકો છો.  

povidone iodine થી કોગળા કરો
નજીકના મેડિકલ સ્ટોર પરથી povidone iodine લઈ આવો, તેને ગરમ પાણીમાં  povidone iodine મિક્સ કરો અને સાથે તેનાથી શરૂઆતના ઈન્ફેક્શન સમયે કોગળા કરી લો.  તે તમને ઈન્ફેક્શનથી બચાવશે.

ઘરમાં શૂ કવરનો કરો ઉપયોગ
ઘરમાં દરેક લોકો શૂ કવરનો ઉપયોગ કરે. ખુલ્લા પગે ન ચાલો, સમયાંતરે હેન્ડ સેનેટાઈઝરનો ઉપયોગ કરો. સાફ સફાઈનું ધ્યાન રાખો. ખાવામાં લિક્વિડનું પ્રમાણ વધારો. આ સાથે ડોક્ટરની સલાહ પર તમે વિટામિન બૂસ્ટર કે વિટામીન સીનું વધારે પ્રમાણ વાળા ફળનો ઉપયોગ કરો. 

કોરોના ટેસ્ટિંગ કરાવો
પરિવારમાં જેટલા પણ લોકો છે તેમાંથી જે લોકો પણ કોરોનાની વેક્સીનને માટે યોગ્ય છે તેઓએ વેક્સીન લગાવી લેવી. ધ્યાન રાખો કે કોરોના વેક્સીન લગાવ્યા બાદ પણ તમને તાવ, ખાંસી અને શરીર દુઃખવાની ફરિયાદ રહે છે. માટે ડરો નહીં. સમસ્યા હોય તો કોવિડ હેલ્પલાઈનની મદદ લો. સંક્રમિત થવાની આશંકા હોય તો પરિવારનો કોરોના ટેસ્ટ કરાવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Home Quarentine Positive Patient corona positive કોરોના પોઝિટિવ કોરોના વાયરસ દર્દી સારવાર હોમ ક્વોરન્ટાઈન how to care covid patient at home

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ