બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / અમદાવાદના સમાચાર / coronavirus gujarat government two top minister problem

રાજનીતિ / સરકારમાં જ નંબર વન અને નંબર ટુની ભૂમિકામાં રહેલા બે મોટા નેતાઓના વિભાગોની ખેંચતાણ

Divyesh

Last Updated: 12:38 PM, 25 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્યને એક વિકાસનું મોડલ માનવામાં આવતું હતું. આખા દેશમાં ગુજરાતની ચર્ચા કરવામાં આવતી હતી. જોકે, હવે ગુજરાત રાજ્ય તેના મોડલને કારણે નહીં પરંતુ કોરોનાની મહામારીને કારણે ચર્ચામાં છે. કારણ કે, કોરોનાને કારણે થતા મૃત્યુના દરમાં ગુજરાત દેશમાં પ્રથમ નંબર પર છે. એટલે કે અન્ય રાજ્યોની તુલનામાં ગુજરાતમાં કોરોનાના દર્દીઓના મૃત્યુ વધુ થઈ રહ્યા છે. આપણું આરોગ્ય તંત્ર વધુ દર્દીઓને બચાવવામાં નિષ્ફળ રહ્યું છે. સરકાર માત્ર કોરોનાના દર્દીઓના મૃત્યુ રોકવામાં જ નહીં પણ અન્ય મામલાઓમાં પણ છેલ્લા કેટલાય સયમથી થાપ ખાઈ રહી છે. જેના કારણે શાસક પક્ષ ભાજપની આબરૂનું પણ વત્તાઓછા અંશે ધોવાણ થઈ રહ્યું છે. ત્યારે હવે ભાજપની આંતરિક ખેંચતાણ પણ નજરે ચડી રહી છે.

  • સરકારની બે ટોચની હસ્તીઓ વચ્ચે આંતરિક ખેંચતાણ
  • મૉડલ રાજ્ય ગુજરાત બે મહિનામાં રાજ્ય બન્યું બેહાલ
  • ધમણ વેંટિલેટરની દેશભરમાં ટીકા થતા સરકાર માટે નીચા જોણું

કોરોના વચ્ચે પણ સરકારની બે ટોચની હસ્તીઓ વચ્ચે આંતરિક ખેંચતાણ હોવાનું સામે આવી રહ્યું છે. આની શરૂઆત 4 એપ્રિલથી થઇ જ્યારે બપોરના સમયે આરોગ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ એક પ્રેસ કોંફરન્સ કરી. જેમાં રાજકોટના ઉદ્યોગપતિએ બનાવેલા સ્વદેશી વેંટિલેટર મશીનના વખાણ કરવામાં આવ્યા અને માત્ર 10 દિવસમાં વેંટિલેટર તૈયાર થયું હોવાની વાહવાહી કરવામાં આવી. આખી સફળતાનો શ્રેય મુખ્યમંત્રી વિજય રૂપાણીના ફાળે જવા લાગ્યો.

ત્યારે આરોગ્યમંત્રી તરીકે નીતિન પટેલ બાજુમાં બેઠા હતા અને તેમણે પણ મીડિયા સામે મુખ્યમંત્રીના વખાણ કર્યા. પડદા આગળ આ આખ ઘટના બની અને ત્યારબાદ પડદો પડ્યો તો પાછળની રાજનીતિ શરૂ થઈ. ધમણ વેંટિલેટર બનીને તૈયાર થયા. હોસ્પિટલમાં લગાવાયા, ત્યા અચાનક એક મોટો ઘટસ્ફોટ થયો.

સોલા સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે એક પત્ર લખ્યો અને એમાં આ ધમણ વેંટિલેટર કોરોનાના દર્દીઓ માટે તદ્દન બિનઉપયોગી ગણાવવામાં આવ્યા. આ પત્ર સમાચારોમાં સામે આવતા મુખ્યમંત્રીને મળેલી તમામ ક્રેડિટ પર પાણી ફરવા લાગ્યું. ધમણ વેંટિલેટરની દેશભરમાં ટીકા થતા સરકાર માટે નીચા જોણું થયું.

આ આખી ઘટનામાં એ યાદ રાખવુ જરૂરી છે કે, ધમણ 1 વેટિંલેટરની પોલ ખોલનારા અધિકારી આરોગ્યમંત્રાલયની અંતર્ગત આવે છે. હાલ આ મંત્રાલય નીતિન પટેલ પાસે છે. પરંતુ બીજા પણ વિભાગો હોય છે જે મુખ્યમંત્રીના અંડરમાં આવે છે. એ પણ સમય આવ્યે જવાબ આપી જ દેવાની ફિરાકમાં હતા. એટલામાં જ સમય આવ્યો.

હાઇકોર્ટમાં કોરોનાના દર્દીઓ મામલે રાજ્ય સરકાર સામે અરજી થઈ અને તેની સુનાવણીમાં સરકાર તરફથી જે અધિકારીઓએ કોર્ટમાં જવાબ રજૂ કરવાનો હતો તે અધિકારીઓ મુખ્યમંત્રીના વિભાગના હતા. હવે અડધી પીચે બેટિંગ કરવાનો તેમનો વારો હતો. તેમણે કોર્ટમાં જવાબ રજૂ કરીને એવી સિક્સર મારી કે આરોગ્ય વિભાગની આબરૂનું ધોવાણ થઈ ગયું. હાઇકોર્ટે પણ આરોગ્યમંત્રી નીતિન પટેલનો ઉધડો લીધો અને ઘણુ બધુ સંભળાવ્યું.

આમ પડદા પાછળ આખા નાટકમાં ઘણુ બધું ભજવાયું. પરંતુ તેનું પરિણામ પડદાની આગળ આવવાની શરૂઆત થઈ ચુકી છે. સરકારમાં આંતરિક ખેંચતાણને કારણે રાજ્યની જનતાએ ભોગવવું પડી રહ્યું છે. સાથે ભાજપે પણ વિરોધીઓના કડવા ઘૂંટ ગળે ઉતારવા પડી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Coronavirus Government gujarat lockdown કોરોનાવાયરસ ગુજરાત સરકાર coronavirus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ