ન્યૂઝ અપડેટ્સ
Last Updated: 11:06 AM, 2 August 2026
ADVERTISEMENT
ભારતે 8 ગોલ્ડ 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સહિત કુલ 16 મેડલ જીત્યા. આ પ્રદર્શનના આધારે ભારતના કુલ મેડલની સંખ્યા 39 થઈ ગઈ છે અને ટીમ મેડલ ટેબલમાં સીધી ચોથા સ્થાન પર પહોંચી ગઈ છે. ખાસ કરીને ભારતીય બોક્સરોએ એક પછી એક ગોલ્ડ જીતતા આખા દિવસ પર પોતાનું પ્રભુત્વ જમાવ્યું.
ADVERTISEMENT
ગ્લાસગોમાં ચાલી રહેલી કોમનવેલ્થ ગેમ્સના 10મા દિવસે ભારત માટે યાદગાર દિવસ રહ્યો. ભારતીય ખેલાડીઓએ કુલ 16 મેડલ જીત્યા જેમાં 8 ગોલ્ડ 5 સિલ્વર અને 3 બ્રોન્ઝ સામેલ રહ્યા. આ સાથે ભારતના કુલ મેડલ 39 થયા છે જેમાં 13 ગોલ્ડ 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ પ્રદર્શન બાદ ભારત મેડલ ટેબલમાં ચોથા ક્રમે પહોંચી ગયું છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતના 8 ગોલ્ડમાંથી 7 ગોલ્ડ માત્ર બોક્સિંગમાં આવ્યા. પ્રીતિ પવાર જૈસ્મિન લેમ્બોરિયા સાક્ષી ચૌધરી પ્રિયા ઘનઘસ અરુંધતિ ચૌધરી સચિન સિવાચ અને અંકુશ પંઘાલે પોતાના પોતાના વર્ગમાં ગોલ્ડ મેડલ જીત્યા. બોક્સિંગમાં ભારતના આ પ્રદર્શનને સમગ્ર ટૂર્નામેન્ટના સૌથી મોટા હાઇલાઇટ્સમાં ગણવામાં આવી રહ્યું છે.
ADVERTISEMENT
પેરા એથ્લેટિક્સના પુરુષ શોટ પુટ F57 ઇવેન્ટમાં સોમન રાણાએ ગોલ્ડ જીત્યો જ્યારે શુભમ જુયાલે સિલ્વર પોતાના નામે કર્યો. ટ્રિપલ જમ્પમાં પ્રવીણ ચિત્રાવેલે સિલ્વર અને સેલ્વા પ્રભુ થિરુમારને બ્રોન્ઝ જીત્યો. લાંબા અંતરની દોડમાં ગુલવીર સિંહે પુરુષોની 5000 મીટર સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ જીત્યો જે તેમનો આ ગેમ્સમાં બીજો મેડલ રહ્યો.

ADVERTISEMENT
આ પણ વાંચોઃ ''વૈભવ સૂર્યવંશી બની શકે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન'', દિગ્ગજના નિવેદને સૌને ચોંકાવ્યા
ADVERTISEMENT
જ્યુડોમાં ઉન્નતિ શર્માએ બ્રોન્ઝ મેડલ જીતી ભારતના મેડલ ખાતામાં વધારો કર્યો. બોક્સિંગમાં જદુમણિ સિંહ લવલીના બોર્ગોહેન અને નરેન્દ્ર બેરવાલે સિલ્વર મેડલ જીત્યા. વિવિધ રમતોમાં ભારતીય ખેલાડીઓના સતત સારા પ્રદર્શનથી દેશનો કુલ મેડલ આંક ઝડપથી વધ્યો છે.
10 દિવસની સ્પર્ધા બાદ ઓસ્ટ્રેલિયા 149 મેડલ સાથે પ્રથમ સ્થાને છે જ્યારે ઇંગ્લેન્ડ બીજા અને કેનેડા ત્રીજા સ્થાને છે. ભારત 13 ગોલ્ડ 17 સિલ્વર અને 9 બ્રોન્ઝ સહિત કુલ 39 મેડલ સાથે ચોથા સ્થાને પહોંચી ગયું છે. હવે ભારતની નજર આગામી દિવસોમાં વધુ ગોલ્ડ જીતવાની રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
8th Pay Commission / આ જ અઠવાડિયે 8માં પગારપંચ પર થશે મોટી મીટિંગ, જાણો બેઠકનો મૂળ એજન્ડા
ADVERTISEMENT