બ્રેકિંગ ન્યુઝ
VTV / મુંબઈ / coronavirus covid 19 india drunk driving test breath analyser test for alcohol maharashtra
ADVERTISEMENT
ગૃહ મંત્રાલયમા એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે આ પગલું વ્યક્તિથી વ્યક્તિના સંપર્કને ઓછા કરીને વાયરસને ફેલાતા રોકવાની શક્યતાઓને ઓછી કરવાનો છે. એમે કહ્યું, 'અમે બ્રેથ એનાલાઇઝર ઉપકરણના ઉપયોગને હાલ સ્થગિત કરવાનો નિર્ણય કર્યો છે.'
અધિકારીએ કહ્યું કે આ વાસ્તવમાં પોલિસ અધિકારીઓની નિષ્પક્ષતા બનાવી રાખવા માટે ખૂબ જ ઉપયોગી ઉપકરણ છે. જે તપાસ દરમયાન આ ઉપકરણનો ઉપયોગ કરે છે. જો કે પોલીસ કર્મીઓ દ્વારા વાહનોની નિયમિત તપાસ ચાલુ રહેશે.
ADVERTISEMENT
મહારાષ્ટ્ર પોલીસના સર્કુલેશનમાં કહેવામાં આવ્યું છે, 'રાજ્યમાં કોરોનાવાયરસનો પ્રકોપ જણાવવામાં આવ્યો છે. વાયરસના પ્રસારને રોકવા માટે પોલીસ કર્મીઓને એમના પ્રમાણે ઉપાય કરવાની જરૂર છે.એટલા માટે તમામ પોલિસ એકમોમાં ટ્રાફિક પોલિસકર્મીઓને મોટર ચાલકો દ્વારા દારૂની તપાસના બ્રેથ એનાલાઇઝર પરીક્ષણ કરવું જોઇએ નહીં.'
એમને કહ્યું કે સ્થિતિ સામાન્ય થયા બાદ આ પરીક્ષણ ફરીથી શરૂ કરવામાં આવશે. કોરોના વાયરસના ઇન્ફેક્શનને આગળ ફેલાતા રોકવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસકર્મીઓને સંક્રમણનું જોખમ છે. કારણ કે એમને બ્રેથ એનાલાઇઝર ઉપકરણને મોટર ચાલકોના મોઢાનામ રાખવાનું હોય છે કારણ કે તપાસ કરી શકાય કે એ નશામાં ગાડી તો નથી ચલાવી રહ્યાને.
આ વચ્ચે ગૃહ મંત્રાલયના અધિકારીએ કહ્યું કે જો કે 2015માં નશામાં ડ્રાઇવિંગના મામલાની સંખ્યા 18000થી ઘટીને 2018માં 11700 થઇ ગઇ છે. પછી આ સંખ્યા ખૂબ વધારે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.