ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / coronavirus ahmedabad civil hospital patient lockdown

કોરોના સંકટ / સિવિલ હોસ્પિટલની બેદરકારીઃ એક દર્દી થયા ગુમ, બીજામાં અંતિમ સંસ્કાર બાદ પરિવારને કરાઇ કોરોનાની જાણ

Published By: Divyesh

Last Updated: 02:20 PM, 7 May 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં કોરોના વાયરસની મહામારી કહેર જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદની સિવિલ હોસ્પિટલને લઇને જાણે વિવાદ પીછો ન છોડતું હોય તેવું લાગી રહ્યું છે. શહેરની સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે જેમાં કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે નહીં પહોંચ્યા. જેને લઇને પરિવારે મહિલાના ગુમ થવાની પોલીસ ફરિયાદ કરી છે.

ADVERTISEMENT

  • અમદાવાદ સિવિલ હોસ્પિટલ તંત્રની ઘોર બેદરકારી
  • એક દર્દીના અંતિમ સંસ્કાર બાદ કોરોનાની કરાઇ જાણ
  • બીજા કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ ન પહોંચ્યા ઘરે

સિવિલમાંથી ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યાનો આક્ષેપ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ બેદરકારીનું ઘર બની ગઇ હોય તેવું લાગી રહ્યું છે. બિ દિવસ પહેલા 70 વર્ષના વૃદ્ધા હોસ્પિટલમાંથી ગુમ થયા હોવાના અહેવાલ પ્રાપ્ત થયા બાદ તેનો મૃતદેહ મળી આવતાં ચકચાર મચેલી જોવા મળી હતી. જો કે હજુ આ મામલો શાંત થયો નથી ત્યાં ફરી સિવિલ હોસ્પિટલને લઇને વિવાદ સામે આવ્યો છે. 

જેમાં સિવિલ હોસ્પિટલમાંથી કોરોનાના દર્દી ડિસ્ચાર્જ થયા બાદ પણ ઘરે પહોંચ્યા નહીં હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ  ડિસ્ચાર્જ થયેલી મહિલા ઘરે ન પહોંચ્યા હોવાનો પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે.

સિવિલમાંથી ઉષા દાંતનીયા નામની મહિલા લાપતા થઇ છે. તેમના પરિવારે મહિલાની શોધખોળ શરૂ કરી છે. આ અગાઉ 70 વર્ષની મહિલા ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો હતો.જો કે લાપત્તા થયેલી મહિલાના પરિવારે ગુમ થવાની પોલીસને ફરિયાદ કરી છે.
 


અંતિમ સંસ્કાર થયા બાદ AMCએ પરિવારને કોરોનાની કરી જાણ
અમદાવાદની સિવિલ હોસ્પિટલ વારંવાર વિવાદમાં સપડાતી જોવા મળી રહી છે. આ સાથે સિવિલ હોસ્પિટલના તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જેમાં એક દર્દીના અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ પરિવારને કોરોના અંગેની જાણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જેમાં શહેરના ઓઢવ વિસ્તારના 57 વર્ષીય વ્યક્તિનું 2 દિવસ પહેલા અવસાન થયું હતું. આ દર્દીને પેરાલીસીસ થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

જો કે સિવિલ હોસ્પિટલમાં રિપોર્ટ કરાતા પોઝિટિવ આવ્યો હતો. જો કે અંતિમ સંસ્કાર થયા બાદ AMC એ પરિવારને કોરોનાની જાણ કરી. અંતિમ સંસ્કારમાં પરિવારના તમામ જોડાયાં હતા. જેમાં અંતિમ સંસ્કાર બાદ AMC એ કહ્યું કે મૃતદેહ લેવા આવીએ છીએ. આમ સવાલ એ થાય છે કે કોરોના રિપોર્ટ આવ્યાં વિના તંત્રએ મૃતદેહ કેવી સોંપ્યો ? 

સંકળાયેલા મુદ્દાઓ

Civil Hospital Coronavirus ahmedabad અમદાવાદ સિવિલ હોસ્પિટલ coronavirus

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ