બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / ગુજરાત / અમદાવાદ / અન્ય જિલ્લા / Corona's transition after Diwali loosens beds, today's figures scary

કરો તૈયારી / કોરોના સંક્રમણ દિવાળી બાદ ખાટલા પથરાવે છૂટકો કરે તેવી સ્થિતિ, આજના આંકડા ડરામણા

Mehul

Last Updated: 08:55 PM, 30 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાના વધતા કેસની આ ખુલ્લી ધમકી છે કે,'તમે કરો તમારી તૈયારી, હું પણ મારી તૈયારીમાં છું'.શનિવારની સરખામણીમાં રવિવારે 9 કેસ વધુ આવતા ગુજરાતમાં 31 કેસ નોંધાયા છે.

  • શનિવાર કરતા રવિવારે વધ્યાં કોરોના કેસ 
  • દિવસે-દિવસે વધારો,ચિંતાનું પ્રમાણ વધારે છે 
  • તહેવારો ખાટ્લા નાં પાથરવા હોય તો ચેતજો 

દેશભરમાં દીપાવલીના પર્વની અને રાજ્યમાં પણ દિવાળીના તહેવારો સાથે જુદા-જુદા ઉત્સવ-મહોત્સવની મોસમ શરુ થવા જઈ રહી છે ત્યારે, કોરોના સંક્રમણની સંભવિત ત્રીજી લહેરે ગુજરાતના ઉત્સવપ્રિય નાગરીકો સામે કરડાકી ભરી આંખ કરી છે. બજારમાં દીપાવલીનો માહોલ,હકડેઠઠ ભીડ અને ઉમટતા માનવ-મહેરામણ સામે કોરોનાના વધતા કેસની આ ખુલ્લી ધમકી છે કે,'તમે કરો તમારી તૈયારી, હું પણ મારી તૈયારીમાં છું'.શનિવારની સરખામણીમાં રવિવારે 9 કેસ વધુ આવતા ગુજરાતમાં 31 કેસ નોંધાયા છે.જ્યારે 14 દર્દીઓ સજા થઈને પરત ફર્યા છે.

રસીકરણની ઉજવણીમાં બળ્યો કોરોના ?

દેશ રસીકરણનો આંકડો 100 કરોડને પાર જતો રહેતા,નાગરિકોને જાણે એમ થઈ ગયું છે કે, કોરોનાને જડમૂળથી ઉખેડીને ફેંકી દેવાયો છે. અને જનતા નિષ્ફિકર થઈ ગઈ છે. પરિણામે, કોરોના નાગરિકોની નિષ્કાળજી પર સવાર થઈને ત્રીજી લહેરનાં રૂપમાં ક્યારે પ્રવેશ જશે તે કહેવું જેટલું અઘરું છે તેટલું જ કળવું મુશ્કેલ. છેલ્લા ત્રણ-ચાર દિવસની વાત કરીએ તો કોરોના સંક્રમણ વધ્યું છે અને તેનું પ્રમાણ આપે છે છેલ્લા 24 કલાકના આકડાઓ.ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 31 કેસ નોંધાયા છે 

રવિવારે 31 કેસ,આગામી દિવસો માટે ચિંતા 

રાજ્યમાં રવિવારે આવેલા આંકડાઓમાં અત્યાર સુધી કુલ લ 8.16 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.તો કોરોનાથી સાજા થવાનો દર 98.75% રહ્યો છે.અત્યાર સુધીમાં કોરોનાથી કુલ 10089 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે.આજે જામનગરમાં 5, વડોદરામાં  5, વલસાડમાં 4, સુરતમાં 3 કેસ,અમદાવાદમાં 2, આણંદમાં 2, જૂનાગઢમાં 2 કેસ,કચ્છમાં 2, રાજકોટમાં 2, નવસારીમાં 1 કેસ નોંધાવા મામ્યો છે. 

ગત દિવાળી જેવા જ હાલ આ વખતે 

દીપાવલીના આ દિવસો ગત વર્ષની દિવાળી અને વેકેશનની યાદ ફરીથી તાજા કરે છે. બિલકુલ આ જ પ્રકારનો માહોલ હતો અને ગુજરાતના નાગરીકો કોરોના ગયો માનીને મદમસ્ત રહ્યા ખરીદી, ઉજવણી અને રાજ્યભરના પર્યટન સ્થળોએ હરવા-ફરવામાં. અને હળવેકથી જે રીતે બીજી લહેરે 'ખાટ્લા પથરાવ્યા' તેની કમકમાટી હજુ નથી ઓસરી એ પરિવારમાંથી,જેઓએ આ મહામારીનો સામનો કર્યો છે કે જેઓ આ મહામારીનો ભોગ બન્યા છે એ પરિવારના માનસ પટલમાંથી. આગામી ડીસેમ્બરમાં જ ચૂંટણીઓ આવે છે. એટલે તહેવારો પૂર્ણ થતા જ,શાળા-કોલેજમાં દિવાળી વેકેશન ખુલશે ઉપરાંત ઠંડીનું જોર વધવા સાથે ઋતુજન્ય બીમારીનું સંક્રમણ પણ વધશે. તેવામાં કોરોના સંક્રમણમાં 'આગને મળતી હવા' જેવી ભીતિ સર્જાઈ છે. 



 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ