બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓને બુધવારે સાંજે મુંબઇના ઘારાવીમાં કોરોના વાયરસથી સંક્રમિત એક શંકાસ્પદ દર્દીની માહિતી મળી હતી. આ દર્દીને લેવા માટે પ્રશાસન અને સ્વાસ્થ્ય વિભાગની ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા હતા.
ધારાવીના જે વિસ્તારમાં આ દર્દી મળ્યો હતો ત્યાં હજારોની સંખ્યામાં ઝૂપડપટ્ટીઓ છે. એવામાં આ વિસ્તારમાં સંક્રમણ ફેલાતા જોખમને જોતા અધિકારીઓની વચ્ચે હડકંપની સ્થિતિ બનેલી છે.
ADVERTISEMENT
પરિવારના સભ્ય આઇસોલેશનમાં મોકલવામાં આવ્યા
બીએમસીના અધિકારીઓ અનુસાર શાહૂ નગરમાં એક 56 વર્ષીય શખ્સને કોરોના પૉઝિટિવ મળ્યા બાદ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. આ ઉપરાંત એમના પરિવારના સાત અન્ય સભ્ય પણ ક્વારન્ટીનમાં રાખવામાં આવ્યા છે. જેની તપાસ ગુરુવારે કરાવવામાં આવશે.
સીલ કરવામાં આવ્યું બિલ્ડીંગ
સૂત્રોનું કહેવું છે કે આ દર્દી વિસ્તારની એક મલ્ટીસ્ટોરી બિલ્ડીંગમાં રહી રહ્યો હતો અને ઑફિસરે હવે આ બિલ્ડીંગ પણ સીલ કરી દેવામાં આવ્યું. સાથે જ આ ઇમારતની આસપાસના ભાગોને પણ સેનિટાઇઝ કરાવવા પર પણ વિચાર કરી રહ્યા છે.
ADVERTISEMENT
5 હજારથી વધારે લોકો આઇસોલેશનમાં
જણાવી દઇએ કે મહારાષ્ટ્રના મુંબઇમાં આ પહેલા પણ કોરોનાના ઘણા કેસ સામે આવી ચુક્યા છે. મુંબઇ સહિત પ્રદેશના અન્ય ભાગોમાં કોરોના દર્દીઓના સંપર્કમાં આવનાર 5 હજારથી વધારે લોકો આઇસોલેશન વૉર્ડ્સમાં રાખવામાં આવ્યા છે. આ તમામ લોકોની દેખરેખ માટે સરકારની તરફથી 4 હજારથી વધારે સ્વાસ્થ્યકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.