બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Corona will never end! : Learn why this study on viruses is scary

કોરોના / ક્યારેય ખતમ નહીં થાય કોરોના! : જાણો કેમ ડરાવી રહી છે વાયરસ પર આ સ્ટડી

ParthB

Last Updated: 01:30 PM, 8 May 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોના વાયરસને લઈને આવી છે એક નવી ખબર જે આપણને આશ્ચર્યમાં મૂકી દે તેવી છે.

  • એક રિસર્ચમાં આ કહેવામાં આવ્યું છે કે કોરોના ક્યારેય ખતમ નહીં થાય
  • હેડલબર્ગ ઈન્સ્ટીટયુટ ઓફ ગ્લોબલ હેલ્થ અને એકેડમી ઓફ મેડિકલ સાયન્સનો દાવો
  • વાયરસથી બચવા માટે નો છે એક જ ઉપાય 


એક રિસર્ચમાં આ કહેવામાં આવ્યું છે કે કોરોના ક્યારેય ખતમ નહીં થાય
હાહાકાર ! સમગ્ર ભારતમાં કોરોનાને લઈને હાહાકાર મચી ગયો છે. હવે તો લોકો એક જ વાત કરી રહ્યા છે કે કોરોના હવે ક્યારે જશે? પણ હમણાં જ એક અભ્યાસ સામે આવ્યો છે જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે! સંશોધકોનું કહેવું છે કે હવે લોકોએ કોરોના વાયરસ સાથે જીવવાની આદત પાડી લેવી જોઈએ. એક રિસર્ચમાં આ કહેવામાં આવ્યું છે કે કોરોના ક્યારેય ખતમ નહીં થાય, એટલે કે એ તે આજીવન અમર રહેશે. આનો પ્રકોપ ઘણા વર્ષો સુધી રહેશે. 

હેડલબર્ગ ઈન્સ્ટીટયુટ ઓફ ગ્લોબલ હેલ્થ અને એકેડમી ઓફ મેડિકલ સાયન્સનો દાવો
મેડિકલ સાયન્સનું એવું કહેવું છે કે વાયરસનું અસ્તિત્વ ક્યારેય ખતમ નથી થતું! પણ આ રિસર્ચમાં કહેવામાં આવ્યું છે કે વાયરસ વર્ષમાં ઘણીવાર તેની ચરમસીમાએ આવશે. અને તેના પગલે કેટલાય લોકો પોતાનો જીવ ગુમાવશે. ભારતમાં હજી બીજી લહેર ઠરી નથી ત્યાં તો ત્રીજી લહેરના એંધાણ આવી ગયા છે. જર્મનીની  હેડલબર્ગ ઈન્સ્ટીટયુટ ઓફ ગ્લોબલ હેલ્થ અને ચીનની એકેડમી ઓફ મેડિકલ સાયન્સે આ દાવો કર્યો છે કે કોરોના આજીવન જીવતો રહેશે. આ રિપોર્ટ જનરલ સાઇન્ટિફિકમાં પણ પ્રકાશ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટમાં કોરોનાનું પ્રચંડ સ્વરૂપ અને બીજી ઘણી બધી વાતો લખેલી છે. 

વાયરસથી બચવા માટે નો છે એક જ ઉપાય
રિપોર્ટમાં લખ્યું છે કે વિશ્વના ઉત્તર અને દક્ષિણ દેશોમાં કોરોનાનો પ્રકોપ ઘણો વધુ હશે. સાથે એ પણ લખ્યું છે કે ગરમી હોય કે શરદી હોય, કોઈ પણ ઋતુ હોય કોરોના બારેમાસ આપણી સાથે રહેશે. આ રિપોર્ટ 117 દેશોનાં આંકડાઓને આધારે તૈયાર કરવામાં આવેલ છે. તેમનું કહેવું છે કે કોરોનાથી બચવાનો એકમાત્ર ઉપાય "રસીકરણ અને કોરોનાના નિયમોનું પાલન" જ છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

Corona Virus corona impact coronavirus India કોરોના કોરોના વાયરસ Corona virus
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ